આ એક ફ્રી એપ છે, એ એન્ડ્રોઇડ, આઇફોન, આઇપેડ, મેક, લિનક્સ અને વિન્ડોઝ સહિતના યુઝર્સ માટે અવેલેબલ છે
સિગ્નલ એપની પ્રાઇવસી પોલિસી પ્રમાણે, એ યુઝરનો કોઈપણ પ્રકારનો ડેટા સ્ટોર કરતી નથી
આ એપમાં ગ્રુપ વિડિયો કોલિંગ, ડિસઅપિયરિંગ મેસેજ, ‘ચેટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ’ જેવાં ફીચર્સ મળે છે
વર્ષ 2021ની શરૂઆત પોપ્યુલર મેસેજિંગ એપ્સ વ્હોટ્સએપના યુઝર્સ માટે સારી રહી નથી. વ્હોટ્સએપ એની કડકાઈ અને ડેટા પ્રાઇવસી સાથે છેડછાડ મુદ્દે ટ્રોલ પણ થઈ રહ્યું છે. વાત એવી છે કે વ્હોટ્સએપે નવી ટર્મ એન્ડ કન્ડિશન મૂકી છે, જેમાં યુઝર્સે ડેટા મુદ્દે ઘણી નવી બાંધછોડ કરવાની રહે છે. જો યુઝર્સ તે શરતો નહિ માને તો તેનું અકાઉન્ટ ડિલીટ થઈ જશે તેવી ધમકી પણ વ્હોટ્સએપે આપી છે. આ માટે વ્હોટ્સએપે યુઝર્સને 8 ફેબ્રુઆરી સુધી વિચારવા માટેનો સમય આપ્યો છે કે તેઓ વ્હોટ્સએપની શરતો માનશે કે પછી પોતાનું અકાઉન્ટ ડિલીટ કરવા માટે તૈયાર છે. એવામાં જો એક નામ જે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું હોય તો એ છે ‘સિગ્નલ પ્રાઈવેટ મેસેન્જર’ એપ. આ એપની ચારેકોર ચર્ચા એટલા માટે થવા લાગી કે ‘ટેસ્લા’ અને ‘SpaceX’ જેવી દિગ્ગજ કંપનીઓના સ્થાપક-માલિક ઇલોન મસ્કે ટ્વીટ કરી સિગ્નલ એપ ઉપયોગ કરવા માટે લોકોને ભલામણ કરી. ઇલોન મસ્કના આ ટ્વીટ બાદ ટેકજગતમાં વ્હોટ્સએપની ટીકા અને સિગ્નલ એપની પ્રશંસા શરૂ થઈ છે.
આવો જાણીએ હાલ સિગ્નલ એપ લોકોની પસંદ કેમ બની રહી છે, એનાં કયાં નવાં ફીચર્સ છે અને એની ગણતરી વ્હોટ્સએપના ઓપ્શન તરીકે કેમ થઈ રહી છે...
સિગ્નલ એપ શું છે? મૂળ અમેરિકાની આ એપ એક પ્રાઈવેટ મેસેજિંગ એપ છે. તેના વિશે મજાની વાત એ છે કે આ કંપનીની સ્થાપના અગાઉ વ્હોટ્સએપના જ કો-ફાઉન્ડર રહી ચૂકેલા બ્રાયન એક્ટને જ (અન્ય એક સાથીદાર મોક્સી મર્લિનસ્પાઇક સાથે મળીને) કરી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર 2010થી એક્ટિવ છે. તે એન્ડ્રોઈડ, આઈફોન, આઈપેડ, મેક, લિનક્સ અને વિન્ડોઝ સહિતના યુઝર્સ માટે અવેલેબલ છે. શરૂઆતમાં બ્રાયન એક્ટને આ એપ માટે 50 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું હતું. હાલ સિગ્નલ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં કોમ્યુનિકેશન કેટેગરીમાં 5મા નંબરે આવી ગઈ છે. ગ્લોબલી એપની ડિમાન્ડ વધતાં ભારતમાં પણ તેનાં ડાઉનલોડની સંખ્યા વધવા લાગી છે. કંપનીએ ટ્વીટ કરી એની માહિતી આપી છે.
