તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Don't Worry If You Don't Have Time To Delete Message In WhatsApp, New Disappearing Feature Will Automatically Delete Message After 7 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ ફીચર:વ્હોટ્સએપમાં મેસેજ ડિલિટ કરવાનો ટાઇમ ન મળતો હોય તો ચિંતા ન કરો, નવું ડિસઅપિયરિંગ ફીચર 7 દિવસ પછી આપમેળે જ મેસેજ ડિલિટ કરી નાખશે

3 મહિનો પહેલા

બિઝી શિડ્યૂલમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને વ્હોટ્સએપમાંથી કામ વગરના મેસેજ ડિલિટ કરવાનો ટાઇમ નથી મળતો. મહિનાઓ જૂના મેસેજ પડ્યા હોવાથી એ ફોનમાં જગ્યા તો રોકે જ છે અને સાથે સ્ટોરેજની સમસ્યા પણ ઊભી કરે છે. જો તમે પણ તમારા વ્હોટ્સએપમાંથી મેસેજ ડિલિટ કરવાનું ભૂલી જતા હો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. વ્હોટ્સએપ એના યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે.

વ્હોટ્સએપ ઘણા સમયથી એના ડિસઅપિયરિંગ ફીચર પર કામ કરી રહ્યું છે. ડિયઅપિયરિંગ ફીચર આવ્યા બાદ યુઝર્સને સાત દિવસ પછી ચેટમાંથી જાતે જ મેસેજ કાઢી નાખવાની સુવિધા મળશે. વ્હોટ્સએપ ટૂંક સમયમાં જ આ ફીચરને રોલઆઉટ કરવા જઈ રહ્યું છે. વ્હોટ્સએપે આ વિશે જાણકારી તેના FAQ પેજ પર આપી છે. કંપનીના જણાવ્યા મુજબ, એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ બંનેને ડિયઅપિયરિંગ મેસેજનું ફીચર મળશે. આ સાથે જ તે કાઇઓસ, વ્હોટ્સએપ વેબ અને એની ડેસ્કટોપ આધારિત એપ્લિકેશન્સ પર પણ મળશે.

ફીચર ઇન્ડિવિઝ્યુઅલ અને ગ્રુપ ચેટ બંને માટે
વ્હોટ્સએપનો આ મેસેજ ડિસઅપિયરિંગ ફીચર ઇન્ડિવિઝ્યુઅલ ચેટ અને ગ્રુપ ચેટ બંને માટે રહેશે. જો કે ગ્રુપ ચેટમાં માત્ર એડમિન જ આ ફીચરનો ઉપયોગ કરી શકશે તેમજ આ ફીચર ફોર્વર્ડેડ મેસેજ પર કામ નહીં કરે. આ સાથે જ મેસેજ ડિસઅપિયરિંગ ફીચર દ્વારા યુઝર્સ મેસેજ કોપી કરીને સેવ કરી શકશે.

આ ફીચર કેવી રીતે કામ કરશે?
જોકે આ ફીચરને એનેબલ કરવા પર અગાઉ મોકલેલા અથવા રિસીવ કરેલા મેસેજ પર કોઈ અસર નહીં પડે. યુઝર સરળતાથી આ ફીચરને ઓન અને ઓફફ કરી શકશે, એટલે કે જો યુઝર તેનાં ચેટને ડિલિટ કરવા નથી માગતો તો તેણે આ ફીચરને ડિસેબલ કરવું પડશે, પરંતુ જો તે ઇચ્છે છે કે મેસેજ 7 દિવસ પછી આપમેળે ડિલિટ થઈ જાય તો યુઝર્સે આ ફીચરને એનેબલ કરીને ચેટ કરવું પડશે અથવા ઓડિયો અને વિડિયો મોકલવા પડશે.

જો સાત દિવસમાં મેસેજ ન વાંચ્યા હોય તો?
જો કોઈ યુઝર મોકલેલા મેસેજને સાત દિવસની અંદર ઓપન ન કરે તોપણ મોકલેલા મેસેજ એટલે કે અનરીડ મેસેજ ડિલિટ થઈ જશે. જોકે એ મેસેજ બહાર ડિસ્પ્લે થશે, પરંતુ જ્યારે એ ચેટને ઓપન કરીને મેસેજ વાંચવાનો પ્રયત્ન કરશે તો એ મેસેજ તેને વાંચવા નહીં મળે. આ મેસેજને યુઝર માત્ર નોટિફિકેશનમાં પ્રિવ્યુ તરીકે જ જોઈ શકશે.

ફીચર એનેબલ-ડિસેબલ કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ વ્હોટ્સએપ ચેટમાં એ કોન્ટેક્ટનું નામ ટાઇપ કરો જેના માટે તમે આ ફીચર યુઝ કરવા માગો છો.
  • હવે ડિસઅપિયરિંગ મેસેજ ઓપ્શન સિલેક્ટ કરો, પ્રોમ્પ્ટ આવવા પર કન્ટિન્યુ પર ટેપ કરો.
  • હવે તમે On/ Off ઓપ્શન સિલેક્ટ કરી શકશો.

હેલ્પ માટે વ્હોટ્સએપ સાઇટ પર મદદ લો
FAQ પેજ પર આપવામાં આવેલી માહિતી ઉપરાંત જો તમને આ ફીચર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ માટે વ્હોટ્સએપે તેની સાઇટ પર કેટલાંક હેલ્પ પેજ પણ બનાવ્યાં છે. અહીંથી યુઝર્સ જાણી શકશે કે કેવી રીતે તેઓ સ્ટેપ-ટુ-સ્ટેપ ફોલો કરીને કોઈ નવું ફીચર એનેબલ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser