2023માં મોબાઈલ વાપરવો મોંઘો પડશે:નવા વર્ષમાં કંપનીઓ વધારી શકે છે ટેરિફની કિંમતો, 5G સ્માર્ટફોનનું વેચાણ પણ વધશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવા વર્ષમાં ટેરિફ વધવા છતાં પણ 4Gની સાપેક્ષે 5G સ્માર્ટફોનનું વેચાણ વધશે. એપ્રિલ-જૂનનાં સમય દરમિયાન દેશમાં 10 કરોડથી વધુ 5G સ્માર્ટફોન વેચાય તે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રિસર્ચ એજન્સી કાઉન્ટરપોઈન્ટ મુજબ 2023નાં અંત સુધીમાં 4G સ્માર્ટફોનની સાપેક્ષે 5G સ્માર્ટફોનનું વેચાણ થશે.

નવેમ્બર 2022માં 5G સેવાઓની શરુઆત થઈ હતી. તે પછી તો આ નેટવર્ક એરિયા તેજીથી વધતો રહ્યો. જો કે, 5G સ્માર્ટફોનનું વેચાણ 2020થી જ શરુ થઈ ગયું છે પણ કાઉન્ટરપોઈન્ટનું અનુમાન છે કે, વર્ષ 2022માં આ સ્માર્ટફોનનું વેચાણ વીતેલા વર્ષની સાપેક્ષે 81% વધીને 8 કરોડ સુધી પહોંચી જશે. બજારમાં સસ્તા 5G સ્માર્ટફોન મળવા એ તેનું મુખ્ય કારણ છે. કુલ વેચાણમાં 20 હજાર રુપિયાથી ઓછાનાં 5G સ્માર્ટફોનની ભાગીદારી 2021માં 16% થી વધીને 31% થવાનું અનુમાન છે.

5G સેક્ટરમાં આવશે 1.5 લાખ કરોડનું નવું રોકાણ, ટેરિફ વધવાની તૈયારી
એક રિપોર્ટ મુજબ રિલાયન્સનાં પ્રમુખ મુકેશ અંબાણી 2023 દરમિયાન 5G નેટવર્ક પર 1.12 લાખ કરોડ રુપિયા ખર્ચ કરી શકે છે. ભારતી એરટેલે પણ 27-28 હજાર કરોડ ખર્ચ કરશે. ઈન્ડસ્ટ્રીનાં સૂત્રો મુજબ ટેલિકોમ કંપનીઓ 5G અપગ્રેડ કરવા અને ઓપરેટિંગ કોસ્ટ પર નિયંત્રણ માટે ટેરિફમાં વધારો થઈ શકે. ભારતી એરટેલે હરિયાણા અને ઓડિશામાં એન્ટ્રી લેવલનાં પ્રીપેડ પ્લાનનો ટેરિફ 57% સુધી વધારી શકાય છે. રિલાયન્સ જિયોએ પણ ટેરિફમાં 10%નો વધારો કરી શકે છે.

10 હજાર રુપિયાની રેન્જમાં પણ 5G સ્માર્ટફોન આવે છે
કંપનીઓ ભારતીય બજારમાં 10 હજાર રુપિયાની રેન્જમાં પણ એન્ટ્રી લેવલ 5G સ્માર્ટફોન લાવી રહ્યા છો. જો કે, અમુક પાર્ટ્સની અછત, ભૂરાજકીય અસ્થિરતા અને ફુગાવા જેવી સમસ્યાઓનાં કારણે આ સેગમેન્ટમાં વેચાણ વૃદ્ધિ થોડી ઓછી રહેવાની ધારણા છે.

આ વર્ષે 5G હેન્ડસેટનાં વેચાણમાં 81 ટકાનો વધારો
કાઉન્ટરપોઈન્ટની એનાલિસ્ટ શિલ્પી જૈને કહ્યું કે, ‘ભારતમાં આ વર્ષે 5G સ્માર્ટફોનનું વેચાણ 81 ટકા વધ્યું છે. આવનાર વર્ષમાં આ વધારો 62% સુધી રહેવાનું અનુમાન છે. 2023નાં અંત સુધી ભારતીય બજારમાં સ્માર્ટફોનનાં કુલ વેચાણમાં 5G હેન્ડસેટ્સની ભાગીદારી 54% થી વધી જશે.’