કામની વાત:વીડિયો કન્વર્ટ કરવો બનશે સરળ, ટ્રાય કરો એપલ સ્ટોર પર રહેલી આ ટોપ-5 વીડિયો કન્વર્ટર એપ્લિકેશન્સ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઈફોન પ્રાઈવસી અને સુરક્ષાની દ્રષ્ટીએ બેસ્ટ ફોન છે. તેની કેમેરા ક્વોલિટી પણ એટલી જબરદસ્ત છે કે, મોટાભાગના લોકો ફોટોસ અને વીડિયોઝ કેપ્ચર કરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે, પરંતુ સમસ્યા ત્યારે ઉભી થાય છે કે જ્યારે આ ફોટોસ અને વીડિયોઝને અપડેટ કરવાની વાત આવે. આઈફોનના સિક્યુરિટી ફિચરના કારણે તમે આલતૂ-ફાલતૂ કોઈપણ એપ્સ ડાઉનલોડ કરી શકો નહી માટે જ આજે અમે તમારા માટે ટોપ-5 વીડિયો કન્વર્ટર એપ્લિકેશન્સ લાવ્યા છીએ, જે તમે સરળતાથી એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો. ચાલો જાણીએ.

1. The Video Converter
જો તમે તમારા આઇફોન માટે લાઇટવેઇટ અને સરળતાથી ઉપયોગમાં લઇ શકાય તેવી વીડિયો કન્વર્ટર એપ્લિકેશન શોધી રહ્યા છો, તો પછી આ વીડિયો કન્વર્ટર એપ સારી છે. આ એપ એપલ સ્ટોર પર ઉપલબ્ધ ટોપ-રેટેડ વીડિયો કન્વર્ઝન એપ છે અને તે આઇફોન અને આઇપેડ (iPad) પર સારી રીતે ચાલે છે. આ વીડિયો કન્વર્ટર એપ સાથે વીડિયોઝને કન્વર્ટ કરવું ખૂબ જ સરળ છે. એપ્લિકેશન ઓપન કરો. તમારી ઇનપુટ ફાઇલ પસંદ કરો અને તમારું આઉટપુટ ફોર્મેટ પસંદ કરો. બંનેને પસંદ કર્યા પછી તમારે તમારી વીડિયોને થોડી સેકંડમાં કન્વર્ટ કરવા માટે કન્વર્ટ બટન પર ટેપ કરો એટલે તમારો વીડિયો કન્વર્ટ થઈ જશે.

2. Video Converter and Compressor
તમે નામ પરથી અનુમાન લગાવ્યું હશે કે, આ એપ તમને વીડિયો કન્વર્ટ અને કોમ્પ્રેસ બંને કરવાની સુવિધા આપે છે. તે જુદાં-જુદાં વીડિયો અને ઓડિયો ફાઇલ ફોર્મેટને સપોર્ટ કરે છે, જેમકે AVI, 3GP, MOV, MTS, MPEG, FLAC, AAC, MPG, MKV, MP3, MP4 વગેરે. તે વીડિયો/ઓડિયો કન્વર્ટ માટે ઈમ્પોર્ટના ઘણાં બધા વિકલ્પો પૂરા પાડે છે. તમે એક જ વાઇફાઇ/લેન નેટવર્ક પરના ડિવાઈસમાંથી અથવા તમારી સ્થાનિક ડિરેક્ટરીઓ, ફોટો એપ્લિકેશન અને ક્લાઉડમાંથી કોઈપણ એક ઇનપુટ ફાઇલ્સ ઈમ્પોર્ટ કરવા માટે પસંદ કરી શકો છો. વીડિયો કન્વર્ટર અને કોમ્પ્રેસર તમને કેટલાક અન્ય ફીચર્સ પણ આપે છે, જેમ કે ઓડિયો/વીડિયો મર્જિંગ, વીડિયોને યોગ્ય સાઇઝમાં કોમ્પ્રેસિંગ વગેરે.

3. Media Converter
મીડિયા કન્વર્ટર એ આ યાદીમાંની બીજી ઉત્તમ iOS એપ્લિકેશન છે, જે લગભગ કોઈપણ વીડિયો અને ઓડિયો ફાઇલને કન્વર્ટ કરી શકે છે. તે તમારા વીડિયોને MP4, MOV, 3GP, 3G2, ASF, MKV, VOB, MPEG, WMV, FLV અને AVI ફાઇલ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકે છે. રેગ્યુલર વીડિયો કન્વર્ઝન ઉપરાંત મીડિયા કન્વર્ટર તમને કેટલીક અન્ય સુવિધાઓ પણ પૂરી પાડે છે, જેમ કે વીડિયોમાંથી ઓડિયો કાઢવો, વીડિયો પ્લેયર, કમ્પ્રેસ્ડ ફાઇલ ફોર્મેટ ખોલવું વગેરે.

4. iConv
આ એક એવી એપ્લિકેશન છે કે, જે તમારી ફાઇલ કન્વર્ઝન માટેની આવશ્યક બધી જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. ધારો કે શું? આ એપ તમને લગભગ બધા જ ફાઇલ ફોરમેટવાળી ફાઈલોને કન્વર્ટ કરવા માટેની સુવિધા આપે છે. વીડિયો, ઓડિયો, ફોટોઝ અને PDFs પણ. રેગ્યુલર વીડિયો અને ઓડિયો કન્વર્ઝન ઉપરાંત આ એપ બેચ કન્વર્ઝનને સપોર્ટ કરે છે, જે તમને વીડિયો, ઓડિયો, પીડીએફ અને ઇમેજને બલ્કમાં કન્વર્ટ કરવાની સુવિધા આપે છે. આ એક બેસ્ટ ફાઇલ કન્વર્ઝન એપ્લિકેશન છે, જેને તમારે જરુર ઈન્સ્ટોલ કરવી જોઈએ.

5. MP4 Maker
આ એપ બીજી બધી વીડિયો કન્વર્ટર એપ્લિકેશનોથી થોડી અલગ છે. આ એપ ફક્ત વીડિયોઝને MP4 ફોર્મેટમાં કન્વર્ટ કરી શકે છે. આ એપ્લિકેશન વીડિયોને કન્વર્ટ કરવા માટે તમારા iOS ડિવાઈસના પ્રોસેસિંગ પાવરનો ઉપયોગ કરે છે, તે સર્વર પર ડેટા મોકલતું નથી. તેથી, ટેકનિકલ રીતે આ એપનો ઉપયોગ કરતી વખતે કોઈપણ ફાઇલો તમારા ડિવાઈસમાંથી ડિલીટ થતી નથી.