• Gujarati News
  • Utility
  • Gadgets
  • Creators Of YouTube Shorts Will Soon Also Receive Revenue From Ads, A Boost Creators Have Been Getting For Years

ટેક ન્યૂઝ:YouTube શોર્ટ્સ બનાવનારને ટૂંક સમયમાં જાહેરાતોમાંથી પણ આવક મળશે, વર્ષોથી આપે છે ક્રિએટર્સને પ્રોત્સાહન

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુટ્યુબ હવે આખરે યુટ્યુબ શોર્ટ્સ ક્રિએટર્સ સાથે આવક શેર કરવા માટે તૈયાર છે, પરંતુ આવકની દ્રષ્ટિએ તે યુટ્યુબના મોનેટાઈઝેશન પ્રોગ્રામ કરતાં થોડું અલગ હશે. કંપનીએ હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તે આવતા અઠવાડિયા સુધીમાં જાહેરાત કરી શકે છે. હાલ કંપનીનો મુખ્ય ધ્યેય સારા ક્રિએટર્સને ટેકો આપવાનો અને પોતાની જાતને ટિકટોક કરતા વધુ સારી સાબિત કરવાની છે. યુટ્યુબ શોર્ટ્સ લોન્ચ થયાના 18 મહિના પછી હવે યુઝર્સ માટે 'ઈન્કમ મોડેલ' બનાવવાની વિચારણા ચાલી રહી છે.

આપણે બધા જાણીએ છીએ કે, યુટ્યુબ શોર્ટ્સ એ ક્રિએટર્સને શોર્ટ્સ ફંડ દ્વારા આવક આપે છે પણ તે એટલી મોટી નથી. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ યુટ્યુબ હવે યુટ્યુબ શોર્ટ્સ સેક્શનમાં વધુ જાહેરાતો ઉમેરવા જઈ રહ્યું છે, જેના પર તે અત્યાર સુધી માત્ર પરીક્ષણ જ કરતું હતું.કંપની તેની પાસે પહેલેથી જ રહેલી મોનેટાઈઝેશન સુવિધા યુટ્યુબ શોર્ટ્સ માટે પણ રજૂ કરવા જઈ રહી છે, પરંતુ તે માપદંડ અને આવકની કટ-ઓફ ટકાવારીની દ્રષ્ટિએ મોનેટાઈઝેશન સુવિધા કરતા અલગ હશે.

આ મોનેટાઈઝેશન પ્રોગ્રામ માટે યુઝર્સે કયા-કયા માપદંડ પર ખરું ઉતરવું પડશે તે અંગે કોઈ જ માહિતી નથી પરંતુ, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, જેમ યુટ્યુબમાં 1000 સબ્સ્ક્રાઇબર્સ અને 4000 કલાકનો વોચટાઈમ મોનેટાઈઝેશન માટે જરૂરી છે, તે જ માપદંડ યુટ્યુબ શોર્ટ્સ પર પણ લાગુ કરે.જો કે, અહેવાલો મુજબ માપદંડ સાવ અલગ જ હશે કારણ કે, શોર્ટ્સથી સબ્સ્ક્રાઇબર્સ અને વોચ ટાઈમ મેળવવો એ સામાન્ય વીડિયોઝથી સંપૂર્ણપણે અલગ છે.

જો આવકની વહેંચણી વિશે વાત કરીએ તો કંપની શોર્ટ્સ ક્રિએટર્સને જાહેરાતની આવકનો 45 ટકા હિસ્સો ઓફર કરી શકે છે, જે યુટ્યુબ વીડિયોઝ કરતાં 10 ટકા ઓછો છે. યુટ્યુબ હંમેશાં ક્રિએટર્સને સપોર્ટ કરે છે અને તેમને ટેલેન્ટને વિશ્વ સામે લાવવા માટે પ્રોત્સાહન આપે છે. કંપની 20મી સપ્ટેમ્બર મંગળવારના રોજ સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરે તેવી શક્યતા છે. આ સિવાય યુટ્યુબ તેના કેટલાક નવા જાહેરાત ફોર્મેટનું પણ પરીક્ષણ કરી રહ્યું છે, જેમાં એક ફોર્મેટ એક જ બ્રેકમાં 5 જાહેરાતોવાળું પણ છે.