લગભગ તમામ વ્હોટ્સએપ યુઝર્સને ખબર હશે કે કોઈ ટેક્સ્ટ મેસેજ કે અન્ય કોઈપણ ફાઈલ ભૂલથી અન્ય યુઝર્સ અથવા ગ્રુપમાં સેન્ટ થઈ જાય તો એને બંને તરફથી ડિલિટ કરવા માટે 'DELETE FOR EVERYONE' ઓપ્શન અવેલેબલ છે, પરંતુ એની પોતાની લિમિટ પણ છે. આ ઓપ્શન મેસેજ સેન્ડ કર્યાના 1 કલાક સુધી જ એક્ટિવ રહે છે. ત્યાર બાદ માત્ર 'DELETE FOR ME' જ ઓપ્શન એક્ટિવ રહે છે. જો તમારે 1 કલાક બાદ અથવા વર્ષો જૂના મેસેજ માટે 'DELETE FOR EVERYONE' ઓપ્શન યુઝ કરવો હોય તો અમે તમારા માટે જોરદારની ટેક ટિપ્સ લઈને આવ્યા છે. આવો, તેની શરૂઆત કરીએ...
માની લો કે 16 સપ્ટેમ્બર 2020એ 2:11pmએ મોકલેલો મેસેજ તમે તમારી અને અન્ય યુઝર્સ બંને તરફથી ડિલિટ કરવા માગો છો અર્થાત 22 સપ્ટેમ્બરથી 5 દિવસ જૂનો મેસેજ ડિલિટ કરવા માગો છો. ડિલિટ કરવા માગતા મેસેજ પર લોન્ગ પ્રેસ કરવાથી Cancle અને DELETE FOR ME આ બે ઓપ્શન જોવા મળશે અર્થાત તમે માત્ર તમારા તરફથી આ મેસેજ ડિલિટ કરી શકશો.
જો તમે બંને તરફથી મેસેજ ડિલિટ કરવા માગો છો તો એના માટે આ સ્ટેપ ફોલો કરો...
5. હવે ફરી જે મેસેજ અથવા કોઈપણ કન્ટેન્ટ ડિલિટ કરવું છે એના પર જાઓ અને એ દિવસની તારીખ અને મેસેજનો ટાઈમ નોટ કરી લો, કારણ કે એ કામમાં આવશે. ફરી સેટિંગમાં જઈ Date and time ઓપ્શન પર જાઓ. એમાં Use Netowrk Provided Time Zone, Time Zone અથવા Automatic Date and time ઓપ્શન ઓફ્ફ કરો.
નોંધ: ફોન પ્રમાણે આ ઓપ્શન અલગ અલગ હોઈ શકે છે
7. હવે અહીં તમારે Date ફરી સેટ કરવી પડશે, જે અગાઉ નોટ કરી મેસેજ ડિલિટ કરવાની Date (16 સપ્ટેમ્બર 2020) સબમિટ કરો.
8. આ જ રીતે ટાઈમ સેટ કરો (ઉદાહરણ તરીકે 2:11pmનો મેસેજ ડિલિટ કરવાનો છે તો એની 5થી 10 મિનિટ પહેલાંનો સમય સેટ કરો.).
9. હવે ફરી વ્હોટ્સએપ પર જાઓ. તો 16 સપ્ટેમ્બરને બદલે Today જોવા મળશે.
10. હવે તમે મેસેજ ડિલિટ કરવા માટે લોન્ગ પ્રેસ કરશો તો તમને 'DELETE FOR ME'ને બદલે 'DELETE FOR EVERYONE'નો ઓપ્શન જોવા મળશે. હવે તમે 'DELETE FOR EVERYONE'ની પસંદગી કરી મેસેજ ડિલિટ કરી દો.
11. ડિલિટ કર્યા પછી ઈન્ટરનેટ ઓન કરી ફરી Date and time પર જઈ આજની ડેટ અને ટાઈમની પસંદગી કરવાનું ન ભૂલો.
નોંધ: આ ટ્રિક વ્હોટ્સએપના લેટેસ્ટ વર્ઝન પર જ કામ કરશે, તેથી વ્હોટ્એપ અપડેટ કરવાનું ન ભૂલો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.