સિગ્નલ એપનાં રસપ્રદ ફીચર્સ
આ એપ વ્હોટ્સએપ કરતાં જરા હટકે છે. આ એપ તમામ યુઝર્સ માટે ફ્રી છે. મેઈન વાત એ છે કે કંપની તમારા ડેટાનો એક્સેસ કરી શકતી નથી. વ્હોટ્સએપની જેમ સિગ્નલમાં પણ ‘ચેટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ’ રહે છે, એટલે જો તમે વ્હોટ્સએપની નવી પોલિસીમાં હજુ NOT NOW ઓપ્શન સિલેક્ટ કર્યું છે અને તમે તમારી પ્રાઈવસી માટે કન્સર્ન છો તો આ એપ સારો વિકલ્પ છે. પ્રાઈવસી કમિટેડ આ એપમાં તમારા વોઈસ ઓડિયો, સ્ટિકર, અટેચમેન્ટ, પ્રોફાઈલ ફોટો અને લોકેશન પિન સહિતની ડિટેલ ઈન્ક્રિપ્ટેડ રહે છે.
સિગ્નલ એપમાં પણ વ્હોટ્સએપની જેમ જ યુઝર્સ અન્ય યુઝર્સને મેસેજ મોકલી શકે છે, ઓડિયો અને વિડિયો કોલ કરી શકે છે, સાથે જ ફોટો, વિડિયો અને લિંક્સ પણ શેર કરી શકે છે. તાજેતરમાં જ એમાં ગ્રુપ વિડિયો કોલિંગ ફીચર પણ ઉમેરાયું છે. જોકે હાલ તેની લિમિટ 150 મેમ્બર્સની છે.
જો તમે પ્રાઈવસી લવર્સ છો તો આ એપ તમારા કામની છે. સિગ્નલમાં વ્હોટ્સએપની જેમ એડમિન યુઝર્સની પરવાનગી વિના ગ્રુપમાં મેમ્બર એડ કરી શકતો નથી. એના માટે અન્ય યુઝર્સને ઈન્વિટેશન સેન્ટ કરવાનું રહેશે અને જો અન્ય યુઝર્સ આ ઈન્વાઈટ એક્સેપ્ટ કરશે તો તે ગ્રુપમાં એડ થશે.
પ્રાઈવસીને ધ્યાનમાં રાખી સિગ્નલે પણ ડિસઅપિયરિંગ મેસેજ ફીચર લોન્ચ કર્યું છે. યુઝર 5 સેકન્ડથી 1 અઠવાડિયાનો સમય નક્કી કરી શકે છે. આ ટાઈમ લિમિટ પૂરી થયા બાદ મેસેજ આપમેળે ચેટમાંથી ડિલિટ થઈ જશે.
સિગ્નલ એપ 7 પ્રકારની પરમિશન માગે છે, પરંતુ કંપનીએ યુઝરનો ડેટા એક્સેસ કરવાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. સિગ્નલ એપની પ્રાઈવસી પોલિસી પ્રમાણે, એ યુઝરનો કોઈપણ પ્રકારનો ડેટા સ્ટોર કરતી નથી.
ચેટ બેક અપ વ્હોટ્સએપની જેમ સિગ્નલ એપમાં ચેટ બેક અપ થર્ડ પાર્ટી એપ પર પોસિબલ નથી અર્થાત જો તમે એક વાર તમારો ફોન ખોઈ નાખ્યો તો તમારી ચેટનું બેકઅપ આઈક્લાઉડ કે પછી ગૂગલ ડ્રાઈવથી લઈ શકશો નહિ. જોકે એપ ફોનમાં જ ઈન્ક્રિપ્ટેડ ચેટ સેવ કરે છે. તેનો એક્સેસ માત્ર યુઝર્સ પાસે જ રહેશે. એપ એટલી હદે સિક્યોર છે કે તે તમારી કોન્ટેક્ટ ડિટેલ પણ તેના સર્વર પર સેવ કરતી નથી.
ઈન્કોગ્નિટો કીબોર્ડ સિગ્નલ એપમાં એક એક્સ્ટ્રીમ લેવલનું પ્રાઈવસી ફીચર ‘ઈન્કોગ્નિટો કીબોર્ડ’ મળે છે. લીડિંગ મેસેજિંગ પ્લટફોર્મમાં આવું કોઈ ફીચર મળતું નથી. આ ફીચરથી એપ તમારા કીબોર્ડ ટાઈપિંગને ફોલો નહિ કરે. એપનું સ્ક્રીન સિક્યોરિટી ફીચર અન્ય એપમે સિગ્નલ એપના વિન્ડોમાં જોતા અટકાવશે કે તમે શું ટાઈપ કરી રહ્યા છો.
તમારું અકાઉન્ટ વેરિફાય થયા બાદ તમારું નામ લખી Next પર ટેપ કરો.
આ સ્ટેપ બાદ તમે એપ એક્સેસ કરી શકશો.
વ્હોટ્સએપને બદલે સિગ્નલ એપ વાપરવાનાં કારણો
વ્હોટ્સએપ ફેસબુકના માર્ક ઝકરબર્ગની માલિકીની છે. તેની સામે સિગ્નલ એપ કોઇપણ મોટી કોર્પોરેટ કંપનીની માલિકીની નથી. બલકે તે ‘સિગ્નલ મેસેન્જર LLC’ નામની નોન-પ્રોફિટ સંસ્થાની માલિકીની છે. આ એપનું ડેવલપમેન્ટ પણ સિગ્નલ યુઝર્સ દ્વારા મળેલી ગ્રાન્ટ્સ અને ડોનેશનમાંથી કરવામાં આવ્યું છે.
‘પ્રાઇવસી ફર્સ્ટ’નો સિદ્ધાંત ધરાવતી આ સિગ્નલ એપ બધા જ સોર્સ કોડ યાને કે એપનું આખું બંધારણ જાહેરમાં ઉપલબ્ધ છે. જેથી આ એપની અંદર શું છે, તે કયા ડેટાનો એક્સેસ કરે છે તે પણ જાણી શકાય છે.
આપણો પ્રોફાઇલ ફોટો, મેસેજ, ઓડિયો-વીડિયો કૉલ, ફોટો, અટેચમેન્ટ, સ્ટિકર્સ, લોકેશન પિન, GIF સહિત બધું જ સિગ્નલ એપમાં ઇન્ક્રિપ્ટેડ છે.
સિગ્નલ એપમાં એકઠા થતા આપણા ડૅટાનો બેકઅપ આપણા સિવાય કોઇને પણ મળતો નથી. તે આપણા ડિવાઇસમાં ઇન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં સ્ટોર થાય છે, જેની ચાવી માત્ર આપણી પાસે જ રહે છે. વ્હોટ્સએપથી વિપરિત આ એપ આપણો કોઇપણ ડેટા પોતાના સર્વરમાં પણ સ્ટોર કરતું નથી.
10 સેકન્ડથી લઇને એક અઠવાડિયા સુધીનો કોઇપણ સમય સિલેક્ટ કરીને સિગ્નલ એપમાં ડિસઅપિયરિંગ ફીચરમાં આપણા મેસેજ આપમેળે ડિલીટ થઈ જાય તે સગવડ ઑન કરી શકાય છે. માત્ર એક જ વખત જોઈ શકાય તેવી વન ટાઇમ વ્યુએબલ મીડિયાની સગવડ આજની તારીખે પણ વ્હોટ્સએપમાં નથી. ડિસઅપિયરિંગ મેસેજનું ફીચર પણ વ્હોટ્સએપમાં હવે છેક આવ્યું છે.
બહુ ઓછા લોકો જાણે છે કે આપણે મોબાઇલમાં જે ટાઇપ કરીએ છીએ તે પણ સ્ટોર થતું રહે છે. સિગ્નલ એપમાં ‘ઇનકોગ્નિટો કીબોર્ડ’નું ફીચર છે, જે આપણા કીબોર્ડ પર ટાઇપ થતી વાતોને યાદ રાખતું નથી.
સિગ્નલના એન્ડ્રોઇડ વર્ઝનમાં ‘સ્ક્રીન સિક્યોરિટી’ નામનું એક ફીચર પણ સરસ છે. આપણા ફોનમાં રહેલી બીજી કોઈ એપ સિગ્નલમાં આવીને આપણી એક્ટિવિટી પર ડોકિયાં કરતું હોય, તો તરત જ તેને અટકાવી દે છે.