ભારતીય એપ:હવે ટિકટોકની જેમ ચિનગારી એપ પર ક્રિએટર્સને કમાણીની તક મળશે, પોતાનું મ્યુઝિક બનાવીને રૂપિયા કમાઈ શકાશે

2 વર્ષ પહેલા
  • મ્યુઝિક ક્રિએટર્સનું સોન્ગ કેટલું હિટ ગયું અને વ્યૂઝને આધારે પેમેન્ટ થશે
  • ચિનગારી એપ મ્યુઝિક કંપોઝર્સને હિટ સોન્ગ માટે રેવન્યૂ શેરિંગ પણ કરશે
  • હાલ કંપનીમાં 25 કર્મચારીઓ છે, ઓગસ્ટ સુધીમાં 100 કર્મચારીઓ કામ કરશે
  • ટિકટોક બંધ થયા પછી રોજ એક કલાકમાં 3 લાખ યુઝર્સ ઉમેરાઈ રહ્યા છે
  • 10 ભાષાને સપોર્ટ કરતી ચિનગારી એપ એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે અવેલેબલ છે

ચાઈનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ આવ્યા પછી હવે ઇન્ડિયન એપ ચિનગારી ભારતીયોના સ્માર્ટફોનમાં જગ્યા બનાવી રહી છે. ચિનગારી એપ પોતાના ફીચર્સને પણ વારંવાર અપડેટ કરી રહી છે. દેશી એપને લઈને હાલ એક સારા સમાચાર આવ્યા છે. ટિકટોકની જેમ જે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ચિનગારી પર હવે ક્રિએટર્સ પોતાના ટેલેન્ટને શોકેઝ કરીને સારી એવી રકમની કમાણી કરી શકશે.

એપ ડેવલોપર્સે કહ્યું કે, અમે મ્યુઝિક ક્રિએટર્સને તેમનું સોન્ગ કેટલું હિટ ગયું તેને આધારે પેમેન્ટ કરીશું. એટલું જ નહિ પણ ચિનગારી એપ મ્યુઝિક કંપોઝર્સને હિટ સોન્ગ માટે રેવન્યૂ શેરિંગ પણ કરશે.

કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ પ્રોડક્ટ ઓફિસર સુમિત ઘોષે મની ભાસ્કર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, દેશી કન્ટેન્ટ બનાવવાવાળા માટે ચિનગારી પહેલેથી એક હોટસ્પોટની જેમ આગળ વધી રહ્યું છે. 1.6 કરોડ યુઝર્સ ધરાવતી એપ ટેલેન્ટેડ મ્યુઝિક  કંપોઝર્સને સારું એવું રીચ આપશે. અમારો હેતુ એ જ છે કે, આપણા દેશના ટેલેન્ટને પ્રમોટ કરીએ. ટૂંક સમયમાં અમે ડાન્સ અને અન્ય ટેલેન્ટ ધરાવતા ક્રિએટર્સને આ પ્લેટફોર્મની મદદથી રૂપિયા કમાવાની તક આપીશું. આ દરમિયાન અમે કન્ટેન્ટ પર ખાસ ધ્યાન રાખીશું. ઉલ્લેખનીય છે કે, ટિકટોક પર ક્રિએટર્સ ટેલેન્ટ બતાવીને લાખો રૂપિયાની કમાણી કરતા હતા.

એટલું જ નહિ પણ એપ ડેવલોપર્સે નવું યુએક્સ જાહેર કર્યું છે. આવતા અઠવાડિયાંથી તે લાઈવ થશે. ચિનગારિ ટીમ યુએક્સને યુઝર્સ માટે વધારે ફ્રેન્ડલી બનાવશે.

સ્ટાફ વધારવાનો પ્લાનિંગ 
યુઝર્સ વચ્ચે વધી રહેલી ડિમાન્ડને જોઈને આ એપને સતત અપડેટ કરવામાં આવી રહ્યું છે. કંપનીને હાલ મોટી સંખ્યામાં કમર્ચારીઓની પણ જરૂર છે. સુમિતે જણાવ્યું કે, હાલ અમારી પાસે 25 કર્મચારીઓ છે, અમે આ મહિનાના અંત અથવા તો ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયાં સુધીમાં કમર્ચારીઓની સંખ્યા 100 કરી દઈશું. ચિનગારી એપને ઘણી કંપનીઓ તરફથી ફંડિંગ અને ઇન્વેસ્ટર્સની ઓફર પણ મળી છે.

એક કલાકમાં 3 લાખ યુઝર્સ ઉમેરાઈ છે
કંપની પ્રમાણે, હાલ ચિનગારી એપ ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ-૩ ફ્રી ફેમસ એપમાંની એક છે. એપમાં માત્ર 25 દિવસોમાં 1.6 કરોડથી વધારે નવા યુઝર્સ બન્યા છે. એપના કો-ફાઉન્ડર બિશ્વમાતા નાયકે કહ્યું કે, હાલ આશરે એક કલાકમાં નવા ત્રણ લાખ યુઝર્સ ઉમેરાઈ રહ્યા છે અને પ્રતિ કલાક 2.2 મિલિયન વીડિયો સ્વાઈપ/વ્યૂ રેકોર્ડ કરી રહ્યા છે. આખી ટીમ 24 કલાક મહેનત કરી રહી છે અને નવા યુઝર્સને સારો અનુભવ મળે તેના પ્રયત્નો પણ ચાલુ જ છે. બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સહિત અન્ય ઘણા લોકોએ સપોર્ટ કર્યો છે અને એપ સાથે જોડાઈ રહ્યા છે.

ક્રિએટર્સને પ્રતિ વ્યૂ રૂપિયા મળશે
ચિનગારી એપ યુઝર્સને પોતાના વીડિયો માટે પોઈન્ટ્સ (પ્રતિ વ્યૂ) મળે છે. પછીથી તેને રૂપિયામાં રિકવર કરી શકાય છે. સમાચાર ફીડ ફેશનમાં વીડિયો અપલોડ કરવા અને કન્ટેન્ટ સર્ચ ઉપરાંત યુઝર્સ નવા લોકો સાથે વાત પણ કરી શકશે. તેમની સાથે કન્ટેન્ટ શેર પણ કરી શકશે. આ એપ ટ્રેન્ડીંગ ન્યૂઝ, એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ, લવ કોટ્સ અને એ સિવાય ઘણું બધું આપે છે

10 ભાષાને સપોર્ટ કરે છે
ચિનગારી એપનો ઇન્ટરફેસ ટિકટોકની જેમ છે પરંતુ હજુ તેમાં ઘણા સુધારાની જરૂર છે. એપ 10 ભાષાને સપોર્ટ કરે છે, જેમાં અંગ્રેજી, હિન્દી, બંગાળી, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી, મલયાલમ, તમિળ અને તેલુગુ સામેલ છે. ચિનગારી એપ એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે અવેલેબલ છે.

અન્ય સમાચારો પણ છે...