• Gujarati News
  • Utility
  • Gadgets
  • Consumers Will Have To Wait Another 4 Weeks For The Latest IPhone 13 Series IPhones, Due To Power Shortages.

કાગડોળે રાહ:લેટેસ્ટ આઈફોન 13 સિરીઝના આઈફોન્સ માટે ગ્રાહકોએ હજુ 4 અઠવાડિયાંની રાહ જોવી પડશે, વીજળીની અછતને કારણે પ્રોડક્શનના પાટિયાં પડ્યાં

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિમાન્ડ સપ્લાય ચેન પ્રભાવિત થતાં લેટેસ્ટ આઈફોનની ડિલીવરીમાં વિલંબ

જો તમે લેટેસ્ટ આઈફોન 13 સિરીઝના આઈફોનની ખરીદીનો પ્લાન બનાવી રહ્યા હો તો તમારા માટે એક માઠા સમાચાર છે. આઈફોન 13 સિરીઝ માટે તમારે હજુ 2 મહિનાની રાહ જોવી પડી શકે છે.

આઈફોનની ડિમાન્ડ વધારે હોવાથી તેની સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે. ચીનમાં વિજળીની અછતને કારણે એપલ સહિત ટેસ્લાનાં પ્રોડક્શન પર અસર થઈ છે.

4 અઠવાડિયાંની કાગડોળે રાહ જોવી પડશે JP મોર્ગન અને ક્રેડિટ સુઈસના નિષ્ણાતનું કહેવું છે કે, ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જે લોકોએ આઈફોન 13 પ્રો ઓર્ડર કર્યો છે તેમણે હજુ 4 અઠવાડિયાં અને પ્રો મેક્સ માટે 2 અઠવાડિયાંની રાહ જોવી પડી શકે છે.

આઈફોન 13 પ્રોની ડિલીવરી 4 અઠવાડિયાં પછી થશે
અમેરિકામાં આ સિરીઝનું ત્રીજું શિપમેન્ટ છે. પ્રથમ વીકમાં 7થી 20 દિવસની સરખામણીએ આઈફોન 13 સિરીઝની ડિલીવરી બીજા વીકમાં 19થી 34 દિવસની હશે. આઈફોનની રાહ જોવા માટેનો આ સમયગાળો આઈફોન 12 કરતાં ઘણો વધારે છે.

વધારે ડિમાન્ડ અને પ્રોડક્ટ સપ્લાય સમસ્યાનું કારણ

એપલની પાર્ટનર વેરિઝોન, વોડાફોન UK અને બેસ્ટ બાયએ ટ્વિટર પર આ વિલંબનું કારણ ગ્રાહકોની હાઈ ડિમાન્ડ અને પ્રોડક્ટ સપ્લાયની સમસ્યા ગણાવી છે. એક યુઝર્સે કહી દીધું કે હવે તેને 30 ઓક્ટોબરે ડિલીવરી મળશે તેથી તે ઓર્ડર કેન્સલ કરી શકે છે.

ચીનમાં વીજળીની અછતને કારણે સમસ્યા
ચીનમાં એપલ અને ટેસ્લાની પ્રોડક્ટ વેચનાર સપ્લાયરનું કહેવું છે કે, ચીન સરકારના વીજળી વપરાશના નવા નિયમોને કારણે પ્રોડક્શન રોકાયું છે. એપલ સપ્લાયર યુનિમિક્રોન ટેક્નોલોજી કૉર્પે જણાવ્યું કે, ચીનમાં તેની 3 પાર્ટનર કંપનીનો વીજળી સપ્લાય બંધ થતાં પ્રોડક્શન રોકાયું છે.

5 દિવસ સુધી પ્રોડક્શનના પાટિયા પડેલાં રહેશે

કંપનીનું પ્રોડક્શન 26થી 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. સાથે જ ફોક્સકોનના એસોસિએટ ઈશાન પ્રિસિજન એન્જિનિયરિંગએ 4 દિવસ અને આઈફોન માટે સ્પીકર બનાવનાર કોનક્રાફ્ટ હોલ્ડિંગનું 5 દિવસ માટે પ્રોડ્કશન બંધ છે. કોલસાની અછત અને કડક ઉત્સર્જન નિયમોને કારણે વીજળીની અછત વર્તાઈ હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે.