• Gujarati News
  • Utility
  • Gadgets
  • MediaTek Dimensity 700 5G SoC Unveiled For ‘Mass Market’ Smartphones; MT8192, MT8195 SoCs For Chromebooks Debut

મીડિયાટેકનું નવું 5G પ્રોસેસર:મિડ બજેટ સ્માર્ટફોન માટે ડાયમેન્સિટી 700 પ્રોસેસર બનાવવામાં આવ્યું, લગભગ 18,000ની કિંમતવાળા ફોનમાં ઉપયોગ કરવામાં આવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોડમ તરીકે આ પ્રોસેસરની ડાઉનલોડની સ્પીડ 2.77Gbps સુધીની છે
  • તે ડ્યુઅલ 5G સિમને સપોર્ટ અને ઉપયોગ કરવાની સુવિધા આપશે

તાઈવાનની ટેક કંપની મીડિયાટેકે તેની એક્ઝિક્યુટિવ વર્ચ્યુઅલ કમિટી 2020માં ડાયમેન્સિટી 700 પ્રોસેસર લોન્ચ કર્યું. તે 7nm 5G ચિપસેટ માટે ડિઝાઇન કરવામાં આવેલું લેટેસ્ટ પ્રોસેસર છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેને સ્માર્ટફોન માસ માર્કેટ માટે તૈયાર કરવામાં આવ્યું છે. નવી સિસ્ટમ-ઓન-ચિપ (SoC) મિડ-રેન્જ 5G સ્માર્ટફોનમાં ઉપયોગ કરવામાં આવશે. તે ઉપરાંત મીડિયાટેકે ક્રોમબુક્સ માટે બે ચિપસેટ MT8195 અને MT8192 પણ લોન્ચ કરી છે.

કંપનીએ એવી પણ માહિતી આપી છે કે, તે નવા 5G સ્માર્ટફોન માટે હાઈ-એન્ડ પ્રોસેસર પણ લાવશે, જે 6nm ટેક્નોલોજી અને ARM કોર્ટેક્સ-A78 કોર્સ પર આધારિત હશે.

મીડિયાટેક ડાયમેન્સિટી 700ના સ્પેસિફિકેશન

  • ડિઝાઈનની વાત કરીએ તો મીડિયાટેક ડાયમેન્સિટી 700 લગભગ ડાયમેન્સિટી 720 જેવું લાગે છે. આ ચિપમાં બે હાઈ પરફોર્મંસ ARM કોર્ટેક્સ-A76 કોર્સ છે, જેની મેક્સિમમ ક્લોક સ્પીડ 2.2GHz છે. આ પ્રોસેસર 12GB LPDDR4x રેમની સાથે સપોર્ટ કરશે. તેની મેક્સિમમ ફ્રિક્વન્સી 2,133MHz અને UFS ટૂ-લેન સ્ટોરેજ છે. તેનાથી 1Gbpsની સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકાશે.
  • ડાયમેન્સિટી 700 પ્રોસેસર ARM માલિ-G57 MC3 GPU(ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ) મળશે. આ પ્રોસેસર ફૂલ HD+ ડિસ્પ્લે અને 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ચિપ 64MP (મેગાપિક્સલ) પ્રાઈમરી કેમેરા લેન્સની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેમેરા ફીચર્સ જેમ કે AI બુકેહ, AI કલર અને બ્યુટીને સપોર્ટ કરે છે.
  • મોડમ તરીકે આ પ્રોસેસરની ડાઉનલોડ સ્પીડ 2.77Gbps સુધી છે. જો કે, તેના માટે 5G કનેક્ટિવિટી પ્રોપર હોવું જોઈએ. તે ડ્યુઅલ 5G સિમને સપોર્ટ કરે છે. તે ઉપરાંત યુઝર્સને બંને સિમ પર 5G નેટવર્ક ઉપયોગ કરવાની સુવિધા મળે છે. તે 5G નેટવર્ક પર બેટરી સેવિંગનું પણ કામ કરે છે.
  • આ પ્રોસેસર મલ્ટીપલ વોઈસ અસિસ્ટન્ટ જેમ કે, એમેઝોન એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ અને બેદૂ ડ્યુઅલ OSની સાથે અન્યને સપોર્ટ કરે છે. તે વોઈસ ઓફર ન્યૂ રેકોર્ડ (VoNR) સર્વિસને પણ સપોર્ટ કરે છે.
  • મીડિયાટેકના આ પ્રોસેસરનો ઉપયોગ 2021ના પહેલા ક્વાર્ટરમાં લોન્ચ થનાર 5G સ્માર્ટફોનમાં કરવામાં આવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રોસેસરનો ઉપયોગ 250 ડોલર (લગભગ 18,000 રૂપિયા)ના ફોનમાં કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...