Realme Watch 3 ભારતમાં લોન્ચ:પહેલાં સેલ પર ગ્રાહકોને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, એન્ડ્રોઈડ અને iOS બંનેમાં કરશે સપોર્ટ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

Realme Watch 3 ભારતમાં લોન્ચ થઈ ચૂકી છે. આ સ્માર્ટવોચ બ્લુટૂથ કોલિંગ ફિચર સાથે આવે છે, જે યુઝરને કોલ કરવાની અને રીસીવ કરવા માટેની સુવિઘા આપે છે. આ ઉપરાંત તમને કર્વ્ડ ડિસપ્લે અને મલ્ટીપલ સ્પોર્ટસ મોડ્સ પણ મળશે.

કિંમત
આ સ્માર્ટવોચની કિંમત 3,499 રૂપિયા છે. આ સ્માર્ટવોચનો 2 ઓગષ્ટથી સેલ શરૂ થશે. Flipkart.com અને Realme.com પર તમને 2 ઓગષ્ટથી તે ઓનલાઇન ઉપલબ્ધ થશે. રિયલમી સ્માર્ટવોચનાં પહેલા સેલ પર ગ્રાહકોને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. તો, પહેલા સેલ દરમિયાન ગ્રાહકોને આ સ્માર્ટવોચ 2,999 રૂપિયામાં મળશે. આ સ્માર્ટવોચ બે કલર ઓપ્શનમાં આવે છે - બ્લેક અને ગ્રે.

ફિચર્સ
આ સ્માર્ટવોચમાં 1.8 ઇંચની મોટી અને બ્રાઇટ ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીનો દાવો એવો છે, કે આ સ્માર્ટવોચની ડિસ્પ્લે તેના અગાઉનાં મોડેલની તુલનામાં 35% વધુ બ્રાઈટનેસ ધરાવે છે. આ સ્માર્ટવોચ બ્લૂટૂથ કોલિંગ ફંક્શનાલિટી સાથે આવે છે, જે યુઝર્સ માટે કોલિંગ સરળ બનાવે છે. આ સ્માર્ટવોચ AI નોઇઝ કેન્સલેશન એલ્ગોરિધમ સાથે પણ આવે છે, જે બેકગ્રાઉન્ડ નોઇઝને ફિલ્ટર કરવાનો દાવો કરે છે. સ્માર્ટ પાવર એમ્પ્લીફાયર કોલ દરમિયાન અવાજની ગુણવત્તામાં સુધારો કરવાનો દાવો પણ કરે છે.

આ સ્માર્ટવોચ એન્ડ્રોઇડ અને iOS બંને સાથે સુસંગત છે. આ સ્માર્ટવોચ 100 થી વધુ કસ્ટમ વોચ ફેસ આપે છે. આ સિવાય તે હાર્ટ રેટ સેન્સર અને SpO2 મોનિટરથી સજ્જ પણ છે. આ સ્માર્ટવોચ ઊંઘ અને દૈનિક પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે પણ સક્ષમ છે. આ ડિવાઈસમાં 110થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે, જેમાં આઉટડોર રન, ફૂટબોલ, બાસ્કેટબોલ, ઇન્ડોર રન વગેરેનો સમાવેશ થાય છે. આ સ્માર્ટવોચમાં સિંગલ ચાર્જ પર 7 દિવસનો બેટરી બેકઅપ આપવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્માર્ટવોચ IP68 રેટિંગ સાથે આવે છે, જે તેને ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ બનાવે છે.