લેનોવોની ઓનરશિપ ધરાવતી કંપની મોટોરોલાએ ભારતમાં તેનું નવું ટેબ્લેટ ' મોટો ટેબ g20' લોન્ચ કર્યું છે. મોટોરોલાના આ ટેબ્લેટની ટક્કર રિયલમી ટેબ અને સેમસંગ ટેબ સાથે થશે. ઓનલાઈન ક્લાસિસ માટે આ ટેબ્લેટ લોન્ચ થયું છે. મોટો ટેબ g20માં પ્યોર એન્ડ્રોઈડ OS મળે છે. આ ટેબ્લેટ સ્લીક મેટલ ફિનિશિંગ સાથે આવે છે. આ ફિનિશિંગથી તેનો લુક પ્રીમિયમ બને છે.
'મોટો ટેબ g20'ની કિંમત
મોટોરોલાના આ ટેબની કિંમત 10,999 રૂપિયા છે. 2 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકાશે. એક્સચેન્જ ઓફર હેઠળ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
' મોટો ટેબ g20'નાં ફીચર અને સ્પેસિફિકેશન
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.