તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે 70,000 અકાઉન્ટને સસ્પેન્ડ કર્યા છે. તેમાં મોટા ભાગના યુઝર્સ અમેરિકન છે. તેઓ પોતાને ટ્રમ્પ સમર્થક ગણાવે છે. તેમના અકાઉન્ટ પર QAnon (પ્રો-ટ્રમ્પ ક્યુએનૉન કોન્સ્પિરન્સી) સંબંધિત કન્ટેન્ટ શેર કરવામાં આવી રહ્યો છે. આ તમામ યુઝર્સ કન્ટેન્ટનાં માધ્યમથી કેપિટલ હિલ પરના હુમલાને યોગ્ય ઠેરવી રહ્યા હતા.
ટ્વિટરે પોતાના બ્લોગ પર લખ્યું કે વોશિંગ્ટન DCમાં હિંસક ઘટનાઓને જોઈ અમે સ્થાયી રીતે હજારો અકાઉન્ટ સસ્પેન્ડ કરવાની શરૂઆત કરી છે. આ અકાઉન્ટ QAnon કન્ટેન્ટ શેર કરી રહ્યા હતા. તમામ અકાઉન્ટ દુર્ભાવનાપૂર્ણ અને સમાજના ભાગલા પાડનારા કન્ટેન્ટ શેર કરી રહ્યા હતા. અમે આ પ્રકારની અફવાઓ અને કન્ટેન્ટનો ફેલાવો નથી કરી શકતા.
ટ્રમ્પને દુનિયા સુધારવા માટે મોકલાયા
ક્યુએનૉન ગ્રુપ પ્રમાણે, ટ્રમ્પ ચૂંટણી હારી જાય તેના માટે તમામ ખરાબ શક્તિઓ એક થઈ ગઈ અને ટ્રમ્પને ઈશ્વરે દુનિયા સુધારવા માટે મોકલ્યા. એક નવા રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પ સમર્થક કેપિટલ હિંસામાં બંદૂકો સાથે એક ટ્રકમાં 11 દેશી બોમ્બ અને કેટલાક હથિયારો પણ લાવ્યા હતા. જોકે નેશનલ ગાર્ડે લોકોને બોમ્બ લઈને બિલ્ડિંગમાં ઘુસવા દીધા નહિ.
પહેલાં ટ્રમ્પનું અકાઉન્ટ બંધ કર્યું
ટ્રમ્પે શુક્રવારે (8 જાન્યુઆરી) 2 ટ્વીટ કર્યા. એકમાં તેમણે હિંસા કરનારા લોકોને ક્રાંતિકારી ગણાવ્યા તો બીજા ટ્વીટમાં તેમણે લખ્યું કે તેઓ 20 જાન્યુઆરીએ થનારા પ્રેસિડેન્શિયલ ઈનોગરેશન (બાઈડેનના શપથ ગ્રહણ)માં નહિ જાય. બંને ટ્વીટના થોડાક જ સમય પછી ટ્રમ્પના ટ્વીટ દેખાતા બંધ થયા અને અકાઉન્ટ સસ્પેન્ડનો મેસેજ શૉ થવા લાગ્યો. ટ્રમ્પના આ ટ્વિટર અકાઉન્ટ પર 8.8 કરોડથી વધારે ફોલોઅર હતા.
ટ્વિટરે પોતાના બ્લોગમાં કહ્યું કે અમે કહ્યું હતું કે ટ્રમ્પ જો ટ્વિટરની પોલિસીની અવગણના કરતા રહેશે અને ભડકાઉ ટ્વીટ કરશે તો તેમના વિરુદ્ધ કડક પગલાં લેવાશે. તેમ છતાં તેમણે શુક્રવારે ફરી ભડકાઉં ટ્વીટ કર્યા. અમે જણાવ્યું હતું કે કોઈ પણ મોટા નેતાનું અકાઉન્ટ અમારા નિયમોથી ઉપર નથી. જોકે આ કારણે ટ્વિટરના શેરમાં 6.4%નો ઘટાડો નોંધાયો હતો.
7 જાન્યુઆરીએ હિંસા ભડકી હતી
અમેરિકામાં 7 જાન્યુઆરીએ હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ સંસદમાં ઘુસી પોતાના ફેવરિટ રાષ્ટ્રપતિની હારની નકારવા માગતા નહોતા. આ બધુ રોકવામાં સિક્યોરિટીને ઘણી મુશ્કેલી આવી હતી. સંસદ જ્યારે પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડેનની જીતની પુષ્ટિ કરવાની હતી ત્યારે યુએસ કેપિટલમાં ઘણા હથિયારધારી ટ્રમ્પ સમર્થક ઘુસ્યા હતા. તેમણે તોડફોડ પણ કરી હતી. અને જવાબીકાર્યવાહીમાં ઘણા લોકાના મૃત્યુ થયા હતા.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.