• Gujarati News
  • Utility
  • Gadgets
  • Delhi's Aditi Wins Rs 22 Lakh Prize By Finding Bugs In Microsoft's Cloud Platform, Learns Programming Language With The Help Of YouTube

ભારતીય યુવતીની કમાલ:દિલ્હીની અદિતિએ માઈક્રોસોફ્ટના ક્લાઉડ પ્લેટફોર્મમાં બગ શોધીને 22 લાખનું ઈનામ જીત્યું, યુટ્યુબની મદદથી પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણી મોટી ટેક કંપનીઓ તેમની સિસ્ટમમાં બગ શોધવા માટે મોટી રકમ ઈનામ તરીકે ઓફર કરતી હોય છે. હવે માઇક્રોસોફટને લગતા આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. માઈક્રોસોફ્ટના પ્લેટફોર્મમાં બગ શોધવાને કારણે દિલ્હીમાં રહેતી 20 વર્ષની અદિતિ સિંહને 30 હજાર ડોલર (લગભગ 22 લાખ રૂપિયા)થી વધારેનું ઈનામ મળ્યું છે. અદિતિ સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ છે. આ તેના જીવનનું સૌથી મોટું ઈનામ પણ છે.

અદિતિએ માઈક્રોસોફ્ટના Azure ક્લાઉડ પ્લેટફોર્મમાંથી એક RCE (રિમોટ કોડ એક્ઝિક્યુશન) બગ શોધી કાઢ્યો હતો, જે સિક્યોરિટીને ગંભીર રીતે અસર કરી શકતો હતો. જો કે, આ બગ વિશે વધુ જાણકારી સામે નથી આવી. અદિતિને ફેસબુક, માઈક્રોસોફ્ટ અને ગૂગલના હોલ ઓફ ફેમમાં પણ સ્થાન મળ્યું છે.

MapMyIndiaમાં સાઈબર સિક્યોરિટીની જોબ કરે છે
અદિતિ છેલ્લા એક વર્ષથી બગ બાઉન્ટિ હન્ટિંગ કરી રહી છે. સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માં BCAની ડિગ્રી કોર્સમાં એડમિશન લીધું અને તેની સાથે MapMyIndiaમાં એક સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. તે જાવા સ્ક્રિપ્ટ, MySQL અને અન્ય પ્રોગ્રામિંગ લેંગ્વેજને ગૂગલ પર સર્ચ કરીને અને યુટ્યુબ પર વીડિયો જોઈને શીખી. તે બગ બાઉન્ટિ પણ શીખી.

ઈન્ટરનેટની મદદથી ઘણી વસ્તુઓ શીખી
અદિતિ જણાવે છે કે, પ્રોગ્રામિંગ અને સાયબર સિક્યોરિટી વિશે શીખવા માટે કમ્પ્યુટર સાયન્સની ડિગ્રીની જરૂર નથી હોતી. ઓનલાઈન ઘણા પ્રકારના રિસોર્સિસ ઉપલબ્ધ છે અને બગ બાઉન્ટિ માટે IITની ડિગ્રી હોવી જરૂરી નથી. જો કોઈ એથિકલ હેકિંગ વિશે શીખવા માગે છે તો તે ઈન્ટરનેટ પર વસ્તુ સર્ચ કરી શકે છે અને Javascript અથવા Pythonથી શરૂઆત કરી શકે છે. બાદમાં એથિકલ હેકિંગને લઈને સર્ટિફિકેટ કોર્સ કરી શકાય છે.

ફેસબુકમાં પણ બગ શોધ્યો હતો
અદિતિ ટિકટોક અને ફેસબુકમાં પણ બગ શોધી ચૂકી છે. તેના માટે ફેસબુકે તેને 7,500 ડોલર (લગભગ 5.40 લાખ રૂપિયા)નું ઈનામ આપ્યું હતું. વિવિધ બાઉન્ટિ પ્રોગ્રામથી તે અત્યાર સુધી લગભગ 44 લાખ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. ટેક કંપનીઓ બાઉન્ટિ પ્રોગ્રામનું આયોજન કરતી રહે છે. આવી સ્થિતિમાં જો કોઈ ખામીનો રિપોર્ટ યુઝર્સ કંપનીને સબમિટ કરે છે અને તે ખામી હકીકતમાં જોવા મળે છે તો યુઝર્સને ઈનામ આપવામાં આવે છે.