• Gujarati News
  • Utility
  • Gadgets
  • Chinese App Snack Video Become More Popular In India After Ban On TikTok, Dominates Google Play Store’s Top Chart

એપ ઈન ગ્રોથ:ટિકટોક બૅન બાદ ચાઈનીઝ એપ સ્નેક વીડિયોએ ભારતમાં પગપેસારો કર્યો, અત્યાર સુધી 2.3 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રી કેટેગરીમાં એપ ઘણા સમયથી ટોપ પર છે
  • ભારત સરકારે અત્યાર સુધી કુલ 224 ચાઈનીઝ એપ્સ બૅન કરી

લદ્દાખની ગલવાન ઘાટીમાં સીમા વિવાદ બાદ ભારત સરકારે 29 જૂને 59 ચાઈનીઝ એપ્સ બૅન કરી હતી. અત્યાર સુધીમાં કુલ 224 એપ્સ બૅન થઈ છે, જે મૂળ ચીનની હતી અથવા ચીન સાથે સંકળાયેલી હતી. ટિકટોક બૅન થતાં જ ભારતમાં શોર્ટ વીડિયો ચાઈનીઝ એપ ‘સ્નેક વીડિયો’એ પગપેસારો કર્યો છે. 21 જુલાઈથી આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રી કેટેગરીમાં ટોપ લિસ્ટમાં સામેલ છે.

યુઝર્સને સ્નેક વીડિયો એપ પસંદ આવી રહી છે
અત્યાર સુધીમાં એપને 2.3 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. યુઝર્સ ટિકટોક બૅન થયા બાદ આ એપને પસંદ કરવા લાગ્યા છે. આ એપ બનાવનાર કંપની કુઆશુ ટેક્નોલોજીની કુવાઈ એપ પહેલાંથી જ ભારતમાં બૅન થઈ ચૂકી છે.

ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ-5માં શોર્ટ વીડિયો એપ
ગૂગલ પ્લે સ્ટોરના એપ લિસ્ટમાં ગુરુવારે 3 ઓગસ્ટે ટોપ-5 લિસ્ટમાં શોર્ટ વીડિયો એપનો દબદબો હતો. આ 5 એપમાંથી 4 એપ ભારતીય હતી. તેમાં MX ટકાટક, જોશ, મોજ અને શેરચેટનો સમાવેશ થાય છે. જોકે, ગત 14 દિવસોમાં આ 4માંથી એક પણ એપ ટોપ 1 પર રહેલી સ્નેક વીડિયોને ટક્કર આપી શકી નહોતી.

27 જુલાઈ બાદ એપના 80 લાખથી વધારે ડાઉનલોડ્સ
27 જુલાઈએ ભારત સરકારે 47 ચાઈનીઝ એપ્સ બૅન કરી હતી. તેમાં અગાઉ બૅન કરવામાં આવેલી એપ્સની ક્લોન એપ હતી. જોકે આ લિસ્ટમાં સ્નેક વીડિયોનું નામ નહોતું. સરકારની આવી કડક કાર્યવાહી કર્યા બાદ પણ આ ચાઈનીઝ એપને 80 લાખથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે.

ગૂગલ પ્લે સ્ટોર પર 4.3 સ્ટાર રેટિંગ
સ્નેક વીડિયો એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.3 સ્ટાર રેટિંગ મળ્યું છે. એપ 50Mbની સાઈઝ ધરાવે છે. એપને છેલ્લે 27 ઓગસ્ટે અપડેટ કરવામાં આવી છે. એપ એન્ડ્રોઈડ 4.3 અને તેના ઉપરના તમામ વર્ઝન પર સપોર્ટ કરે છે.

અત્યાર સુધી ચીનની 224 એપ્સ બૅન
લદ્દામાં તણાવ વધી જવા પર કેન્દ્ર સરકારે બુધવારે ચીન સાથે સંકળાયેલ 118 એપ્સ બૅન કરી છે. તેમાં સાઉથ કોરિયન પોપ્યુલર ગેમિંગ એપ PUBG પણ સામેલ છે. 15 જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી બાદ અત્યાર સુધી 78 દિવસોમાં સરકારે ચીન પર 3 વાર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. અત્યાર સુધી કુલ 224 એપ્સ બૅન થઈ છે.

અન્ય સમાચારો પણ છે...