તમે તમારા નજીકના લોકોને ગિફ્ટ આપીને દિવાળીને યાદગાર બનાવી શકો છો. અહીં અમે એવા 5 ગેજેટ્સ ગિફ્ટ વિશે જણાવી રહ્યા છીએ, જે ઘણા પ્રસંગો પર લોકોને કામમાં આવે છે. એટલે કે, તેઓ જ્યારે પણ આ ગિફ્ટનો ઉપયોગ કરશે ત્યારે તેઓ તમને જરૂરથી યાદ કરશે. આ ગિફ્ટ્સ લોકોની નાની નાની જરૂરિયાતો પૂરી કરે છે. જાણો આ ગિફ્ટ્સ વિશે...
1. શાઓમી સ્માર્ટ LED બલ્બ
કિંમત: 1,299 રૂપિયા
દિવાળીનો તહેવાર છે તો લાઇટ વિશે વાત કરવી જરૂરી છે. આવા ખાસ પ્રસંગે ગિફ્ટ લાઈટ સાથે જોડાયેલી હોય ત્યારે તે સામેવાળી વ્યક્તિને પસંદ આવે તે નક્કી છે. તેના માટે શાઓમીનો સ્માર્ટ LED બલ્બ બેસ્ટ ઓપ્શન છે. આ બલ્બની ખાસ વાત એ છે કે તે સ્માર્ટફોનથી કનેક્ટ થઈ જાય છે. તે એલેક્સા અને ગૂગલ અસિસ્ટન્ટ બંનેની સાથે કામ કરે છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે, તેની LEDનો કલર બદલી શકો છો. તે 10 વૉટનો બલ્બ છે. આ બલ્બની લાઈફ 11 વર્ષની છે.
2. વનપ્લસ બુલેટ વાયરલેસ ઇયરફોન
કિંમતઃ 1,999 રૂપિયા
તમે જેને ગિફ્ટ કરવા માગતા હો અને તેને મ્યૂઝિક ગમતું હોય તો તેના માટે વનપ્લસ બુલેટ વાયરલેસ ઇયરફોન બેસ્ટ ઓપ્શન છે. આ તમામ પ્રકારના સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ જાય છે. તેમજ, 10 મિનિટના ચાર્જિંગમાં તેનાથી 10 કલાક સુધી મ્યૂઝિક સાંભળી શકાય છે. કંપનીનું કહેવું છે કે, તે ફુલ ચાર્જ બાદ 20 કલાકનો બેકઅપ આપે છે. સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં એક્સ્ટ્રા બેઝ આપવામાં આવ્યો છે. તેનાથી હેન્ડ્સ ફ્રી કોલિંગ પણ કરી શકાય છે.
3. ઝેબ્રોનિક્સ બ્લુટૂથ સ્પીકર
કિંમતઃ 499 રૂપિયા
મ્યૂઝિક લવર્સ માટે ઝેબ્રોનિક્સ ઝેબ કન્ટ્રી બ્લુટૂથ સ્પીકર પણ બેસ્ટ ઓપ્શન છે. આ પોર્ટેબલ સ્પીકર તમે તમારી સાથે ગમે ત્યાં લઇને જઈ શકો છો. કિટી પાર્ટીમાં આ ચાર ચાંદ લગાવી દેશે. આશરે 5 કલાકના ચાર્જિંગ પછી તેનાથી 10 કલાક સુધી મ્યૂઝિક સાંભળી શકાય છે. તેમાં બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે રેડિયો, માઇક્રો SD, પેન ડ્રાઇવ, ઓક્સ જેવા ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. આ પ્રોડક્ટ પર કંપની 1 વર્ષની વોરંટી પણ આપે છે.
4. ઇન્ફિનિટી JBL બ્લૂટુથ હેડસેટ
કિંમત: 1299 રૂપિયા
અમારી નેક્સ્ટ ગિફ્ટ મ્યુઝિક લવર્સ માટે છે. ઇન્ફિનિટી JBL ગ્લાઈડ બ્લૂટુથ હેડસેટ મ્યુઝિક લવર્સ માટે બેસ્ટ ઓપ્શન છે. તે માત્ર 2 કલાકમાં ચાર્જ થઇ જાય છે, એ પછી 20 કલાક સુધી મ્યુઝિક સાંભળી શકશો. સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં ડ્યુઅલ ઇક્વાલાઈઝર મોડ આપ્યો છે. તેમાં હેન્ડ્સફ્રી કોલિંગ પણ પોસિબલ છે. યુઝરને સરળ પડે તેમ ડિઝાઈન કર્યા છે.
5. USB ચાર્જિંગ હબ
કિંમત: 750 રૂપિયા
જે લોકોના લેપટોપમાં USB પોર્ટ ઓછા છે તેમને આપવા માટે આ બેસ્ટ ગિફ્ટ છે. આ હબની મદદથી તમે લેપટોપમાં એકસાથે 4 USB ડિવાઈસ જેમ કે માઉસ, કિબોર્ડ, પેનડ્રાઈવ, હાર્ડ ડિસ્કને પણ કનેક્ટ કરી શકો છો. આ USB હબને નોર્મલ ચાર્જરના પાવર એડોપ્ટરમાં ઉપયોગ કરવાની સાથે સ્માર્ટફોન, ટેબલેટ કે અન્ય USB ડિવાઈસને પણ ચાર્જ કરી શકો છો. નોટ: દરેક ગેજેટ્સની કિંમત ઓનલાઈન પ્લેટફોર્મની છે. અલગ-અલગ વેબસાઈટ પર તેમની કિંમતમાં અંતર જોઈ શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.