શું MX Player અન્ય OTT પ્લેટફોર્મ્સ સાથે જોડાશે?:એમેઝોન કે નેટફ્લિક્સ સાથે વાતચીત, ટ્રેડનો દાવો - વલ્ગર કન્ટેન્ટને કારણે નુકસાન થયું

3 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

દેશનાં પ્રમુખ OTT પ્લેટફોર્મ MX Playerની અન્ય પ્લેટફોર્મ્સ સાથે જોડાવવાનાં સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ તે કોન્સોલિડેશન એમેઝોન કે નેટફ્લિક્સ પાસે હોઈ શકે છે. આ માટે પેપરવર્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

MX Player બંધ કેમ થઈ રહ્યું છે, તેના પર પણ એક્સપર્ટ્સ પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે. લોકપ્રિય ટ્રેડ એક્સપર્ટ ગિરિશ વાનખેડે જણાવે છે કે, એવી ચર્ચા તો પહેલા જ થઈ રહી હતી કે, ચેનલ બંધ થઈ ગઈ છે કે પછી તેનું કોઈ બીજા OTT પ્લેટફોર્મ સાથે મર્જર થઈ ગયુ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં MX Takatak નું શેરચેટ સાથે મર્જર થઈ ગયુ હતું.

શું વધુ વલ્ગર કન્ટેન્ટનાં કારણે જાહેરાતકારો અલગ થયા?
MX Playerનાં બિઝનેસ મોડ્યુલ વિશે ગિરીશ વધુમાં કહે છે, ‘જે તેની પેરેન્ટ કંપની છે, તેની પાસે જાહેરાતકારોની એક લાઇન છે. તે તમામ સારા કન્ટેન્ટને સ્પોન્સર કરે છે. MX પ્લેયરે પ્રેક્ષકોને એકત્રિત કરવા માટે પહેલા પ્રીમિયમ કેટેગરી શરૂ કરી. ત્યારબાદ પ્રીમિયમ કેટેગરીના શો મોટા ભાવે વેચાયા હતા. તેનાથી સમસ્યા એ વધી કે, તેમની પાસે વલ્ગર કન્ટેન્ટ વધી ગયું.

MX પ્લેયરે બાલાજીની આવી બધી સામગ્રી હસ્તગત કરી. આવી સ્થિતિમાં, તેની પેરેન્ટ કંપની જેની પાસે આદરણીય જાહેરાતકારો હતા તેણે MX પ્લેયરમાં જોડાવાનું ટાળવાનું શરૂ કર્યું. છેલ્લા બે-ત્રણ વર્ષમાં MX પ્લેયરમાં અમુક જ કન્ટેન્ટ આવ્યા છે, જે સારા રહ્યા છે. જેમાં, આશ્રમ, શિક્ષા મંડળ, ભૌકાલ જેવા નામ છે.

ક્વોલિટી કન્ટેન્ટની કમી નુકશાનનું સૌથી મોટુ કારણ બન્યું
ટ્રેડ એક્સપર્ટ ગિરિશનું એવુ માનવુ છે કે, ફ્રી સબસ્ક્રિપ્શન મોડેલથી નુકશાન જ થાય છે. ગિરિશનાં મત મુજબ આ પ્લેટફોર્મે પોતાના પ્રીમિયમ કન્ટેન્ટને દેખાડવા માટે ઈ-મેલ રાખવાની પણ જરુરિયાત ખતમ કરી દીધી છે. એવામાં વિશ્વાસપાત્ર સબસ્ક્રાઈબર MX પ્લેયરમાંથી છટકી ગયા. પ્રીમિયમ કેટેગરી 1-2% દર્શકોને જ જકડી રાખવામાં સફળ રહ્યું.

બાકી તો તેની પાસે US, કોરિયા વગેરે દેશોનાં ડબ વર્ઝનવાળા કન્ટેન્ટ જ વધ્યા હતા. તેને જોવાવાળા લોકોની સંખ્યા સીમિત હતી. MX પ્લેયરે ક્વોલિટી કન્ટેન્ટ તરફ જોર વધાર્યું છે.

ઉદાહરણ તરીકે, એમેઝોન પ્રાઈમની પાસે ફ્રી કન્ટેન્ટ માટે એમેઝોન મીની છે. સબસ્ક્રિશન માટે પ્રાઈમ વીડિયો છે. તેઓએ ફ્રી કન્ટેન્ટમાં પણ નબળું કન્ટેન્ટ નહોતુ રાખ્યુ. તેમાં પણ ક્વોલિટી કન્ટેન્ટ પર જ ફોકસ કર્યું. આ બાબતે MX Player ચૂકી ગયું અને કદાચ તેના કારણે જ અત્યારે નુકશાન ભોગવી રહ્યુ છે.

મોટી OTT કંપનીઓ સાથે ફાયદાની શોધમાં છે?
કેટલાક વેપાર નિષ્ણાતો MX પ્લેયરની તાકાતનો દાવો કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે, ‘કોન્સોલિડેશનમાં બેથી ત્રણ મહિનાનો સમય લાગશે. MX પ્લેયર બે મોટા OTT પ્લેટફોર્મ સાથે ભાગીદારીની તકો શોધી રહ્યું છે. વેબ સિરીઝ ‘ઝખ્મ’ની બીજી સીઝન આવી રહી છે. તે સિવાય બે-ત્રણ મહિનામાં બિગ બજેટ ઓરિજિનલ શોની જાહેરાત પણ થવાની છે. ‘આશ્રમ’ની આગામી સિઝન ક્યારે આવશે? તેની ચર્ચાઓ ચાલી રહી છે. સુનીલ શેટ્ટીની વોરિયર હન્ટ અને ધારાવી બેંકનું કોલાબ્રેશન પણ MX પ્લેયર સાથે છે. ’

દેશ-વિદેશનાં 600 મિલિયન એક્ટિવ યૂઝર્સ
MX પ્લેયરનાં સપોર્ટમાં એક્સપર્ટ્સનું કહેવું છે કે, ‘સવાલ એ છે કે તે પ્રોજેક્ટ પર સ્લિગ કન્ટેન્ટમાં ફેરફાર લોકડાઉન બાદ જ કરવામાં આવ્યો હતો. હકીકતમાં, MX પ્લેયર લોન્ચ કોવિડનાં થોડા સમય પહેલા જ થયુ હતુ. ત્યારબાદ લોકડાઉન આવ્યું. આવી સ્થિતિમાં, ઓરિજિનલ કન્ટેન્ટ બનાવવાનો સમય નહોતો. જેના કારણે અન્ય OTT કે પ્રોડ્યુસર્સ પાસેથી કન્ટેન્ટ મેળવવું પડતું હતું.

અલબત્ત, એવુ કન્ટેન્ટ લેવામાં આવ્યુ હતુ કે, જેથી સામૂહિક પ્રેક્ષકોને નિશાન બનાવી શકાય પરંતુ, લોકડાઉન હટાવતા જ તે બધું હટાવી લેવામાં આવ્યું હતું. MX પ્લેયરનાં ભારતમાં 250 મિલિયન એક્ટિવ યૂઝર છે, જ્યારે વિદેશમાં 350 મિલિયન એક્ટિવ યૂઝર છે. MX વિદેશી ફીચર પણ લોકપ્રિય રહ્યું છે. ગયા વર્ષે ત્રણ મોટા પ્રોજેક્ટ આ પ્લેટફોર્મ પર આવ્યા હતા.