ન્યૂ વેરિઅન્ટ:વિવો X60 સ્માર્ટફોનનું કર્વ્ડ ડિસ્પ્લે વેરિઅન્ટ ટૂંક સમયમાં લોન્ચ થશે, પ્રી રજિસ્ટ્રેશન શરૂ થયું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓરિજિનલ વિવો X60 મોડેલમાં ફ્લેટ ડિસ્પ્લે છે
  • નવાં વેરિઅન્ટમાં ટ્રિપલ રિઅર કેમેરા અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસર મળશે

ચાઈનીઝ સ્માર્ટફોન મેકર વિવો તેની X6O સિરીઝનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે મળશે. ઓરિજિનલ મોડેલ ફ્લેટ ડિસ્પ્લે સાથે લોન્ચ થયું છે. કંપની પહેલાં તેને ચીનમાં લોન્ચ કરશે ત્યાર બાદ તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે. ટેક ટિપ્સ્ટર મુકુલ શર્માએ ટ્વીટ કરીને કર્વ્ડ વેરિઅન્ટ વિશે માહિતી આપી છે.

કર્વ્ડ મોડેલનું પ્રી રજિસ્ટ્રેશન આજથી ચીનમાં શરૂ થયું છે. તેનાં ભારત લોન્ચ કે પ્રી રજિસ્ટ્રેશન વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી. રિપોર્ટ પ્રમાણે ચીનમાં કર્વ્ડ વેરિઅન્ટના બેઝિક વેરિઅન્ટ 8GB+128GBની કિંમત 3499 ચીની યુઆન (આશરે 39,600 રૂપિયા) અને 8GB+256GB વેરિઅન્ટની કિંમત 3799 ચીની યુઆન (આશરે 43,00 રૂપિયા) હોઈ શકે છે.

વિવો X60
માર્ચ મહિનામાં કંપનીએ વિવો X60 સિરીઝ લોન્ચ કરી હતી. X60નાં બેઝિક મોડેલની કિંમત હાલ ભારતમાં 37,990 રૂપિયા છે. નવાં કર્વ્ડ વેરિઅન્ટમાં માત્ર ડિસ્પ્લે સ્ટાઈલનો જ તફાવત હોઈ શકે છે. ભારતમાં લોન્ચ થયેલાં વિવો X60નાં સ્પેસિફિકેશન આ પ્રમાણે છે:

  • આ ફોનમાં 6.56 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળે છે.
  • ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસરથી સજ્જ છે.
  • ફોટોગ્રાફી માટે 48MP+13MP+13MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોન 4300mAh બેટરીથી સજ્જ છે.
અન્ય સમાચારો પણ છે...