તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક બાઈંગ ગાઈડ:સ્વચ્છ હવાની ગેરેંટી ! આ 5 એર પ્યુરિફાયર બેસ્ટ ઓપ્શન છે, યુઝર્સ બોલીને પણ કંટ્રોલ કરી શકશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે ભારતમાં ઠંડીની સીઝન આવવાની સાથે ઘણા શહેરોમાં પ્રદૂષણનું સ્તર વધી જાય છે. તમારા શહેરની હવામાં પણ વધારે પ્રદૂષણ હોય તો તમારે એક સારા એર પ્યુરિફાયર ખરીદવાની જરૂર છે.

એક સારી ક્વોલિટીના એર પ્યોરિફાયરથી માટે તમે અને તમારો પરિવાર સ્વચ્છ હવા લેશો તેવું નથી તેનાથી પ્રદૂષણથી થતી બીમારીઓથી પણ બચી શકાશે. હાઈ એફિશિયન્સી પર્ટીક્યુલેટ એર (HEPA) ક્ષમતાવાળા એર પ્યુરિફાયર 99.97 ટકા હવામાંથી કણો દૂર કરે છે, તેમની સાઈઝ ન્યૂનતમ 03. માઈક્રોન હોય છે. તેનાથી ઘણા રોગથી બચી શકાય છે.

માર્કેટમાં એર પ્યુરિફાયરના ઘણા બધા ઓપ્શન છે, તેવામાં નક્કી કરવું મુશ્કેલ થઇ જશે કે કઈ પ્રોડક્ટ તમારા ઘર માટે યોગ્ય છે. અમે 5 એર પ્યુરિફાયર માટે લિસ્ટ જણાવી રહ્યા છીએ, તે માર્કેટમાં પણ અવેલેબલ છે..

1. હનીવેલ HAC25M1201W એર પ્યુરિફાયર
કિંમત: 12,990 રૂપિયા

આ પ્રોડક્ટમાં 3 સ્ટેજ ફિલ્ટ્રેશન સિસ્ટમ છે. તે પ્રિ-ફિલ્ટર, HEPA અને એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરથી સજ્જ છે. તેમાં 0.3 માઈક્રોન સાઈઝના પ્રદૂષકોને કાઢી શકાય છે. તેનો CADR 250 ક્યુબીક મીટર પ્રતિ કલાક છે અને આ 3 કલરવાળા LEDની સાથે આવે છે. તે ઇન્ડોર હવા ક્વોલિટીનો સંકેત આપે છે.

આ એર પ્યુરિફાયર પૂરી રીતે ઓઝોન ફ્રી એર પ્યુરિફાયર છે અને તેના ફિલ્ટ્રેશન ટેક્નોલોજીથી કોઈ પણ પ્રકારનો ઝેરી ગેસ ઉત્પન્ન થતો નથી.

2. શાઓમી Mi એર પ્યુરિફાયર 3
કિંમત:12,999 રૂપિયા

Mi એર પ્યુરિફાયરમાં HEPA ફિલ્ટરની 3 સ્ટેજની ફિલ્ટ્રેશન પ્રોસેસ છે અને તે 360 ડિગ્રી ફિલ્ટ્રેશન આપે છે. તે 0.3 માઈક્રોન સાઈઝના કણો સહિત 99.97 ટકા પ્રદૂષકોનો નિકાલ કરે છે. શાઓમીનું આ એર પ્યુરિફાયર ઝડપી પ્યુરિફિકેશન માટે 360 ડિગ્રી એર ઇન્ટેક સિસ્ટમથી સજ્જ છે.

તેમાં અલ્ટ્રા ક્લિયર OLED ડિસ્પ્લે છે. તેને શાઓમીની એપથી પણ કંટ્રોલ કરી શકાય છે અને તે ગૂગલ આસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સા પણ સપોર્ટ કરે છે.

