તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Company Claims It Will Give 66 Hours Of Battery Backup, Can Connect To Two Devices Simultaneously, Price Rs 3,999

ટચટેક વાયરલેસ નેકબેન્ડ લોન્ચ:કંપનીએ 66 કલાકનાં બેટરી બેકઅપનો દાવો કર્યો, એકસાથે બે ડિવાઇસ કનેક્ટ કરી શકશો, કિંમત 3,999 રૂપિયા

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટચટેક RUN NH-336માં 300mAhની બેટરી છે
  • નેકબેન્ડ 2 કલાકમાં ફુલ ચાર્જ થઇ જશે

ભારતીય કંપની ટચટેકે પોતના નવા વાયરલેસ નેકબેન્ડ ટચટેક RUN NH-336 લોન્ચ કર્યા છે. આ નેકબેન્ડમાં લેધર બોડી છે. ટચબેક RUN NH-336ની બેટરી વિશે કંપનીએ 66 કલાકના બેકઅપનો દાવો કર્યો છે.

2 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે
આ નેકબેન્ડને ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ અને યુથને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કર્યા છે. ટચટેક RUN NH-336માં ઓપ્ટિમાઈઝ બ્લુટૂથ ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની મદદથી ટ્રાન્સમિશન સ્પીડ વધારી શકાશે. નેકબેન્ડને 2 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે.

બે ડિવાઇસથી કનેક્ટ કરી શકશો
ક્નેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ v5.0 આપ્યું છે. આ ઉપરાંત તેમાં ડ્યુઅલ ડિવાઇસ પેરિંગ પણ છે એટલે કે તમે એકસાથે બે ડિવાઇસ પર કરી શકો છો અને બંને ડિવાઇસનો વારાફરથી ઉપયોગ કરી શકો છો.

6 મહિનાની વોરંટી મળશે
ટચટેક RUN NH-336માં 300mAhની બેટરી છે. નેકબેન્ડનો લુક પ્રીમિયમ છે. મ્યુઝિક અને કોલ માટે નેકબેન્ડમાં બટન પણ આપ્યા છે. ટચટેક UN NH-336ની કિંમત 3,999 રૂપિયા છે અને તમે 6 મહિનાનો વોરંટી મળશે.

બ્લેક અને ઓરેન્જ કલર ઓપ્શન મળશે
નેકબેન્ડ ખરીદવા માટે ગ્રાહકોને બ્લેક અને ઓરેન્જ કલરનો ઓપ્શન મળશે. નેકબેન્ડની ટક્કર રિયલમી ડીઝૉ, રિયલમી, શાઓમી, પીટ્રોન જેવી કંપનીઓના નેકબેન્ડ સાથે થશે.