તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોવિડ મહામારી દરમિયાન પણ ઈન્ડિયન ટેક્નોલોજી સેક્ટરનો ગ્રોથ 2.3% રહ્યો. નેસકોમના રિપોર્ટ પ્રમાણે, ફાઈનાન્શિયલ યર 2020-21માં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેક અડોપ્શનમાં વેગ જોવા મળ્યો છે. આ દરમિયાન આ સેક્ટરે 194 બિલિયન ડોલર (આશરે 14.13 લાખ કરોડ રૂપિયા)ની રેવન્યૂ જનરેટ કરી છે.
એવી આશા છે કે ફાઈનાન્શિયલ યર 2020-21 દરમિયાન 1,38,000 નવાં હાયરિંગ થયાં છે. આ સેક્ટરમાં કર્મચારીઓની સંખ્યા વધીને 4.47 મિલિયન (આશરે 44.70 લાખ) થઈ છે.
GDPમાં 8%નું યોગદાન
ઈન્ડિયન ટેક ઈન્ડસ્ટ્રીએ દેશની GDPમાં 8%નું યોગદાન આપ્યું છે. સર્વિસ એક્સપોર્ટમાં 52% ભાગીદારી અને ફોરન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના આધારે કુલ 50% શેર રહ્યો છે. આ આંકડા એપ્રિલથી સપ્ટેમ્બર 2020ના છે.
ડોમેસ્ટિક માર્કેટને 3.4%નો ગ્રોથ મળ્યો
ટેક ઈન્ડસ્ટ્રી માટે ડિજિટલ ઈન્વેસ્ટમેન્ટ યથાવત છે. ઓર્ગેનાઈઝેશન હાલ બિઝનેસ ક્ષમતાઓ અનુરૂપ મોડેલ પ્રમાણે, 28થી 30%ની રેવન્યૂ જનરેટ કરી રહી છે. હાર્ડવેરની ડિમાન્ડથી ઈન્ડિયન ડોમેસ્ટિક માર્કેટને ગત વર્ષે 3.4%નો ગ્રોથ મળ્યો. ભારતીય કંપનીઓનું ફોકસ હવે ઈનોવેટિવ પ્રોડક્ટ્સ પર છે. છેલ્લા 5 વર્ષમાં આ કંપનીઓની 1,15,000થી વધારે ટેક પેન્ટન્ટ ફાઈલ કર્યા છે.
2021માં સફર યથાવત રહેશે
નેસકોમના પ્રેસિડન્ટ, દેવજાની ઘોષે કહ્યું કે, અમે જોઈ રહ્યા છીએ કે 2021માં વેક્સિનેશન માર્કેટમાં પોઝિટિવિટી છે. ભારતની ટેક્નોલોજી ઈન્ડ્સ્ટ્રીમાં આ જ પ્રકારનો ગ્રોથ યથાવત રહેશે. અમે બદલાતી ટેક્નોલોજીની સફર કરવા માટે તૈયાર છે.
ક્લાઉડ અડોપ્શનમાં 80%નો ગ્રોથ જોવા મળશે
2020માં ટેક ઈન્ડસ્ટ્રીમાં 146 મર્જર અને અધિગ્રહણ ડીલ્સ જોવા મળી છે. તેમાંથી 90% ડિજિટલ ફોર્મેટ પર ફોક્સ્ડ હતી. નેસકોમે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2021ના જૂન મહિના સુધી કંપનીઓના ક્લાઉડ અડોપ્શનમાં 80%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.