બેટરીવાળો માસ્ક:Nevon Air કંપનીએ હવામાંથી વાઈરસ અને કાર્બન શોષી લેતો 5 લેયર માસ્ક તૈયાર કર્યો, એર બૂસ્ટરને કારણે શ્વાસ લેવામાં તકલીફ નહિ પડે

એક વર્ષ પહેલા
  • આ માસ્ક N95 ફિલ્ટર જેવું કામ કરે છે. તે વાઈરસની એન્ટ્રી થતા 3 પોઈન્ટ કવર કરે છે
  • હવામાં રહેલા ધૂમાડા, રાસાયણિક પ્રદૂષકો અને હાનિકારક ગેસને પણ તે શોષી લે છે

મુંબઈની કંપની Nevon Airએ બેટરીવાળો ફેસ માસ્ક ડેવલપ કર્યો છે. તેમાં કોરોના વાઈરસથી બચવા માટે 5 લેયર સિસ્ટમ મળે છે. તે નાક અને મોંમાં જતી હવાને 5 વખત ફિલ્ટર કરે છે. આ જ કારણે તેને કોવિડ સંક્રમણ રોકવા માટે ઘણો કારગર માનવામાં આવે છે. કંપનીની વેબસાઈટ પરથી તેની ખરીદી 4699 રૂપિયામાં કરી શકાશે.

મોં, નાક અને આંખને કવર કરે છે
આ માસ્ક વાઈરસને શરીરમાં જતાં મોં, નાક અને આંખ એમ 3 પોઈન્ટ કવર કરે છે. સાથે જ 5 લેયર પ્રોટેક્શન હવામાં રહેલા કાર્બનથી પણ સુરક્ષિત રાખે છે. તેનાથી સ્વચ્છ હવા શરીરમાં પહોંચે છે.

એર બૂસ્ટર સિસ્ટમ મળશે
શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય તેના માટે કંપનીએ માસ્કમાં એર બૂસ્ટર આપ્યું છે. તેનાથી હવાને માસ્કની અંદર લાવવામાં મદદ મળે છે. આ ભારતમાં બનેલો નેક્સ્ટ જનરેશન ઈનોવેશન માસ્ક છે. તે N95 ફિલ્ટર જેવું કામ કરે છે. સાથે જ હવામાંથી કાર્બન ફિલ્ટર કરી નુક્સાન પહોંચાડનારા તત્વો સામે 100% સુરક્ષા આપી ફેસ શિલ્ડનું કામ કરે છે. હવામાં રહેલા ધૂમાડા, રાસાયણિક પ્રદૂષકો અને હાનિકારક ગેસને પણ તે શોષી લે છે.

નેવૉન સોલ્યુશન્સના CEO નીરજ સાવંતનું કહેવું છે કે યોગ્ય રીતે માસ્ક ન પહેરવો પણ મહામારી ફેલવાનું કારણ બની રહ્યું છે. WHOએ લોકોને માત્ર વેક્સિન પર ભરોસો ન કરવાની સલાહ આપી છે અને વેક્સિનેશન બાદ પણ માસ્ક પહેરવા માટે ચેતવણી આપી છે.

અન્ય સમાચારો પણ છે...