1 સપ્ટેમ્બરથી આ ડિજિટલ ફેરફાર અમલી થશે:ડિઝ્નીપ્લસ હોટ્સ્ટારનું રિચાર્જ અને એમેઝોનથી ડિલીવરી મોંઘી પડશે, પર્સનલ લોન એપ્સ બૅન થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

1 સપ્ટેમ્બરથી તમારી ડિજિટલ લાઈફમાં ઘણા ફેરફાર લાગુ થવા જઈ રહ્યા છે. સ્માર્ટફોન, રિચાર્જ અને અન્ય ડિજિટલ સર્વિસના નિયમો બદલાશે. કોરોનાકાળમાં ડિજિટલાઈઝેશન વધતાં આ ફેરફારોની સીધી અસર તમારા પર થશે. આ કયા ફેરફારો છે અને તેની તમારી લાઈફ પર શું અસર થશે આવો જાણીએ...

1. ડિઝ્નીપ્લસ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મોંઘું

1 સપ્ટેમ્બરથી OTT પ્લેટફોર્મ ડિઝ્નીપ્લસ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મોંઘું પડશે. તેનો બેઝિક પ્લાન 399 રૂપિયાને બદલે હવે 499 રૂપિયાનો થશે. 2 સ્માર્ટફોનમાં એપ યુઝ કરવા માટે યુઝર્સે 100 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે. આ પ્લાનમાં HD વીડિયો ક્વૉલિટી મળે છે. તો 1499 રૂપિયાના પ્લાનમાં 4 અલગ અલગ ડિવાઈસ પર એપ એક્સેસ કરી શકાશે.

2. એમેઝોનથી શૉપિંગ મોંઘું

હાલ એ સ્પષ્ટ નથી, પરંતુ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાથી કંપની લોજિસ્ટિક કોસ્ટમાં વધારો કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે તેના માટે ગ્રાહકોને 500 ગ્રામના પેકેજ પર 58 રૂપિયા વધારે આપવા પડશે.

3. ગૂગલ ડ્રાઈવ વધારે સિક્યોર થશે

સપ્ટેમ્બરના ફેરફારમાં ગૂગલ ડ્રાઈવની સિક્યોરિટી પણ સામેલ છે. ગૂગલ અકાઉન્ટ એક્સેસ કરનારા યુઝર્સને હવે કંપની ગૂગલ ડ્રાઈવની વધુ સિક્યોરિટી આપશે. 13 સપ્ટેમ્બરે કંપની નવી સિક્યોરિટી અપડેટ રિલીઝ કરશે.

4. પર્સનલ લોન એપ્સ પર નિયંત્રણ

15 સપ્ટેમ્બરથી ગૂગલ પ્લે સ્ટોર પર નવા નિયમ લાગુ થશે. તે પ્રમાણે, શોર્ટ પર્સનલ લોનવાળી એપ્સ બૅન કરવામાં આવશે. લોનના નામે છેતરપિંડી કરનારી એપ્સ પર કંપની લાલઆંખ કરશે. છેલ્લાં 2 વર્ષમાં આવી એપ્સથી છેતરપિંડની ફરિયાદો વધતા ગૂગલે આ કડક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. હવે એપ ડેવલપર્સે શોર્ટ લોન એપથી જોડાયેલા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા પડશે.

5. ફેક એન્ડ્રોઈડ્સ એપ બૅન થશે

1 સપ્ટેમ્બરથી ગૂગલ નવી પોલિસી લાગુ કરશે. ખોટાં કન્ટેન્ટ પ્રમોટ કરતી એપ્સ પર ગૂગલ કાર્યવાહી કરશે. ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે લાંબાગાળાથી જે એપ્સનો ઉપયોગ નથી થઈ રહ્યો તેને ગૂગલ બ્લોક કરી દેશે.

અન્ય સમાચારો પણ છે...