તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેટા સ્ટોરી:આ વર્ષે જૂન મહિના સુધી ચાઈનીઝ કંપનીઓનો દબદબો રહ્યો, ચીન વિરોધ વંટોળમાં સેમસંગને ફાયદો થયો; પરંતુ 5 વર્ષથી શાઓમી પ્રથમ ક્રમાંકે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાઈનીઝ ટેક કંપનીઓ શાઓમી, રિયલમી, વિવો અનો ઓપ્પોએ વર્ષ દરમિયાન ટૉપ-5માં પોતાની જગ્યા રિઝર્વ કરી
  • 2016 સુધી સ્માર્ટફોન શિપમેન્ટમાં માઈક્રોમેક્સ સામેલ હતી, હવે કંપનીએ ફરી કમબેક કર્યું

કોવિડ-19 મહામારીના કારણે દેશની મોટા ભાગની ઈન્ડસ્ટ્રીને માઠી અસર પહોંચી છે. સ્માર્ટફોન માર્કેટમાં પણ આ વર્ષે ઘણું અપ-ડાઉન જોવા મળ્યું. આ વર્ષે ચાઈનીઝ કંપનીઓના વિરોધ વચ્ચે સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીને અસર પહોંચી છે. જોકે, છેલ્લા 2 મહિનાના આંકડાઓ રાહત આપે તેવા છે. આશા છે કે વર્ષના અંત સુધીમાં ફરી ગાડી પાટે આવશે.

કોરોનાવાઈરસ ચીનથી આવ્યો છે તેવી વાતો અને ચીની સૈનિકો અને આપણા સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી થયા બાદ દેશમાં ઉદભવેલા ચીન વિરોધ વંટોળ વચ્ચે પણ સ્માર્ટફોન માર્કેટમાં ચાઈનીઝ કંપનીઓનો દબદબો રહ્યો. શાઓમી, રિયલમી, વિવો અને ઓપ્પો જેવી કંપનીઓએ વર્ષ દરમિયાન ટૉપ 5માં પોતાનું સ્થાન મેળવ્યું. જોકે વચ્ચેના સમયગાળામાં સેમસંગને પણ ફાયદો થયો.

ત્રીજા ક્વાર્ટરમાં સેમસંગ પ્રથમ નંબર
વર્ષના ત્રીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) દરમિયાન સ્માર્ટફોન શિપમેન્ટ માર્કેટ શેરમાં સેમસંગ પ્રથમ ક્રમાંકે રહી. જોકે પ્રથમ ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ) અને બીજા ક્વાર્ટર (એપ્રિલથી જૂન) દરમિયાન ચાઈનીઝ કંપની શાઓમીનો દબદબો જોવા મળ્યો. સેમસંગનો માર્કેટ શેર ઘટતા તે પ્રથમ નંબરેથી બીજા ક્રમાંકે આવી. લિસ્ટમાં વિવો, રિયલમી અને ઓપ્પોએ પણ પોતાનું સ્થાન મેળવ્યું.

ભારતમાં સ્માર્ટફોન શિપમેન્ટ માર્કેટ શેરની વાત કરીએ તો માલુમ પડે છે કે, શાઓમીનો ગ્રાફ 2019ની સરખામણીએ વધ્યો છે. 2019ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો માર્કેટ શેર 29% હતો જે 2020ના પ્રથમ ક્વાર્ટરમાં વધીને 30% થયો. આ જ રીતે બીજા ક્વાર્ટરમાં કંપનીનો માર્કેટ શેર 1% વધ્યો. જોકે ત્રીજા ક્વાર્ટરમાં 3%નો ઘટાડો નોંધાયો.

એ જ રીતે, વિવો, ઓપ્પો અને રિયલમી સ્માર્ટફોન શિપમેન્ટ માર્કેટ શેરમાં પણ વર્ષ 2019ના પહેલા અને બીજા ક્વાર્ટરની તુલનામાં વર્ષ 2020ના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં વધારો જોવા મળ્યો છે. આ આંકડા ત્રીજા ક્વાર્ટરમાં ચોક્કસપણે ઘટ્યા છે. જો કે, ઓપ્પોના માર્કેટ શેરમાં 2%નો વધારો થયો છે. વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2020ના પહેલા ક્વાર્ટરમાં સેમસંગના આંકડા ખરાબ હતા, તે આ વર્ષના બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં થોડા સારા થયા છે.

નોંધ: વર્ષ 2016 સુધીમાં ઇન્ડિયન સ્માર્ટફોન શિપમેન્ટ માર્કેટમાં માઇક્રોમેક્સ અને લેનોવોનું વર્ચસ્વ હતું. વર્ષ 2017 પછી તેની જગ્યા રિયલમીએ લઈ લીધી. જો કે, માઇક્રોમેક્સે ફરી એકવાર ઇન (in) સિરીઝ સાથે કમબેક કર્યું છે. 2020ના આંકડા પહેલા ત્રણ ક્વાર્ટર્સના જ છે.

ફેસ્ટિવ સીઝનનો ફાયદો મળ્યો

  • ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ફેસ્ટિવ સીઝનનો મોટો ફાયદો મળ્યો છે. ખાસ કરીને કોવિડને કારણે ઓનલાઇન રિટેલર્સે ધમાકેદાર ગ્રોથ નોંધાવ્યો છે.
  • આ સમયગાળા દરમિયાન ઓનલાઇન રિટેલર્સના શેર 48%ના ગ્રોથ સાથે ઓલ ટાઇમ હાઈ પર પહોંચી ગયા. વાર્ષિક ધોરણે તે 24% વધ્યો છે. ગ્રાહકોને ઓનલાઇન બેંક ઓફર્સ સાથે અન્ય ડિસ્કાઉન્ટ પણ મળ્યું.
  • ઓફલાઇન ચેનલોએ વર્ષના પહેલા છ મહિના બાદ 11%ની વૃદ્ધિ નોંધાવી છે. નવાં લોન્ચિંગથી ઓફલાઇન ચેનલોમાં પૂરવઠાની ભારે અછત હતી.
  • ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs)એ ઓછી કિંમતના સ્માર્ટફોન લોન્ચ કર્યાં. તેમણે ક્વૉડ કેમેરા, હાઇ MP કાઉન્ટ્સ (48MP અને વધુ), વધુ સ્ટોરેજ (64GB અને વધુ), મોટી બેટરી (5000mAh) વાળા ફોન્સ વધારે લોન્ચ કર્યાં.