તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PC શિપમેન્ટ પર ચિપની અછતનું ગ્રહણ:વર્ક ફ્રોમ અને ઓનલાઈન સ્ટડીને કારણે ડિમાન્ડ વધી, પરંતુ સપ્લાયમાં 45%નો ઘટાડો આવ્યો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક રિપોર્ટ પ્રમાણે, ગ્લોબલી PC શિપમેન્ટની ડિમાન્ડ વધી રહી છે. તેને કારણે 2021ના પ્રથમ ક્વાર્ટરમાં ચિપની અછત 45% (ઓન યર) વધીને 7.56 કરોડ રૂપિયા થઈ છે. ચિપની અછતને કારણે બીજા ક્વાર્ટરમાં PC બ્રાન્ડ્સ અને ODM (ઓરિજનિલ ડિઝાઈન મેન્યુફેક્ચર)ના શિપમેન્ટ શિડ્યુલ પ્રભાવિત થઈ શકે છે. PCસેગમેન્ટમાં 24% માર્કેટ શેર સાથે લેનોવોએ પ્રથમ ક્વાર્ટરમાં ફરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ 23% માર્કેટ શેર સાથે hp અને 17% માર્કેટ શેર સાથે ડેલ છે.

વર્ક ફ્રોમ હોમને કારણે ડિમાન્ડ વધી
ટેક રિસર્ચ ફર્મ કાઉન્ટર પોઈન્ટના રિસર્ચ પ્રમાણે, PC માર્કેટનો ઓવરઓલ ગ્રોથ મુખ્ય રીતે ગેમિંગ નોટબુકના વધતા જતાં ચલણ, વર્ક ફ્રોમ હોમ અને સ્ટડી ફ્રોમ હોમ સેગમેન્ટની વધતી માગ છે. તેને લીધે ક્રોમબુકના વેચાણમાં વધારો જોવા મળ્યો છે.

ટોપ-6 સેલર માર્કેટમાં પોતાનું સ્થાન જાળવી રાખશે
આ વર્ષનાં બીજા ક્વાર્ટરમાં PC શિપમેન્ટ્સની સંખ્યા પ્રથમ ક્વાર્ટર કરતાં વધારે હોઈ શકે છે. સેમીકન્ડક્ટર એન્ડ કમ્પોનન્ટ્સ ટીમમાં રિસર્ચ એનાલિસ્ટ વિલિયમ લીનું કહેવું છે કે, અમને વિશ્વાસ છે કે ટોપ-6 સેલર 85%થી વધારે માર્કેટ શેર કવર કરશે.

ODM મેઈન કમ્પોનન્ટની અછતને કારણે સમસ્યા
ODM હજુ પણ પાવર મેનેજમેન્ટ IC, ડિસ્પ્લે ડ્રાઈવર IC (ડિસ્પ્લે પેનલ સાથે) અને CPU જેવાં મેઈન કમ્પોનન્ટની અછતનો સામનો કરી રહ્યા છે. લીએ કહ્યું કે, અમને ઓર્ડર (એન્ડ ડિમાન્ડ) અને એક્ચ્યુઅલ શિપમેન્ટ વચ્ચે 20%થી લઈને 30% સુધીનું અંતર જોવા મળ્યું છે. તેનું કારણ જૂન 2020થી શરૂ થતી કમ્પોનન્ટની અછત છે. કેટલાક ચિપ સેલર્સે કહ્યું છે કે ઓડિયો કોડેક IC અને લેન ચિપની માગ આશા જેટલી નથી રહી.

2022ના અંત સુધી ડિમાન્ડ-સપ્લાયનું અંતર ઓછું થશે
PC બ્રાન્ડ અને ODM આ અછત પૂરી કરી શકતા નથી સાથે ઓર્ડર બેકલોગને પણ ક્લીયર કરી શકતા નથી. રિપોર્ટથી આશા છે કે 2022ના જૂન મહિના સુધી ડિમાન્ડ-સપ્લાયનું અંતર સામાન્ય બનતું જશે. આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ગયા વર્ષની સરખામણીએ વધારે ડિમાન્ડ રહેશે.

ચિપની અછતનું કારણ શું છે?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19 મહામારીને કારણે ચિપની અછત વર્તાઈ રહી છે. કોરોનાકાળમાં દુનિયાભરમાં સેલ ફોન્સ અને લેપટોપ સહિતનાં ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસની માગ વધી છે. માર્ચ 2020માં લોકડાઉનને કારણે વાહન કંપનીઓએ ઓર્ડર કેન્સલ કર્યા હતા. અનલોક થવા પર દુનિયાભરમાં ફેક્ટરી ખુલવા લાગી અને ડિમાન્ડ ફરી વધી. તેને કારણે ચિપની ડિમાન્ડ વધતી રહી અને અછત વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...