તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Cloud Based Windows System Can Be Updated, This Will Provide All The Services Of The Company Only After Paying

માઈક્રોસોફ્ટની નવી OS લોન્ચ થશે:ક્લાઉડ બેઝ્ડ વિન્ડોઝ સિસ્ટમ અપડેટ કરવામાં આવી શકે છે, નવી OSમાં કંપની સબસ્ક્રિપ્શન સર્વિસ માટે પૈસા લેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી અપડેટમાં ડિસ્પ્લેના વિઝ્યુલ એક્સપિરિઅન્સને વધુ સારો બનાવવામાં આવશે
  • ક્લાઉડ બેઝ્ડ નવી અપડેટમાં કંપની યુઝર પાસે તેની સર્વિસિસ માટે પૈસા લેશે

માઈક્રોસોફ્ટ આ વર્ષે પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ 24 જૂને લોન્ચ કરશે. કંપનીએ ઈવેન્ટ માટે મીડિયા ઈન્વાઈટ પણ મોકલવાના શરૂ કર્યા છે. કંપનીની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 છે. આ ઈવેન્ટમાં કંપની વિન્ડોઝ 11 લોન્ચ કરી શકે છે.

નવી OSમાં યુઝર ઈન્ટરફેસ બદલાઈ જશે. નવી વિન્ડોઝનું કોડનેમ Sun Valley જાણવા મળી રહ્યું છે. નવી ઈવેન્ટ 24 જૂને કંપનીની વેબસાઈટ પર રાતે 8:30 વાગ્યે લાઈવ સ્ટ્રીમ પર જોઈ શકાશે. ઈવેન્ટમાં માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા અને ચીફ પ્રોડક્ટ ઓફિસર પેનોસ પનાય હાજરી આપશે.

જૂની વિન્ડોઝને ડેવલપર્સ સાથે શેર કરવામાં આવશે
નડેલાનું કહેવું છે કે છેલ્લા દશકમાં જે વિન્ડોઝ અપડેટ શાનદાર રહી હશે તેને ટૂંક સમયમાં ડેવલપર્સ અને ક્રિએટર સાથે શેર કરવામાં આવશે. તેથી તેમને આર્થિક સહાયતા મળી શકે. વિન્ડોઝની નેક્સ્ટ જનરેશન માટે નડેલા ઘણા ઉત્સાહિત છે.

ફીચર્સ અપડેટ

ટેક વેબસાઈટ ધ વર્જના રિપોર્ટ પ્રમાણે, કંપની નવી અપડેટના ફીચર્સ વિશે ખુલાસો કરી શકે છે. નવી અપડેટમાં ડિસ્પ્લેના વિઝ્યુલ એક્સપિરિઅન્સને વધુ સારો બનાવવામાં આવશે. વિન્ડોઝ 11માં એપ્સના નવા આઈકોન, એનિમેશન, નવું સ્ટાર્ટ મેન્યુ, ટાસ્કબાર લેઆઉટ મળી શકે છે.

આ સિવાય નવી વિન્ડોઝ સાથે કંપની એપને રી અરેન્જ પણ કરી શકે છે. તેનો ફાયદો મલ્ટિપલ મોનિટરમાં મળશે. આ સિવાય તેમાં Xbox Auto HDRનો સપોર્ટ અને બ્લુટૂથ ઓડિયો વધુ સારો બનાવવામાં આવશે. માઈક્રોસોફ્ટ એક નવાં એપ સ્ટોર પર પણ કામ કરી રહી છે.

નવી વિન્ડોઝ ક્લાઉડ પર બેઝ્ડ છે

લીક રિપોર્ટ પ્રમાણે આ વખતે કંપની ક્લાઉડ બેઝ્ડ વિન્ડોઝ લોન્ચ કરી શકે છે. તેનો મોટો ફાયદો એ થશે કે આ સર્વિસ સબસ્ક્રિપ્શન બેઝ્ડ હશે. તેનાથી કંપનીને વધારે ફાયદો થશે. સાથે જ Microsoft Office અને Xbox જેવી ગેમ્સ માટે યુઝરને કોઈ કકળાટ નહિ રહે.

તેનાથી કંપની પોતાની Azure ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મનો સારો ઉપયોગ કરી શકશે. કંપનીના વાઈસ પ્રેસિડન્ટ, જોન કેબલે બ્લોગમાં કહ્યું કે આ વર્ષે Windows 10Xની નવી ટેક્નોલોજી લોન્ચ કરવાને બદલે તેને વધુ સારી બનાવવા પર કંપની કામ કરી રહી છે.