ન્યૂ લોન્ચ:ડેલએ કમર્શિયલ યુઝ માટે 10 લેપટોપ લોન્ચ કર્યાં, એપ સિક્યોરિટી માટે ઓટોમેટિક વેબકેમ સહિતનાં ફીચર્સ મળશે
- આ લેપટોપમાં 11th જનરેશન ઈન્ટેલ કોર વીપ્રો પ્રોસેસર સાથે 5G LTE કનેક્ટિવિટી મળે છે
- લેટિટ્યુડ 9420 બિલ્ટ ઈન સ્પીકરફોન અને કેમેરા એનહેન્સમેન્ટથી સજ્જ છે
ડેલ કંપનીએ કમર્શિયલ યુઝ માટે લેપટોપની મોટી રેન્જ લોન્ચ કરી છે. કંપનીએ લેટિટ્યુડ, પ્રિસિશન અને ઓપ્ટિપ્લેક્સ સિરીઝના કુલ 10 લેપટોપ લોન્ચ કર્યાં છે. તેમાં બેઝિક વેરિઅન્ટની કિંમત 43,000 રૂપિયા અને હાઈ એન્ડ વેરિઅન્ટની કિંમત 1,45,000 રૂપિયા છે. તેમાં 11th જનરેશન ઈન્ટેલ કોર વીપ્રો પ્રોસેસર સાથે 5G LTE કનેક્ટિવિટી મળે છે.
ડેલના નવાં લેપટોપની પ્રારંભિક કિંમત
સિરીઝ/મોડેલ | કિંમત (રૂપિયામાં) |
લેટિટ્યુડ 7320 | 85,000 |
લેટિટ્યુડ 7410 ક્રોમબુક | 94,500 |
લેટિટ્યુડ 7420 | 90,000 |
લેટિટ્યુડ 9420 | 1,36,000 |
લેટિટ્યુડ 9520 | 1,45,000 |
લેટિટ્યુડ 5320 | 77,500 |
પ્રિસિશન 3560 | 74,500 |
ઓપ્ટિપ્લેક્સ 7090 અલ્ટ્રા | 47,500 |
ઓપ્ટિપ્લેક્સ 3090 અલ્ટ્રા | 43,000 |
ઓપ્ટિપ્લેક્સ 5090 | 46,500 |
ડેલ લેટિટ્યુડ લેપટોપનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન
- લેટિટ્યુડ 9420 અને 9520માં સિક્યોરિટીના એડવાન્સ ફીચર મળે છે. તેમાં ઓટોમમેટિક વેબકેમ મળે છે. અર્થાત એપ્લિકેશન ઓપન થવા પર કેમેરા શટર ઓટોમેટિકલી ઓપન થશે. અર્થાત યુઝર સંપૂર્ણ રીતે સિક્યોર રહેશે.
- લેટિટ્યુડ 9420 બિલ્ટ ઈન સ્પીકરફોન અને કેમેરા એનહેન્સમેન્ટ સાથે આવે છે. તે ઓટોમેટિકલી લાઈટ કરેક્શન સાથે બેકગ્રાઉન્ડ બ્લર કરે છે. આ દુનિયાનું પ્રથમ એવું pc છે જે એક્સપ્રેસ સાઈન ઈન 2.0 અનેબલ છે. આ ઈન્ટેલ વિઝ્યુલ સેન્સિંગ ટેક્નોલોજી સાથે આવે છે. તે ફાસ્ટ સ્પીડ સપોર્ટ કરે છે.
- લેટિટ્યુડ 9420 ઈન્ટેલ 11th જનરેશન કોર vPro પ્રોસેસર સાથે આવે છે. તેને ઈન્ટેલ ઈવો પ્લેટફોર્મ પર ડેવલપ કરાયું છે. તેમાં મલ્ટિ ટાસ્કિંગ માટે વાઈફાઈ 6E અથવા 5G LTEના ઓપ્શન મળે છે.
- લેટિટ્યુડ 9520 સૌથી નાનું અલ્ટ્રા પ્રીમિયમ બિઝનેસ 15 ઈંચનું લેપટોપ છે. તેમાં ઈન્ફિનિટી એજ સ્ક્રીન 14 ઈંચના નાનાં લેપટોપ ફૂટપ્રિન્ટમાં વધારે વર્કિંગ એરિયા આપે છે.