તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મીડિયા:ફેસબુક ઈન્સ્ટા પર ફોટો વીડિયોને સુરક્ષિત રાખી શકશે ક્રિએટર્સ, કંપનીએ આપી નવી સુવિધા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર ક્યારે કેવી રીતે અને ક્યાં કન્ટેન્ટ શેર કરવું છે તે કન્ટ્રોલ કરી શકાશે
  • પેજ એડમિન તેમના દ્વારા બનાવેલા કન્ટેન્ટ માટે અરજી કરી શકે છે, જેને તેઓ સુરક્ષિત કરવા માગે છે

ફેસબુકે કન્ટેન્ટ ક્રિએટર્સની મદદ કરવા માટે રાઈટ્સ મેનેજરની પહોંચનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે. તેનાથી એવા યુઝર્સને ફાયદો થશે, જેની પાસે કન્ટેન્ટની મોટી લિસ્ટ હોય. હવે તેઓ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ક્યારે અને કેવી રીતે કન્ટેન્ટ શેર કરવા માગે તે કન્ટ્રોલ કરી શકશે.

પેજ એડમિન હવે રાઈટ્સ પ્રોટેક્શન માટે ફોટો-વીડિયો સબમિટ કરી શકે છે અને આ ફીચર એક્સપાન્ડ કરી શકે છે સાથે જ ક્રિએટર્સ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ફરીથી અપલોડ કરેલા વીડિયો અને ફોટોઝ પર ટેકડાઉન ઈશ્યુ રિલીઝ કરી શકે છે જે તેમની માલિકીના છે.

કંપનીએ કલેક્ટ એડ અર્નિંગ ટૂલમાં સુધારો કર્યો

  • ફેસબુકના પ્રોડક્ટ મેનેજર જેનવેઈશ પ્રાઈમસે જણાવ્યું કે, પેજ એડમિન તેમના દ્વારા ક્રિએટ કરાયેલા કન્ટેન્ટ માટે અરજી સબમિટ કરી શકે છે, જેને તેઓ સુરક્ષિત કરવા માગે છે. કંપનીએ ક્રિએટર્સને રાઈટ મેનેજર કન્ટેન્ટથી જાહેરાતો પર ઈન્કમ મેળવવા અને વધારે દેશોમાં ઈન સ્ટ્રીમ જાહેરાતો રજૂ કરવાની ક્ષમતા આપવાની જાહેરાત કરી છે.
  • ફેસબુકે કહ્યું કે, રાઈટ્સ મેનેજરમાં કંપનીએ કલેક્ટ એડ અર્નિંગ ટૂલમાં સુધારો કર્યો છે અને ઉપલબ્ધતાનો વિસ્તાર કર્યો છે. જેનો અર્થ છે કે હવે ક્રિએટર્સ વધુ વીડિયોની જાહેરાતોનાં માધ્યમથી ઈન્કમ કરવામાં સક્ષમ થશે.
  • કંપનીએ મોનેટાઈઝેબલ મેચ સ્પોટ કરવા માટે એક નવો ફિલ્ટર વ્યૂ અટેચ કર્યો છે, મોનિટાઈઝેશનના અવસરો, નિર્યાત કરવા યોગ્ય રેવેન્યૂ રિપોર્ટ અને કેપ્ચર કરેલા વીડિયો પર ઓનરશિપ લિંક રાખવા દરમિયાન જાહેરાતથી ઈન્કમ કરવા માટે માર્ગદર્શન મળશે. આ સિવાય, ક્રિએટર સ્ટુડિયો એપમાં નવી ઈન સ્ટ્રીમ જાહેરાત ટોગલ કરવી અને મોબાઈલ ડિવાઈસિસથી તેને મેનેજ કરવું સરળ બનશે.

નવા વીડિયો ઈનસાઈટ્સ પણ લોન્ચ કર્યા
સોશિયલ નેટવર્કે રાઈટ હોલ્ડર્સને તેમની સુરક્ષા ગતિવિધિઓ નિર્ધારિત કરવા અને ઓપ્ટિમાઈઝ કરવામાં મદદ કરવા માટે નવા વીડિયો ઈનસાઈટ્સ પણ લોન્ચ કર્યા છે. કંપનીએ મિસ્ત્ર, ઈરાક, મોરક્કો અને તુર્કીમાં ઈન સ્ટ્રીમ જાહેરાતોનું વિસ્તરણ કર્યું છે, જેમાં તે 45 દેશોને કનેક્ટ કરાયા છે જ્યાં ઈન સ્ટ્રીમ પ્રોગ્રામ પહેલાંથી જ અવેલેબેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો