લોકડાઉન ઈફેક્ટ / કોરોનાવાઈરસને લીધે રિઅલમીની સ્માર્ટફોન સિરીઝ ‘Narzo 10’નું લોન્ચિંગ ટળ્યું

X

  • કંપનીના CEO માધવ શેઠે ટ્વીટ કરી લોન્ચિંગ પોસ્ટપોનની માહિતી આપી
  • Narzo 10 સિરીઝનાં સ્માર્ટફોનમાં 6.5 ઈંચની વોટરડ્રોપનોચ ડિસ્પલે મળશે
  • ફોનમાં 5000mAhની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 02:36 PM IST

ગેજેટ ડેસ્ક:કોરોનાવાઈરસને લઈ હાલ દેશભરમાં લોકડાઉન છે. તેને જોતા ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ સ્માર્ટફોન સિરીઝ ‘Narzo 10’નું લોન્ચિંગ પોસ્ટપોન કર્યું છે. કંપનીના CEO માધવ શેઠે ટ્વીટ કરી તેની માહિતી આપી છે. સાથે જ તેમણે સૌને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. ગુરુવારે બપોરે 12:30 વાગ્યે આ સિરીઝનું લોન્ચિંગ થવાનું હતું.

આ સિરીઝમાં ‘રિઅલમી Narzo 10’ અને ‘રિઅલમી Narzo 10A’ સ્માર્ટફોન સામેલ છે. માધવ શેઠે પોસ્ટપોનની માહિતી આપતા ટ્વીટમાં ‘Narzo will be back’ લખવામાં આવ્યું છે.

Realme Narzo 10 બેઝિક સ્પેસિફિકેશન

ટીઝર પેજ મુજબ, Narzo 10 સિરીઝનાં સ્માર્ટફોનમાં 6.5 ઈંચની વોટરડ્રોપનોચ ડિસ્પલે મળશે. બંને ફોનમાં 5000mAhની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. ફોનમાં ગેમિંગ માટે A ક્લાસ પ્રોસેર આપવામાં આવશે જોકે તે કયું પ્રોસેસર હશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી. આ સિરીઝનાં ગ્રીન અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.

‘Narzo 10’ સ્માર્ટફોનમાં AI ટ્રિપલ રિઅર કેમેરા અને ‘Narzo 10A’માં 48MPના પ્રાઈમરી કેમેરા સાથેનું AI 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી