મહાબચત:જિયોના ગ્રાહકોને રૂ. 562નો ફાયદો, કંપનીએ હેપ્પી ન્યૂ યર ઓફર 7 જાન્યુઆરી સુધી લંબાવી, રૂ.2545ના પ્લાન પર મોટી બચત

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પ્લાનની ખાસ વાત એ છે કે કે સિંગલ રિચાર્જ કર્યા પછી તમારે આખું વર્ષ મોબાઈલ સિમ રિચાર્જ કરવાની જરૂર નહીં પડે

રિલાયન્સ જિયોના યુઝર્સ માટે ગુડ ન્યૂઝ છે. હકીકતમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ હેપ્પી ન્યૂ યર (HNY) પ્લાન 7 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે. જે ગ્રાહકો હજી સુધી આ પ્લાનનો ફાયદો નથી લઈ શક્યા, તેમની પાસે અત્યારે પણ 562 રૂપિયાની મહાબચત કરવા માટે 3 દિવસનો સમય છે.

કંપનીએ આ પ્લાનને ક્રિસમસના પ્રસંગે લોન્ચ કર્યો હતો. પહેલા આ પ્લાનની લાસ્ટ ડેટ 2 જાન્યુઆરી હતી. આ પ્લાનની ખાસ વાત એ છે કે કે સિંગલ રિચાર્જ કર્યા પછી તમારે આખું વર્ષ મોબાઈલ સિમ રિચાર્જ કરવાની જરૂર નહીં પડે. આ જિયોનો આખા વર્ષની વેલિડિટીવાળો સૌથી સસ્તો પ્લાન પણ છે.

હેપ્પી ન્યૂ યર પ્લાન
જિયોએ તેના 2545 રૂપિયાના જૂના પ્લાનને હેપ્પી ન્યૂ યર પ્લાનમાં ફેરવ્યો છે. આ પહેલાં પ્લાનમાં 336 દિવસની વેલિડીટી મળતી હતી જોકે ઓફરમાં તેમાં એક્સ્ટ્રા 29 દિવસની વેલિડિટી ઉમેરાઈ છે. અર્થાત 2545 રૂપિયા ખર્ચવા પર હવે 365 દિવસની વેલિડિટી મળશે.

કંપની 2545 રૂપિયાવાળા હેપ્પી ન્યૂ યર પ્લાનમાં 365 દિવસ સુધી દરરોજ 1.5GB ડેટા આપશે એટલે કે યુઝરને આ પ્લાનમાં કુલ 504GB ડેટા આપવામાં આવશે. ડેલી લિમિટ પૂરી થયા પછી ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે. પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે ડેલી 100 SMS પણ ફ્રી મળશે. તેની સાથે જિયો એપ્સ જેમ કે, જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સાવન મ્યુઝિક, જિયો ન્યૂઝ અથવા અન્યનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવશે.

અત્યારે રિચાર્જ કરો, બાદમાં એક્ટિવ
જિયો યુઝર્સના વર્તમાન પ્લાનની વેલિડિટી 7 જાન્યુઆરી પછી પૂરી થઈ રહી છે, તો પણ તેઓ હેપ્પી ન્યૂ યર પ્લાનનો ફાયદો લઈ શકે છે. હકીકતમાં રિચાર્જ તેના પ્લાન સેક્શનમાં પહોંચી જશે, જ્યાં જઈને યુઝર્સે તેને એક્ટિવ કરવાનું હોય છે. આવી સ્થિતિમાં 2545 રૂપિયાવાળો પ્લાન ત્યારે એક્ટિવ કરવો, જ્યારે વર્તમાન પ્લાન પૂરો થઈ જાય. તેના માટે યુઝરે MyJio એપમાંથી My Plans સેક્શનમાં જવું પડશે. અહીંથી પ્લાન એક્ટિવ કરી શકે છે.

2545 રૂપિયાના પ્લાનમાં પહેલાં 336 દિવસની વેલિડિટી જ મળશે. તેને 29 દિવસની વેલિડિટીવાળો પ્લાન અલગથી મળશે. તેને પણ MyJio એપમાંથી My Plans સેક્શનમાં જઈને એક્ટિવ કરાવી શકાય છે. તેમાં પણ ડેલી 1.5GBની સાથે અનલિમિટેડ કોલિંગ અને SMS મળશે.

ગ્રાહકોને 562 રૂપિયાનો ફાયદો મળશે
જો ગ્રાહક ડેલી 1.5GB ડેટા પ્લાન 28 દિવસની વેલિડિટીની સાથે લે છે તો તેને આખા વર્ષમાં 13 રિચાર્જ કરાવવા પડશે. આ પ્લાનની કિંમત 239 રૂપિયા છે. એટલે કે 13 રિચાર્જ માટે તેને 3107 રૂપિયા ખર્ચ કરવા પડશે. જ્યારે આખા વર્ષના પ્લાનમાં તેને 2545 રૂપિયા જ ખર્ચ કરવા પડશે. એટલે કે 562 રૂપિયાની બચત થઈ રહી છે.

જો કોઈ ગ્રાહક ઓફર પૂરી થયા પછી 2545 રૂપિયાનો પ્લાન લે છે તો તેને 336 દિવસની વેલિડિટી મળશે. એટલે કે બાકીના 29 દિવસ માટે તેને 28 દિવસની વેલિટિડીવાળુ એક રિચાર્જ કરાવવું પડશે. આવી સ્થિતિમાં ડેલી 1.5GB ડેટા પ્લાનની કિંમત 239 રૂપિયા છે. એટલે કે ગ્રાહકને 7 જાન્યુઆરી પછી 239 વધારે ખર્ચ કરવા પડશે.