ઓનલાઈન શૉપિંગ કરતાં પહેલાં સાવધાન:ફ્લિપકાર્ટના ગ્રાહકો પર ચીની હેકર્સ ત્રાટક્યા, ફેસ્ટિવ સેલના ગ્રાહકોને ફોર્ચ્યૂન વ્હીલથી ફ્રી મોબાઇલની લાલચ આપીને લૂંટ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ સાયબર અટેકમાં કરતા હતા હેકર્સ
 • તમામ નકલી લિંક ચીનના એક સંગઠનના નામથી રજિસ્ટર્ડ છે

ચીન સ્થિત હેકિંગ ગ્રૂપ ભારતીયો પર હુમલા કરવામાં કશું બાકી નથી રાખી રહ્યું. શુક્રવારે સામે આવેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીનના ગુઆંગ્ડોંગ અને હેનાન પ્રાંતના હેકર્સે ફ્લિપકાર્ટ પર ફેસ્ટિવ સીઝન સેલ્સ દરમિયાન ઓનલાઈન શૉપિંગ કરનારા લોકોને શિકાર બનાવ્યા છે.

નવી દિલ્હી સ્થિત સાયબરપીસ ફાઉન્ડેશને તેના રિપોર્ટમાં જણાવ્યું કે, સૌથી મોટા ફેસ્ટિવ સેલમાં હેકિંગની શરૂઆત ‘સ્પિન ધ લકી વ્હીલ સ્કેમ’નાં માધ્યમથી શરૂ થઈ હતી, જે ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝનો ભાગ હતો, કંપનીએ ઓક્ટોબરમાં આ સેલની જાહેરાત કરી હતી.

ચાઈનીઝ સ્કેમરે આ અવસરનો ઉપયોગ ‘એમેઝોન બિગ બિલિયન ડે સેલ’ નામથી એક સમાન લાગતા સ્કેમ બનાવવા માટે કર્યું. એમેઝોનના ફેસ્ટિવલ સેલને ‘ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ’ કહેવામાં આવે છે.

મોબાઈલ જીતવાની લાલચ આપી ડેટા ચોરી

 • ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સને એક લિંક પર ક્લિક કરવા અને એક સ્પર્ધામાં ભાગ લેવા માટે નકલી લિંક મોકલવામાં આવી હતી. ત્યાં લોકો ઓપો F17 પ્રો (મેટ બ્લેક, 8GB રેમ, 128GB સ્ટોરેજ) સ્માર્ટફોન જીતી શકતા હતા.
 • રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, જે લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા તેમણે ફોન જીત્યો. તે લોકોને વ્હોટ્સએપનાં માધ્યમથી પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે લિંક શેર કરવા માટે કહેવામાં આવ્યું.
 • તમામ ડોમેન લિંક ચીનના ગુઆંગ્ડોંગ અને હેનાન પ્રાંતના ફાંગ જિયો કિંગ નામથી રજિસ્ટર્ડ છે.
 • રિપોર્ટ મુજબ, હેકર્સે આ ડોમેઇન અલીબાબાના ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ પર રજિસ્ટર કરાવ્યાં હતાં.
 • સાયબર પીસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને પ્રેસિડન્ટ વિનીત કુમારે જણાવ્યું કે, ઈ કોમર્સ હેકિંગ નવું નથી, પરંતુ ખતરનાક વાત એ છે કે ગુપ્ત સાયબર યુદ્ધ ચીનની સરકાર વારંવાર ભારતમાં શરૂ કરે છે. ‘સ્પિન ઓફ ધ વ્હીલ’ સ્કેમ કોઈ નવી છેતરપિંડી નથી અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવું થઈ ચૂક્યું છે.
 • કુમાર જણાવે છે કે, રિસર્ચ કહે છે કે ભારતમાં 100 મિલિયનથી વધારે ઓનલાઈન શૉપર્સ છે અને લોકો જેટલું વધુ ઓનલાઈન શૉપિંગ કરી રહ્યા છે, એટલા જ આવા સ્કેમ વધી રહ્યા છે.

