તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ કુંદ્રાનો પ્લાન-B:LIVE પૉર્ન કન્ટેન્ટ દર્શાવવા માટે નવી એપ બનાવી, હોટલ-શૂટિંગના ખર્ચા બચાવવા સબ્સ્ક્રિપ્શનથી મોટી કમાણીનો પ્લાન

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના પૉર્ન બિઝનેસથી જોડાયેલી ચેટ સામે આવી છે. આ ચેટથી માલૂમ પડ્યું છે કે આ બિઝનેસને વેગ આપવા માટે તેની પાસે પ્લાન B તૈયાર હતો.

પૉર્ન કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડવા માટે 'હોટશૉટ્સ' એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ એપ 2020માં પહેલા એપલ અને ત્યાર બાદ ગૂગલ પ્લે સ્ટોર પર બૅન થઈ હતી. એની સીધી અસર રાજ કુંદ્રાની પૉર્ન કન્ટેન્ટથી થતી કમાણી પર થઈ, તેથી રાજ કુંદ્રાએ પ્લાન-B હેઠળ નવી એપ 'બોલિફેમ' તૈયાર કરી.

કુંદ્રા નવી ટેક્નોલોજીને જોઈને કામ કરી રહ્યો હતો. તેને લાગતું હતું કે ભવિષ્યમાં લાઈવ કન્ટેન્ટ સૌથી વધારે જોવામાં આવશે, કારણ કે એમાં સ્ક્રીન રેકોર્ડિંગ સંભવ નથી. હાલ મોટા ભાગની મૂવી, વેબ સિરીઝ અથવા અન્ય વીડિયો કન્ટેન્ટ સ્ક્રીન રેકોર્ડ કરી અલગ અલગ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે છે, જ્યાં યુઝર તેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. એનાથી કંપનીઓને સબ્સ્ક્રિપ્શનથી મળતી રકમનું નુક્સાન થાય છે.

કુંદ્રાએ શા માટે પ્લાન B બનાવ્યો
રાજ કુંદ્રાએ પ્લાન Bનો સૌથી મોટો ભાગ 'બોલિફેમ' એપ બનાવી. કુંદ્રાએ આ વાતનો ઉલ્લેખ પણ કર્યો. તે ઈચ્છતો હતો કે નવી એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર અવેલેબલ થાય. તેથી વધારેમાં વધારે યુઝર તેને ડાઉનલોડ કરી શકે. જો આમ થાય તો ઈન્કમ પણ વધે. કુંદ્રા આ એપ પર લાઈવ કન્ટેન્ટ લાવવા માગતો હતો. એનાથી પૉર્ન કન્ટેન્ટ તૈયાર કરવાનો ખર્ચો બચી જાય છે. 3 કામમાં તેના પૈસા બચી જાત...

1. હોટલ અથવા કોઈ બંગલાનું ભાડું 2. શૂટિંગ કેમેરા અને અન્ય ઈક્વિપમેન્ટનો ખર્ચો 3. એડિટિંગનો ખર્ચો અને સમય

આ મામલે એક સવાલ એ ઊભો થાય છે કે કુંદ્રા ટેક્નોલોજીના દમ પર બિઝનેસને વેગ આપી રહ્યો હતો. તો શું ટેક્નોલોજી પૉર્ન અથવા કોપી રાઈટ કન્ટેન્ટને વેગ આપી રહી છે? ટેક્નોલોજીની મદદથી પૉર્ન કન્ટેન્ટ સુધી પહોંચવું સરળ બન્યું છે? ટેક્નોલોજીથી જ સબ્સ્ક્રિપ્શનના પૈસા બચી રહ્યા છે? આ તમામ વિશે જાણીએ...

ટેક્નોલોજી પૉર્ન અથવા કોપી રાઈટ કન્ટેન્ટને વેગ આપી રહી છે
સરકારે દેશમાં 1300થી વધારે પૉર્ન સાઈટ બૅન કરી છે. તોપણ પૉર્ન કન્ટેન્ટ સરળતાથી લોકો સુધી પીરસાઈ જાય છે. હાલ પણ ઘણી વેબસાઈટ એક જ ક્લિકમાં ઓપન થઈ જાય છે. આવા કન્ટેન્ટ સુધી પહોંચવા માટે લોકો ક્રોમને બદલે અન્ય બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. તો ટોરેન્ટની મદદથી આ કામ વધુ સરળ બની જાય છે.

આમ તો સરકારે પહેલા ટોરેન્ટ બૅન કરેલું છે, પરંતુ તેની એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તો પ્રોક્સી સર્વર પર જઈને તેને એક્સેસ કરી શકાય છે. APK ફાઈલની મદદથી તેના સોફ્ટવેરને પણ ઈન્સ્ટોલ કરી શકાય છે.

કોપી રાઈટ કન્ટેન્ટની ડુપ્લિકેસી પણ ટેક્નોલોજી રોકી રહી છે
ટેક્નોલોજીએ વસ્તુઓ સરળ બનાવી છે. ડુપ્લિકેટ કન્ટેન્ટ પર પણ ટેક્નોલોજી જ પ્રતિબંધ લગાવી રહી છે. યુટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર તમે કોપી રાઈટ કન્ટેન્ટને પોતાની કમાણી માટે ઉપયોગમાં લઈ શકતા નથી. આમ કરવા પર કંપની તમને સ્ટ્રાઈક મોકલી શકે છે. એનો મોટો ફાયદો એ કંપની અથવા લોકોને મળશે, જે પૈસા અને સમય ખર્ચ કરી કન્ટેન્ટ તૈયાર કરે છે.

ટેક્નોલોજીને કારણે લોકોના પૈસા પણ બચી રહ્યા છે

આજકાલ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર ડિઝ્ની પ્લસ, ZEE5, સોની લિવ, ઑલ્ટ બાલાજી સાથે ઘણી એપ્સ પોતાનું કન્ટેન્ટ પીરસી રહી છે. આ કન્ટેન્ટ સબ્સ્ક્રિપ્શન સાથે આપવામાં આવે છે અર્થાત યુઝરે દર મહિને અથવા વર્ષનું ફિક્સ પેમેન્ટ કરવું પડે છે, તેથી અલગ અલગ કન્ટેન્ટ માટે હજારો રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. આ બધાં જ કન્ટેન્ટ ટોરેન્ટ, ટેલિગ્રામની મદદથી યુઝરને ફ્રીમાં મળી જાય છે. કુંદ્રા પણ તેના કન્ટેન્ટ સબ્સ્ક્રિપ્શન સાથે વેચતો હતો.