વિશ્વભરમાં PCની માગ:2020માં કમ્પ્યુટરનું વેચાણ 11% વધ્યું, છેલ્લા 10 વર્ષમાં બીજી સૌથી મોટી વૃદ્ધિ; માર્કેટ શેરમાં લેનોવોનું પ્રભુત્વ રહ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેનાલિસના અનુસાર, 2020ના છેલ્લા ક્વાર્ટરમાં વિશ્વભરમાં કમ્પ્યુટરની માગમાં વધારો જોવા મળ્યો છે. તેમાં ડેસ્કટોપ, નોટબુક અથવા લેપટોપ અને ટેબલેટ સામેલ છે. આ દરમિયાન 90.3 મિલિયન (લગભગ 9.03 કરોડ) કમ્પ્યુટરનું વેચાણ થયું. વાર્ષિક આધારે તે 25 ટકા વધારે છે. 2020માં 11%ની વૃદ્ધિની સાથે કુલ 297 મિલિયન (લગભગ 29.7 કરોડ) કમ્પ્યુટરનું વેચાણ થયું. 2010 બાદ આ બીજી સૌથી મોટી વૃદ્ધિ છે. 2010માં કમ્પ્યુટરના વેચાણમાં 17%ની વૃદ્ધિ થઈ હતી. કેનાલિસ, ટેક્નોલોજી અને સ્માર્ટફોન રિસર્ચ બેઝ્ડ કંપની છે.

2021માં આ સેગમેન્ટમાં ગ્રોથનો ક્રમ ચાલુ રહી શકે છે. કેનાલિસના અનુસાર, 2021માં કમ્પ્યુટરના વેચાણમાં 1.4% વૃદ્ધિનો અંદાજ છે. 2021ના પહેલા ક્વાર્ટરમાં વાર્ષિક વૃદ્ધિ 43% થવાની ધારણા છે. આ દરમિયાન લગભગ 118 મિલિયન (11.8 કરોડ) કમ્પ્યુટરનું વેચાણ થઈ શકે છે.

2020માં લેપટોપની ડિમાન્ડ 27.9 ટકા વધી
2020માં સૌથી વધારે માગ લેપટોપની હતી. લેપટોપની માગ 27.9% વધારે હતી. ટેબલેટની માગમાં પણ 26.5%નો ગ્રોથ રહ્યો. જો કે, ડેસ્કટોપની માગ 23.1 ટકા ઘટી ગઈ. એટલે કે મોટાભાગના લોકો લેપટોપ અને ટેબલેટની તરફ જઈ રહ્યા છે. એક અનુમાન છે કે 2021 માં લેપટોપના વેચાણમાં 3.3%ની તેજી અને ટેબલેટની માગમાં 1.0%નો ઘટાડો નોંધાશે.

2021ના છેલ્લા બે ક્વાર્ટરમાં કમ્પ્યુટરના વેચાણમાં ઘટાડો જોવા મળી શકે છે. 2021ના ત્રીજા ક્વાર્ટરમાં 11 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 15 ટકાનો ઘટાડો આવી શકે છે. જો કે, પહેલા બે ક્વાર્ટરમાં વાર્ષિક આધારે ગ્રોથ જોવા મળી રહ્યો છે.

2020માં ચાઈનીઝ કંપની લેનોવોના કમ્પ્યુટરનું વેચાણ સૌથી વધારે થયું. લેનોવો 72,629 કમ્પ્યુટરનું વેચાણ અને 24.5% માર્કેટ શેર સાથે પ્રથમ સ્થાને રહી. HP 67,573 કમ્પ્યુટરના વેચાણ અને 22.8% માર્કેટ શેર સાથે બીજા ક્રમ પર રહી. વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં પણ આ કંપનીઓના કમ્પ્યુટરનું વેચાણ સૌથી વધારે રહ્યું.

દુનિયાભરમાં કમ્પ્યુટર વેચાણ વધવાનું કારણ
વર્ક ફ્રોમ હોમ: કોવિડ 19 મહામારીને લીધે દુનિયાભરમાં કંપનીઓએ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ ફેસિલીટી આપી હતી. તેવામાં ડેસ્કટોપ, લેપટોપ અને ટેબલેટની ડિમાન્ડ વધી ગઈ. ઘણી ઓફિસમાં એક કમ્પ્યુટરમાં અલગ-અલગ શિફ્ટમાં 2થી 3 કર્મચારી કામ કરતા હતા. વર્ક ફ્રોમ હોમ દરમિયાન દરેકને અલગ-અલગ કમ્પ્યુટરની જરૂર પડી.

ઓનલાઈન સ્ટડી: કોરોનાવાઈરસને લીધે દુનિયાભરમાં એજ્યુકેશન સિસ્ટમ ઓનલાઈન થઈ ગઈ. સ્કૂલમ કોલેજ, કોચિંગ સેન્ટર બંધ થવાને લીધે બધા ઓનલાઈન સ્ટડી તરફ વળ્યા. તેવામાં કમ્પ્યુટરમ લેપટોપ અને ટેબલેટની ડિમાન્ડ વધી.

વર્ક ફ્રોમ હોમ રહેશે: ભલે કોરોનાની વેક્સિન આવી ગઈ, પણ કોરોનાવાઈરસ હજુ પણ છે, ઘણા દેશોમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર ચાલુ રહેશે. ગૂગલ, એપલ, માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓમાં પણ વર્ક ફ્રોમ હોમ હજુ પૂરું થયું નથી.

કાયમી વર્ક ફ્રોમ હોમ: ઘણી કંપનીઓ વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કાયમી બનાવી રહી છે. તેમણે કર્મચારીઓને ઓફર પણ આપી છે. તેમનું કહેવું છે કે, કર્મચારીઓ પોતાની થોડી સેલરી કપાવીને આ પેટર્ન સ્વીકારી શકે છે.

બિઝનેસમાં ડિમાન્ડ વધી: દુનિયાભરનાં નાના-મોટા બિઝનેસ કોરોના મહામારીને દરમિયાન ડિજિટલ થયા છે. લોકોએ અકાઉન્ટ મેન્ટેન કરવા માટે કમ્પ્યુટર ખરીદ્યા છે. પરંતુ બિઝનેસમાં વર્ચ્યુઅલ કમ્યુનિકેશન વધવાને લીધે તેના વેચાણમાં ગ્રોથ આવ્યો.