ટેક ન્યૂઝ::ટેલિફોન કંપનીઓ વચ્ચે કાંટાની ટક્કર, ઓછા પૈસામાં મળે છે ખાસ પ્લાન

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાર ટેલિફોન કંપની Jio, Airtel, Vi અને BSNL વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે. આ ચારેય કંપનીઓ ગ્રાહકો માટે શાનદાર પ્લાન લોન્ચ કરે છે, જેમાં સસ્તા પ્લાનથી લઈને મોંઘા પ્લાન્સ સામેલ છે.

જો તમે 50-60 રૂપિયાના બજેટમાં કોઈ પ્લાન વિશે જાણવા ઇચ્છતા હોવ તો ટેલિફોન કંપનીઓ ડેટા અને કોલિંગ પ્લાન બંનેનો લાભ આપે છે. તમે આ નાના રિચાર્જની મદદથી પ્લાન પૂરો થાય ત્યાં સુધી ઇન્ટરનેટ અને કોલિંગનો લાભ લઈ શકો છો. આવો... જાણીએ આ પ્લાન વિશે.

BSNLનો 49 રૂપિયાનો પ્લાન
કંપનીના આ પ્લાનની કિંમત 49 રૂપિયા છે. આ સાથે જ 1 GB ડેટા પણ મળે છે. વેલિડિટીની વાત કરવામાં આવે તો આ 20 દિવસની વેલિડિટી છે. 100 મિનિટનો વોઇસ કોલિંગ આપે છે, તો સાથે વધારાની મિનિટ કે એસએમએસ નથી મળતા.

Jioનો 50 રૂપિયાનો પ્લાન
કંપની આ પ્લાનમાં કોઈ ડેટા કે ફ્રી વોઇસ કોલિંગ નથી આપતી, પરંતુ આ પ્લાન સાથે 39.37 રૂપિયાનો ટોકટાઈમ આપવામાં આવે છે, પરંતુ આ પ્લેનમાં કોઈ વેલિડિટી નથી.

Airtelનો 58 રૂપિયાના પ્લાનમાં મળે છે આ સુવિધા
Airtelના 58 રૂપિયાના પ્લાનમાં કુલ 3જીબી ડેટા આપવામાં આવે છે. વેલિડિટીની વાત કરવામાં આવે તો આ પ્લાન હાલના પ્લાનની વેલિડિટી સાથે ચાલે છે. તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં કોઈ ફ્રી વોઈસ કોલિંગ કે ફ્રી એસએમએસની સુવિધા આપવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...