આ વર્ષે ફેસ્ટિવ ઓનલાઈન સેલમાં વાર્ષિક 65%નો વધારો
ભારતમાં ફેસ્ટિવ ઓનલાઈન સેલે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઈન્ડસ્ટ્રીએ આશરે $8.3 બિલિયન (આશરે 61,253 કરોડ રૂપિયા)ના કારોબાર કર્યો, જે વાર્ષિક આધારે 65% વધારે હતો.

નાનાં-શહેરો-ક્ષેત્રોમાં ઓનલાઈન શૉપિંગ સારી થઈ

 • હોમગ્રાઉન્ડ કન્સલ્ટિંગ ફર્મ રેડસીરના જણાવ્યા અનુસાર, નાનાં શહેરો અને નાનાં ક્ષેત્રોના મોટા ઓર્ડરના કારણે, આ વર્ષે ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યૂ (GMV)ની સંખ્યા ગયા વર્ષ કરતાં 5 અબજ ડૉલરથી વધીને 8.4 અબજ ડોલર થઈ ગઈ છે.
 • માર્કેટ રિસર્ચ ફર્મના અનુસાર, કુલ વેચાણમાં ફ્લિપકાર્ટ ગ્રૂપ કુલ વેચાણના 66 ટકા હિસ્સાની સાથે અગ્રણી તરીકે ઊભરી આવ્યું છે.
 • કુમારના જણાવ્યા પ્રમાણે, આ કૌભાંડો દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ આ પ્રકારના વધુ સાયબર હુમલાઓ કરવા માટે થઈ શકે છે, ખાસ કરીને ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં ઈન્ટરનેટ યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવે છે, જ્યાંથી આવાં કૌભાંડો અંગે જાગૃતિનો અભાવ છે.

હજી પણ આ ખતરનાક લિંક લાઈવ છે

 • ચાઈનીઝ હેકર્સે બેલ્જિયમ અને અમેરિકામાં ઓનલાઈન લિંક લાઈવ કરી છે.
 • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આજની વાત કરીએ તો આ લિંક અત્યારે પણ ચાલુ અને સક્રિય છે.
 • હેકર્સે પ્રતિયોગિતાને માન્ય બનાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી અકાઉન્ટ બનાવવા માટે નકલી ઈમેજ અને કમેન્ટ્સનો ઉપયોગ કર્યો.
 • આ અકાઉન્ટ્સમાંથી એક ઈમેજનો ઉપયોગ ભારતમાં એક કોલ ગર્લ સર્વિસ માટે અગાઉ કરવામાં આવ્યો હતો. ઉપયોગ કરવામાં આવેલી કમેન્ટની ઈમેજ પણ એક સમાન હતી.

URL પર ક્લિક કરતાં જ નકલી લિંક પર યુઝર પહોંચી જાય છે

 • સાયબરપીસ ફાઉન્ડેશને લિંકની તપાસ કરવા માટે ઓપન-સોર્સ ઈન્વેસ્ટિગેટિવ રીત તૈયાર કરી અને તમામ ડોમેઇન લિંક ચીનમાં રજિસ્ટર્ડ હોવાનું જાણવા મળ્યું.
 • પ્રતિયોગિતા માટે ઉપયોગ કરવામાં આવતા URL તે તમામ મલ્ટિપલ સાઈટ પર મોકલવામાં આવે છે જે નકલી છે.
 • રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, બિગ બિલિયન ડેઝ ફ્લિપકાર્ટનું કેમ્પેઈન છે. હેકર્સે જે કારસ્તાન કર્યું તેનાથી એવી છાપ ઊભી થઈ કે પ્રતિયોગિતા એમેઝોન દ્વારા ચલાવવામાં આવી રહી હોય.