તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ડ્રોઈડ યુઝર્સ સાવધાન:ક્લબહાઉસની ફેક એપ એક્ટિવ, ડાઉનલોડ કરવાં પર હેકર્સ તમારો પર્સનલ ડેટા ચાઉં કરી શકે છે

11 દિવસ પહેલા

જો તમે ઓડિયો કન્વર્ઝેશન એપ ક્લબહાઉસના લવર્સ છો તો હવે તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. એપની પોપ્યુલારિટીને જોતાં હવે માર્કેટમાં ફેક એપ ફરતી થઈ છે. સાયબર સિક્યોરિટી ફર્મ Kaspersky (કેસ્પરસ્કાય)ના સિક્યોરિટી એક્સપર્ટ, ડેનિસ લેગ્જોએ જણાવ્યું કે હેકર્સ કોડની મદદથી નવાં યુઝર્સને ફેક એપ્લિકેશન જોઈન કરવા માટે મજબૂર કરી શકે છે.

સિક્યોરિટીની ચિંતા એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે શંઘાઈની રિયલ ટાઈમ એન્ગેજમેન્ટ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની અગોરા ક્લબહાઉસ એપને બેક એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય કરે છે. ક્લબહાઉસનું હેડક્વાર્ટર શંઘાઈ અને સિલિકોન વેલીમાં છે.

ફેક એપથી સાવધાન રહેવાની જરૂર

ફેક એપ પરથી હેકર્સ તમારો પર્સનલ ડેટા ચોરી કરી શકે છે
ફેક એપ પરથી હેકર્સ તમારો પર્સનલ ડેટા ચોરી કરી શકે છે

ડેનિસ લેગ્જોએ જણાવ્યું કે આ એપ માત્ર iOS પર અવેલેબલ છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે તેનું ફેક વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીએ ઓફિશિયલી એન્ડ્રોઈડ યુઝર્સ માટે એપ લોન્ચ કરી નથી. ફેક એપ્લિકેશન ફોન ડેટા સાથે ડિવાઈસનું લોકેશન, રેકોર્ડ થનાર ઓડિયો અને વીડિયો ડેટા ચોરી કરે છે.

અલગ ડેટા સિક્યોરિટી ફર્મ બનાવવાનો પ્લાન
ક્લબહાઉસે જણાવ્યું કે, ઈન્ક્રિપ્શન અને પોતાના ક્લાઈન્ટના પિંગ સુધી ચાઈનીઝ સર્વર પર મોકલવા માટે ફેરફાર કરી રહ્યું છે. આ ફેરફારને વેલિડ કરવા અને તેની સમીક્ષા માટે અલગથી ડેટા સિક્યોરિટી ફર્મ નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે. માર્ચ 2020માં લોન્ચ કરવામાં આવેલી ક્લબહાઉસ એપ દુનિયાભરમાં ઘણી પસંદ કરવામાં આવી છે. જોકે, કેટલાક દિવસ પહેલાં ચીન દ્વારા તેના પર રોક લગાવવામાં આવ્યાના સમાચારો સામે આવ્યા હતા.

આ રીતે ક્લબહાઉસ એપનો ઉપયોગ કરો

  • ક્લબહાઉસ ડાઉનલોડ કર્યા બાદ યુઝરનેમ અને મોબાઈલ નંબર સબમિટ કરો. યુઝરનેમ ઈન્વાઈટ મળે તે પહેલાં બદલી શકાય છે. હવે જે SMS આવે તે તમારું ક્લબહાઉસ ઈન્વિટેશન છે. હવે તમે મોબાઈલ નંબરની મદદથી એપ પર લોગ ઈન કરી શકો છો.
  • એપ પર તમે કોઈ ક્લબ, વયક્તિ અથવા કોઈ ખાસ ટોપિકને ફોલો કરી શકો છો. તમે પહેલાંથી જ બનેલા રૂમમાં એન્ટ્રી કરી શકો છો. ત્યાં શું વાચતીત થઈ રહી છે તે તમે સાંભળી શકો છો. તમે ફ્રેન્ડ્સ અને ટોપિક્સને ફોલો કરી શકો છો.
  • આ એપ કોઈ પણ ઓડિયો કન્વર્ઝેશનને સ્ટોર કરતી નથી. આ લાઈવ ઓડિયો ચેટરૂમ છે. એપ પર યુઝર કન્વર્ઝેશનમાં ત્યારે જોઈન કરી શકશે જ્યારે તેને અન્ય કોઈ યુઝરનું ઈન્વિટેશન મળ્યું હોય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો