અપકમિંગ:ટૂંક સમયમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ 'ક્લબહાઉસ' લોન્ચ થશે, બીટા વર્ઝન પર ટેસ્ટિંગ શરૂ થયું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ હાલ માત્ર iOS યુઝર્સ માટે અવેલેબલ છે
  • એન્ડ્રોઈડ માટે ગ્લોબલી લોન્ચ કરવા માટે કંપનીએ બીટા વર્ઝન પર ટેસ્ટિંગ શરૂ કર્યું છે

ઓડિયો ચેટ ક્લબહાઉસ થોડાક જ મહિનામાં પોપ્યુલર બની છે. અત્યાર સુધી એપ iOS પર જ અવેલેબલ હતી. કંપની હવે તેને એન્ડ્રોઈડ યુઝર્સ માટે લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ એન્ડ્રોઈડ બીટા યુઝર્સ પર તેનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

કંપનીએ સોશિયલ મીડિયાની પોસ્ટમાં જણાવ્યું કે એન્ડ્રોઈડ માટે એપ લાઈવ નથી થઈ. અમે બીટા વર્ઝન રોલઆઉટ કરી રહ્યા છીએ. અમે વધારે એન્ડ્રોઈડ યુઝર્સને આવકારીએ છીએ.

ક્લબહાઉસ એક લાઈવ ઓડિયો ચેટ એપ છે. તેના પર યુઝર્સ કોઈ ક્લબ, વ્યક્તિ કે ટોપિકને ફોલો કરી એપની મજા માણી શકે છે. આ એપ કોઈ પણ ઓડિયો કન્વર્ઝેશનને સ્ટોર કરતી નથી. આ લાઈવ ઓડિયો ચેટરૂમ છે. એપ પર યુઝર કન્વર્ઝેશનમાં ત્યારે જોઈન કરી શકશે જ્યારે તેને અન્ય કોઈ યુઝરનું ઈન્વિટેશન મળ્યું હોય.

વિવાદ
ક્લાબહાઉસ ભલે પોપ્યુલર થઈ હોય પરંતુ એપ સાથે વિવાદ પણ જોડાયેલો છે. નફોર્ડ યુનિવર્સિટી, અમેરિકાના સંશોધકોએ જણાવ્યું કે, તમારા ડેટાને ચાઈનીઝ સરકાર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. સ્ટેનફોર્ડ ઈન્ટરનેટ ઓબ્ઝર્વેટરી (SIO)એ આ વાતની પુષ્ટિ કરી છે. SIOના જણાવ્યા પ્રમાણે, શંઘાઈની રિયલ ટાઈમ એન્ગેજમેન્ટ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની અગોરા ક્લબહાઉસ એપને બેક એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય કરે છે.

અલગ ડેટા સિક્યોરિટી ફર્મ બનાવવાનો પ્લાન
ક્લબહાઉસે જણાવ્યું કે, ઈન્ક્રિપ્શન અને પોતાના ક્લાઈન્ટના પિંગ સુધી ચાઈનીઝ સર્વર પર મોકલવા માટે ફેરફાર કરી રહ્યું છે. આ ફેરફારને વેલિડ કરવા અને તેની સમીક્ષા માટે અલગથી ડેટા સિક્યોરિટી ફર્મ નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે.

ફેસબુક પણ ક્લબહાઉસ જેવી એપ લોન્ચ કરશે
એપ એટલી પોપ્યુલર બની ગઈ કે તેવી જ એપ ફેસબુક પણ બનાવવા જઈ રહી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, આ ઓડિયો બેઝ્ડ સોશિયલ નેટવર્ક ક્લબહાઉસ જેવું હશે. ક્લબહાઉસને 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને રોબિનહુડના CEO વ્લાદ ટેનેવ દ્વારા તેનું નામ લેવાતા અચાનક તેના યુઝર્સની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.

ક્લબહાઉસ એપ હાલ માત્ર એપ સ્ટોર પર અવેલેબલ છે. કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ તેના યુઝર્સની સંખ્યામાં સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફેસબુક પાસે મેસેજિંગ એપ વ્હોટ્સએપ અને ફોટો શેરિંગ માટે ઈન્સ્ટાગ્રામ છે. હવે આ નવી એપથી તેનાં કમ્યુનિકેશન નવાં રૂપમાં થશે. સોશિયલ મીડિયા કંપની ફેસબુકે નવી પ્રોડક્ટ વિશે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.