• Gujarati News
  • Utility
  • Gadgets
  • Companies Will Now Have To Pay A Fine Of Rs 15 Crore If Data Of Social Media Users Including WhatsApp And Instagram Is Leaked.

સરકારની લાલ આંખ:વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા યુઝરનો ડેટા લીક થયો તો હવે કંપનીઓએ 15 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયમો વિરુદ્ધ ભારત બહાર ડેટા મોકલતી કંપનીઓ પર પણ સરકાર કાર્યવાહી કરશે
  • ડેટા પ્રોટેક્શન ઓથોરિટી પીડિત યુઝરના નુકસાનની ગંભીરતા ધ્યાનમાં રાખશે

સોશિયલ મીડિયા યુઝર્સનો ડેટા લીક થવો એ હવે સામાન્ય સમસ્યા બની ચૂકી છે. હાઈ પ્રોફાઈલ કેસમાં વ્હોટ્સએપ ચેટ લીક અને અન્ય સોશિયલ મીડિયા અકાઉન્ટની ચેટ લીક થાય છે. આ સોશિયલ મીડિયા કંપનીઓ પોતાનું પ્લેટફોર્મ સિક્યોર હોવાનો દાવો કરતી હોવા છતાં ચેટ લીક થાય છે. જોકે હવે સરકારે આવી કંપનીઓ સામે લાલ આંખ કરી છે. યુઝરનો ડેટા ચોરી થશે તો સોશિયલ મીડિયા કંપનીએ એની મોટી કિંમત ચૂકવવી પડશે. ગુરુવારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનો રિપોર્ટ રાજ્યસભા અને લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

સંસદીય સમિતિએ ડેટા લીક રોકવા માટે કાયદામાં ઘણી જોગવાઈની ભલામણ કરી છે. એ પ્રમાણે જો ડેટા લીક થાય તો કંપનીએ 15 કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે અથવા કંપની પાસેથી સરકાર દંડ તરીકે ટર્નઓવરના 4% વસૂલશે. નાના નિયમોનું ઉલ્લંઘન થશે તો 5 કરોડ રૂપિયા અથવા ગ્લોબલ ટર્નઓવરના 2% લેવામાં આવશે.

ગૂગલ, ફેસબુક જેવી કંપનીઓએ સિક્યોરિટી પ્રો લેવલની કરવી પડશે
આ જોગવાઈને જો સરકાર કાયદામાં પરિવર્તિત કરે છે તો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ગૂગલ, અમેઝોન સહિતની સોશિયલ મીડિયા કંપનીઓએ તેમની સિક્યોરિટી પ્રો લેવલની કરવી પડશે. આ બિલ યુરોપિયન યુનિયન જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન હેઠળ તૈયાર કરાયું છે. આ બિલ 2 વર્ષ પહેલાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે 11 ડિસેમ્બર, 2019માં લોકસભામાં રજૂ કર્યું હતું.

ડેટા લીક કેસમાં 72 કલાકની અંદર જવાબ આપવો પડશે
પ્રાઈવસીનું ઉલ્લંઘન થઈ ડેટા લીક થશે તો આ કેસમાં કંપનીએ 72 કલાકની અંદર માહિતી આપવી પડશે. ડેટા પ્રોટેક્શન ઓથોરિટી પીડિત યુઝરના નુકસાનની ગંભીરતા ધ્યાનમાં રાખશે. ડેટા પ્રાઈવસી નિયમોનું ઉલ્લંઘન કરતી અથવા નિર્ધારિત નિયમો વિરુદ્ધ ભારત બહાર ડેટા મોકલતી કંપનીઓ પર કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...