શું તમે એક સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, પણ તમારું ટીવી આજે પણ એકદમ પરફેક્ટ કામ કરી રહ્યું છે. તેવામાં મોંઘા સ્માર્ટ ટીવી ખરીદવાને બદલે સારું રહેશે તે તમે હાલના ટીવીને જ સ્માર્ટ ટીવી બનાવી લો. આજે અમે તમને આવા જ કંઈક ઓપ્શન વિશે જણાવી રહ્યા છીએ. જેની મદદથી તમારું ટીવી સ્માર્ટ ટીવીમાં કન્વર્ટ થઈ જશે. આના માટે તમારા ટીવીમાં HDMI પોર્ટ હોવો જરૂરી છે.
તમારા ટીવીમાં સ્માર્ટ ટીવી જેવા ફીચર્સ લાવવા માટે મીડિયા સ્ટ્રીમિંગ ડિવાઇસની જરૂર પડશે. માર્કેટમાં ઘણા મીડિયા સ્ટ્રીમિંગ ડિવાઇસ મળે છે. તે 1,500થી 20,000 રૂપિયાના બજેટમાં આવી જાય છે. તો વધુ જાણીએ આ ટીવી વિશે...
ક્રોમકાસ્ટ
ગૂગલ ક્રોમકાસ્ટ એક સારું મીડિયા સ્ટ્રીમિંગ ડિવાઇસ છે. તે તમારા ટીવીમાં સારી રીતે કામ કરશે. આ ગૂગલની જ પ્રોડક્ટ છે આથી તેમાં ગૂગલ અસિસ્ટન્ટનો સપોર્ટ મળે છે. આ દરેક એન્ડ્રોઇડની સાથે કમ્પૅટિબલ છે. તેની મદદથી તમે દરેક OTT એપ્સ એક્સેસ કરી શકશો અને સાથે જ ફોનની ગેલેરી પણ ટીવીમાં જોઈ શકો છો. ક્રોમકાસ્ટમાં તમને 2000થી વધારે એપ્સ અને HD વીડિયો સ્ટ્રીમિંગનો ઓપ્શન મળે છે.
એમેઝોન ફાયર ટીવી સ્ટિક
એ પછી બીજો બેસ્ટ ઓપ્શન એમેઝોનની ફાયર ટીવી સ્ટિક છે. તે 2500 રૂપિયાથી 5999 રૂપિયા સુધીની કિંમતમાં મળી જાય છે. એમેઝોન ફાયર ટીવી સ્ટિકથી દરેક મોડલ્સ રિમોટની સાથે જ આવે છે. તેનાથી તમે ટીવીને રિમોટથી જ કન્ટ્રોલ કરી શકો છો.
એમેઝોનની દરેક સર્વિસ જેમ કે પ્રાઈમ વીડિયો, એમેઝોન મ્યુઝિક જેવા ફીચર્સ તેમાં બિલ્ટ ઈન મળે છે. બાળકો માટે ઘણી બધી ગેમ્સ પણ છે, રિમોટથી જ આ ગેમ રમી શકાય છે. એમઝોનની એલેક્સા વોઇસ અસિસ્ટન્ટનો સપોર્ટ પણ ફાયર ટીવી સ્ટિક સાથે આવે છે અને દરેક OTT એપ્સ પર તમને ફાયર ટીવી મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.