ચેકપોઇન્ટનો રિપોર્ટ:ગયા વર્ષે હેકર્સનાં ધ્યાનમાં સૌથી વધારે હેલ્થ ઓર્ગેનાઇઝેશન રહ્યા, દર 10 સેકન્ડે એક સાયબર અટેક થયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગયા વર્ષે કોરોનાવાઇરસનો કહેર આખી દુનિયામાં ફેલાયો હતો. તેવામાં હોસ્પિટલ અને હેલ્થકેર ઓર્ગેનાઇઝેશને આ મહામારી સામે લડવા માટે તેમનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા. જો કે, હેકર્સના નિશાના પર સૌથી વધારે હેલ્થ ઓર્ગેનાઇઝેશન જ રહ્યા. સાઈબર સિક્યોરિટી ફર્મ ચેકપોઇન્ટના રિપોર્ટ પ્રમાણે, 2020માં હેલ્થકેર સેક્ટર પર થનારા અટેકમાં 37% વધારો થયો. તો, દર સેકન્ડે એક ઓર્ગેનાઇઝેશન પર સાયબર અટેક થયો.

નવેમ્બર અને ડિસેમ્બરમાં સૌથી વધારે અટેક
કંપનીએ પોતાના 2021 સિક્યોરિટી રિપોર્ટમાં કહ્યું કે, નવેમ્બર અને ડિસેમ્બર 2020માં દુનિયાભરમાં હેલ્થકેર ઓર્ગેનાઇઝેશનને સૌથી વધારે ટાર્ગેટ કરવામાં આવ્યા. આ દરમિયાન સાયબર હુમલામાં 45% વધારો જોવા મળ્યો. આ દરમિયાન બીજા સેક્ટરમાં પણ અટેક ડબલ થયા.

અમેરિકન હેલ્થકેર ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરી
ચેકપોઇન્ટ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે, ઓક્ટોબરમાં અમેરિકન હેલ્થકેર ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે ટાર્ગેટ કરવામાં આવી. સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં 71% સાયબર અટેક વધી ગયા. હોસ્પિટલ અને હેલ્થકેર ઓર્ગેનાઇઝેશનને સૌથી વધારે સેનમનવેરનો સામનો કરવો પડ્યો.

ડેટા ચોરી અને ફાઈલ પર અટેક
રેનસમવેરની પાછળ હેકર ટેક્નિક છે, તેને ડબલ-એક્સ્ટોર્શન રૂપે ઓળખવામાં આવે છે. સાઇબરક્રિમિનલે મલ્ટી-સ્ટેજ રેનસમવેર અટેક કર્યા હતા. તેમાંપીડિતોની ડેટા ચોરી અને ફાઈલને સાથે છેડછાડ સામેલ હતી.

ડેટાને બદલે રૂપિયા માગ્યા હતા
રિપોર્ટ પ્રમાણે, હેકર્સ લોકોનો ડેટા ચોરીને રૂપિયા માગે છે. તેમને પેમેન્ટ ના આપવામાં આવે તો ડેટા જાહેર કરી દેવાની ધમકી આપે છે. હેકર્સની આવી ધમકી જોઈને પીડિત તેને રૂપિયા આપવા તૈયાર થઇ જાય છે.

દર 10 સેકન્ડમાં સાયબર અટેક થાય છે
ચેકપોઇન્ટ જણાવ્યું કે, 2020ના ત્રીજા ક્વાર્ટરમાં આ ઓર્ગેનાઇઝેશન પર ડેટા ચોરવા અને રેનસમવેરનું સૌથી વધારે જોખમ છે. કંપનીનાં જણાવ્યા પ્રમાણે, દુનિયામાં દરેક નવું ઓર્ગેનાઈઝેશન દર 10 સેકન્ડમાં રેનસમવેરનો શિકાર થાય છે.