અલર્ટ:ઓક્સિજન લેવલ ચેક કરવાનો દાવો કરતી ફેક એપ્સ તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે, આવી ફેક એપ્સથી બચવા આ ટિપ્સ ફોલો કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્વિક હીલ કંપનીના રિસર્ચરે પ્લે સ્ટોર પર ફેક ઓક્સિમીટર એપ ડિટેક્ટ કરી
  • આ ફેક એપ પર્સનલ અને ફાઈનાન્શિયલ ડિટેલ ચોરી કરી રહી છે

કોરોના વાઈરસનો કહેર યથાવત છે. તેવામાં સ્વાસ્થ્ય પર નજર રાખતાં ગેજેટ્સની ડિમાન્ડમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. બીજી લહેરમાં ઓક્સિમીટરની ડિમાન્ડ અધધ વધી છે. સાથે જ તે રિલેટેડ એપ્સ પણ લોકો મન મૂકીને ડાઉનલોડ કરી રહ્યા છે. જો તમે પણ ઓક્સિમીટર એપ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. સિક્યોરિટી ફર્મ ક્વિક હીલના રિસર્ચર્સે ગૂગલ પ્લે સ્ટોર પર આવી ફેક એપ્સ ડિટેક્ટ કરી છે.

આ ફેક ઓક્સિમીટર એપ્સ તમારા શરીરનાં ઓક્જિન લેવલનું મોનિટરિંગ કરતી હોવાનો દાવો કરે છે. તે ભલે તમારાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી હોય પરંતુ તમારું ખિસ્સું જરૂર ખાલી થઈ શકે છે. આ ફેક એપ તમારી પર્સનલ અને ફાઈનાન્શિયલ ડિટેલ ચોરી કરે છે. હેકર્સ તેની મદદથી તમારા પૈસા ચાઉં કરી શકે છે.

થર્ડ પાર્ટી એપ્સ ટાર્ગેટ
ક્વિક હીલની ટીમે અલર્ટ કરતાં કહ્યું કે હેકર્સ તમારા સ્માર્ટફોન સુધી પહોંચવા માટે થર્ડ પાર્ટી એપ્સ સાથે કેટલાક ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. હેકર્સ એવી એપ્સને ટાર્ગેટ કરી રહ્યા છે જે પહેલાંથી જ પ્લે સ્ટોર પર અવેલેબલ છે. તે ભલે ફ્રી હોય કે પેઈડ. કંપનીએ આ ફેક એપ ડિટેક્ટ કરી છે:

  • Oxygen Saturation Checker.apk
  • Oximeter O2
  • vaccine Registration

અનનોન લિંક પર ક્લિક કરતાં બચો
રિસર્ચ ટીમે જણાવ્યું કે સાયબર હેકર્સ હંમેશાં તમારા સ્માર્ટફોનમાં ઘુસી ડેટા ચોરી કરવાના પ્રયાસમાં લાગેલા હોય છે. તેવામાં યુઝરે અલર્ટ રહેવાની જરૂર છે. યુઝર્સે અનનોન લિંક ક્લિક કરવાથી બચવું જોઈએ. જો SMS દ્વારા કોઈ એપ ડાઉનલોડ કરવાની લિંક મળે છે તો આવા SMSને ડિલીટ કરો. આ પ્રકારની કોઈ પણ લિંક પર ક્લિક કરવું નહિ.

સાયબર અટેકથી બચવા માટે આ ટિપ્સ અપનાવો

  • જે મેલ વિશે તમે અજાણ છો તેને કોઈ પણ ડિવાઈસ પર ઓપન ન કરો.
  • પેન ડ્રાઈવ, એક્સટર્નલ હાર્ડ ડિસ્કને તમારી પર્સનલ સિસ્ટમમાં ઉપયોગ કરવાથી બચો.
  • ફેસબુક, લિંક્ડઈન, ટ્વિટર અથવા અન્ય સોશિયલ મીડિયાની શેર થયેલી લિંક ઓપન ન કરો.
  • તમારા ફોનમાં અનનોન સોર્સ પરથી SMS થ્રુ આવતી લિંક ક્યારેય ઓપન ન કરો.
  • કોઈ પણ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો.
  • કોઈ પણ પ્રકારની apk અથવા zip ફાઈલ ડાઉનલોડ કરતાં બચો.
  • તમારા ફોન અથવા pcમાં એન્ટિવાઈરસ ઈન્સ્ટોલ કરાવો.

સૌથી સસ્તું ઓક્સિમીટર
કોરોનાની બીજી લહેરથી ઓક્સિમીટરની ડિમાન્ડમાં વધારો થયો છે. તેવામાં Detel એ દુનિયાનું સૌથી સસ્તું પલ્સ ઓક્સિમીટર લોન્ચ કર્યું છે. Detel Oxy10ની એક્ચ્યુઅલ કિંમત 3999 રૂપિયા છે, પરંતુ કંપની ઓફર હેઠળ તેને 299 રૂપિયામાં આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...