47 સ્માર્ટફોન્સ પર વ્હોટ્સએપ નહી ચાલે:એપલ-સેમસંગ જેવી કંપનીઓએ જૂના સ્માર્ટફોન્સ પર વ્હોટ્સએપ સપોર્ટ બંધ કર્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વનું ઈન્સટન્ટ મેસેજિંગની સેવા પૂરુ પાડતું પ્લેટફોર્મ વ્હોટ્સએપે 1 જાન્યુઆરી, 2023થી અમુક સ્માર્ટફોન્સમાં સપોર્ટ કરવાનું બંધ કરી દીધુ છે. આ યાદીમાં 49 સ્માર્ટફોન્સ સામેલ છે, જે આઉટડેટેડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. વ્હોટ્સએપની અધિકૃત વેબસાઈટ મુજબ આ એપ હવે ઓપરેટિંગ સિસ્ટમનાં 4.1 વર્ઝન અને તેનાથી નવા વર્ઝનને સપોર્ટ કરશે. તે iOSના iOS12 અને તેનાથી ઉપરનાં વર્ઝનને સપોર્ટ કરે છે.

વ્હોટ્સએપ તરફથી એક બ્લોગમાં એવું કહેવામાં આવ્યું છે કે, લેટેસ્ટ એડવાન્સ્ડ ટેકનોલોજી સાથે બન્યા રહેવા માટે અમે નિયમિત રુપથી જૂની ઓપરેટિંગ સિસ્ટમનો સપોર્ટ બંધ કરી રહ્યા છીએ. તેનાથી નવી ટેકનોલોજીનો સપોર્ટ એકદમ સરળ બની જશે. અમે યૂઝરનાં સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમમાં એપનો સપોર્ટ બંધ કરતા પહેલાં એક નોટિફિકેશન મોકલીએ છીએ. તેમાં ડિવાઈસને અપગ્રેડ કરવાની સલાહ આપવામાં આવે છે. જેથી, યૂઝર વ્હોટ્સએપનો સ્માર્ટફોનમાં ઉપયોગ ચાલુ રાખી શકે.

વ્હોટ્સએપે જે કંપનીઓનાં સ્માર્ટફોન્સમાં સપોર્ટ બંધ કર્યો છે, તેમાં સેમસંગ, એપલ. હ્યુઆઈ, LG જેવી અનેક બ્રાન્ડેડ કંપનીઓ સામેલ છે. કંપનીએ જણાવ્યું કે, આમાંથી મોટાભાગનાં સ્માર્ટફોન્સની ઓપરેટિંગ સિસ્ટમ જૂની થઈ ચૂકી છે. જે લોકો સ્માર્ટફોન્સ અપડેટ કરી ચૂક્યા છે, તેઓએ ચિંતા કરવાની જરુર નથી.

ભારતમાં 48 કરોડથી વધુ વ્હોટ્સએપ યૂઝર્સ
ભારતમાં અંદાજે વ્હોટ્સએપનાં 48.9 કરોડ યૂઝર્સ છે. બીજી તરફ વિશ્વમાં 2 અરબથી પણ વધુ લોકો વ્હોટ્સએપ સાથે જોડાયેલા છે. વ્હોટ્સએપને વર્ષ 2009માં લોન્ચ કર્યું હતું. વર્ષ 2014માં ફેસબુકે વ્હોટ્સએપને 19 બિલિયન ડોલરમાં ખરીદ્યુ હતું.

વ્હોટ્સએપમાં ‘પોલ’ ફીચર નવુ આવ્યું
વ્હોટ્સએપે હાલ જ ‘પોલ’ (Poll) ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચરનો ઉપયોગ ગ્રુપ ચેટ અને ઈન્ડિવિડ્યુઅલ ચેટ બંનેમાં કરી શકાય છે. વ્હોટ્સએપ પોલનાં માધ્યમથી યૂઝર્સ પોતાના કોઈ પ્રશ્ન પર લોકોની સલાહ કે પ્રતિક્રિયા જાણી શકો છો.