તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્માર્ટફોનનાં બેઝિક સેન્સર:સ્ક્રીન રોટેશનથી લઈને ઓટોમેટિક બ્રાઈટનેસ કન્ટ્રોલ સુધી, જાણો કયું સેન્સર શું કામ કરે છે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્માર્ટફોન પર તમે જો કોઈ સાથે વાત કરી રહ્યા હો તો ફોનની સ્ક્રીન લાઈટ આપમેળે બંધ થઈ જાય છે. ઓટો રોટેશન ઓન કરી ફોનના લેન્ડસ્કેપથી પોટ્રેટ અથવા પોટ્રેટથી લેન્ડસ્કેપ મોડમાં રોટેટ કરીએ છીએ તો સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો પણ બદલી જાય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે થાય છે?

કોઈ પણ ગેજેટ કે ફોનમાં કોઈ ફંક્શન ઓટોમેટિક થાય છે તો આ કામ સેન્સરનું હોય છે. લેટેસ્ટ સ્માર્ટફોન ઘણા બધા સેન્સર સાથે લોન્ચ થઈ રહ્યા છે. સ્માર્ટફોનમાં કયા સેન્સર હોય છે અને તે શું કામ કરે છે આવો જાણીએ...

1. પ્રોક્સિમિટી સેન્સર

આ સેન્સર સ્માર્ટફોનમાં ફ્રન્ટ કેમેરા પાસે લાગેલું હોય છે. કોલ પર વાત કરતાં સમયે કે કોલ કરવા માટે સ્માર્ટફોનને કાન પાસે રાખીએ તો આ સેન્સર એક્ટિવ થઈ જાય છે અને ડિસ્પ્લેની લાઈટ ઓટોમેટિક ઓફ કરી દે છે.

2. એક્સેલેરોમીટર અને જાયરોસ્કોપ

આ સેન્સર સ્માર્ટફોન કઈ દિશામાં ફરે છે તે જાણી લે છે. જ્યારે કોઈ વીડિયો પોટ્રેટને બદલે લેન્ડસ્કેપ મોડમાં જોવા માગીએ તો આ સેન્સરની મદદથી વીડિયો ફુલ સ્ક્રીન પર જોઈ શકાય છે. સ્માર્ટફોન જેવો લેન્ડસ્કેપ મોડમાં રોટેટ કરીએ તો ફોનમાં ચાલી રહેલા વીડિયોનું ઓરિઅન્ટેશન પણ લેન્ડસ્કેપ થઈ જાય છે.

તેને એક્સેલેરોમીટર અને જાયરોસ્કોપ સેન્સર કહેવાય છે. કારણ કે સ્માર્ટફોનમાં રોટેશન માટે 2 સેન્સર્સની જરૂર હોય છે. તેમાં એક્સેલેરોમીટર લિનિયર એક્સલરેશનને અને જાયરોસ્કોપ રોટેશનલ એંગલની ગતિને નિયંત્રિત કરે છે.

3. બાયોમેટ્રિક સેન્સર

તેની મદદથી સ્માર્ટફોન સિક્યોર બને છે. ફિંગર પ્રિન્ટ સેન્સર આ સેન્સરનાં માધ્યમથી કામ કરે છે. આ સેન્સર સ્માર્ટફોન પર મૂકવામાં આવતી આંગળી કે અંગૂઠાને સ્કેન કરી ડેટા લે છે. આ ડેટા તે સ્ટોર કરે છે. બીજી વખત મુકવામાં આવતી આંગળી કે અંગૂઠાનો ડેટા સ્ટોર કરેલા ડેટા જેવો જ હોય તો જ તે ફોન અનલોક કરે છે.

4. એમ્બિઅન્ટ લાઈટ સેન્સર

આ સેન્સર સ્માર્ટફોનની ડિસ્પ્લેની બ્રાઈટનેસને આસપાસના પ્રકાશ પ્રમાણે એડ્જસ્ટ કરે છે સાથે જ ડિસ્પ્લેની બ્રાઈટનેસને ઓટોમેટિક ઓછી કે વધારે કરવામાં મદદ કરે છે. આજકાલના તમામ સ્માર્ટફોનમાં આ સેન્સર હોય જ છે.

5. GPS સેન્સર

GPS અર્થાત ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ અમેરિકાની નેવિગેશન સિસ્ટમ છે. ભારત પાસે પોતાની નાવિક નેવિગેશન સિસ્ટમ છે. જોકે તેનો ઉપયોગ ગણતરીના સ્માર્ટફોનમાં જ થાય છે.

આ સેન્સરની મદદથી ડિવાઈસનું લોકેશન જાણી શકાય છે. આ સેન્સર ઘણા પ્રકારના સેટેલાઈટ સાથે કનેક્ટ થઈ એ જણાવી શકે છે કે રિયલ ટાઈમમાં તમારું લોકેશન શું છે. GPS સેન્સર સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોય તો જ કામ કરે છે. અર્થાત તમારા સ્માર્ટફોનનું ઈન્ટરનેટ બંધ હોય તો આ સેન્સર કામ કરતું નથી.