3. ફિલિપ્સ હાઈ એફિશિયન્સી એર પ્યુરિફાયર AC2887
કિંમતઃ 22,995 રૂપિયા

ફિલિપ્સનું હાઇ એફિશિયન્સી એર પ્યુરિફાયર AC2887 બે સ્ટેજવાળું ફિલ્ટરેશન પ્રોસેસ રજૂ કરે છે, જેમાં વીટાશીલ્ડ IPS અને ટ્રુ HEPA ફિલ્ટર અને એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર છે. આ પ્યૂરિફાયર કલાક દીઠ 333 ક્યુબિક મીટરના ક્લીન એર ડિલિવરી રેટ (CADR) સાથે આવે છે અને હવામાં હાજર 99.97% વાયુ પ્રદૂષકોને દૂર કરે છે. આ ઉપરાંત, તેમાં સ્લીપ મોડ પણ છે, જેની મદદથી અવાજ ઘટાડવા તેની પાંખોની ગતિ ઘટાડી શકાય છે.

4. ડાયસન પ્યોર કૂલ લિંક ટાવર એર પ્યૂરિફાયર
કિંમતઃ 43,900 રૂપિયા

મોડેલમાં 360 ડિગ્રી ગ્લાસ HEPA ફિલ્ટર અને એક્ટિવેટેડ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 99.95% એલર્જિક અને પ્રદૂષિત પદાર્થોને હવામાંથી શુદ્ધ કરે છે અને યુઝર સુધી શુદ્ધ હવા પહોંચાડે છે. આ હવાથી 0.1 માઇક્રોન સુધીના નાના કણોને દૂર કરે છે. તેની પ્રીમિયમ ડિઝાઇન મહત્તમ વિસ્તારમાં શુદ્ધ હવા ફેલાવવામાં મદદ કરે છે. તેની શક્તિશાળી એર પ્યુરિફિકેશન સિસ્ટમ સાથે આ રેન્જ કલાક દીઠ 500 ક્યૂબિક મીટર સુધી CADR (ક્લીન એર ડિલિવરી રેટ) આપે છે. આ પ્રોડક્ટ કંપનીની એર મલ્ટિપ્લાયર ટેક્નોલોજીથી સજ્જ છે.

5. હેવલ્સ ફ્રેશિયા એર પ્યૂરિફાયર રેન્જ
કિંમતઃ 15,295થી 47,495 રૂપિયા સુધી

હેવલ્સની ફ્રેશિયા રેન્જ સ્માર્ટ એર ટેક્નોલોજી સાથે આવે છે. તેમાં 9 સ્ટેજ ફિલ્ટરેશન સિસ્ટમ લગાવવામાં આવી છે, જે તમારા ઘર માટે તાજી અને તંદુરસ્ત હવા આપે કરે છે. આ પ્રોડક્ટમાં સ્ટાન્ડર્ડ પ્રિ-ફિલ્ટર, એન્ટિ બેક્ટેરિયલ, આયન પ્રોડ્યૂસર, કોલ્ડ કેટેલિસ્ટ અને હેપા (HEPA) ફિલ્ટર લગાવવામાં આવ્યાં છે. આ સિવાય, તેમાં હ્યુમિડિફાયર, એક્ટિવેટેડ કાર્બન, સ્ટરલાઇઝિંગ યુવી લાઇટ અને એન્ટિ બેક્ટેરિયલ બોલ્સ પણ છે, જે હવામાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે અને જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે. આ ફિલ્ટર એ સુનિશ્ચિત કરે છે કે હવામાં રહેલા ધૂળનાં કણો સાથે સૂક્ષ્મજંતુઓ પણ સાફ થઈ જાય. આ રૂમનું તાપમાન પણ અડજસ્ટ કરે છે અને ત્વચાને ડ્રાય થતાં બચાવે છે. તેમજ, રૂમની હવાને ફોર્મલડિહાઇડથી નુકસાનકારક રસાયણોથી સુરક્ષિત કરે છે. તેમાં અન્ય સુવિધાઓ જેવી કે, ડસ્ટ સેન્સર, ફ્રંટ કવર ઓપન પ્રોટેક્શન, LED એર પ્યુરિટી અને આયોનાઇઝર વેગેરે સામેલ છે.