તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત પર સાયબર અટેકનું જોખમ:CDS બિપિન રાવતે કહ્યું- ચીન ભારત પર સાયબર અટેક કરવામાં સક્ષમ, આપણે તેનાથી બચવા માટે તૈયાર

4 દિવસ પહેલા
  • CDSએ કહ્યું કે વર્ષોથી ચીને ટેક્નોલોજી ડેવલપ કરવા માટે ઘણા ફંડમાં રોકાણ કર્યું છે, તેથી તે ટેક્નોલોજી ક્ષેત્રે ચીન આગળ છે
  • સાયબર અટેક સામે લડવા સશસ્ત્ર બળોમાં સાયબર એજન્સી એક્ટિવ છે

ચીન તરફથી દુનિયાભરમાં સાયબર અટેકની વાતો સામે આવતી રહી છે. તેવામાં CDS (ચીફ ડિફેન્સ સ્ટાફ) જનરલ બિપિન રાવતે કહ્યું છે કે ચીન ભારત પર સાયબર અટેક કરવામાં સક્ષમ છે. ચીન ટેક્નોલોજી ક્ષેત્રે ભારતથી આગળ છે. ચીન અને ભારત વચ્ચે સૌથી વધારે અંતર સાયબર ક્ષેત્રે જ છે. આ અંતરને ઓછું કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં રાવતે કહ્યું કે, 'ચીન આપણી સિસ્ટમને મોટા પાયે નુક્સાન પહોંચાડી શકે છે. તેથી ભારત આ પ્રકારના હુમલાઓ સામે લડવા માટે સાયબર ડિફેન્સ સિસ્ટમ મજબૂત કરવામાં લાગ્યું છે. આપણી મિલિટ્રીની સાયબર એજન્સીઓ એ સુનિશ્ચિત કરવામાં લાગેલી છે કે જો આવી પરિસ્થિતિ આવે છે તો ડાઉનટાઈમ અને સાયબર અટેકની અસર વધારે લાંબી ન હોય.'

સાયબર અટેક આપણી સિસ્ટમને નુક્સાન પહોંચાડી શકે છે
તેમણે કહ્યું કે, ચીન સાયબર અટેક કરવા માટે અને આપણી સિસ્ટમને નુક્સાન પહોંચાડવા માટે સક્ષમ છે. તે સુનિશ્ચિત કરવા માટે અમે સશસ્ત્ર બળોમાં સાયબર એજન્સી બનાવી છે. તેથી સાયબર અટેકનો પ્રભાવ મિનિમમ કરી શકાય.

ચીન ટેક્નોલોજી ક્ષેત્રે ઘણુ આગળ
રાવતે કહ્યું કે, ચીન ટેક્નોલોજી ક્ષેત્રે ભારત કરતાં આગળ છે. વર્ષોથી ચીને ટેક્નોલોજી ડેવલપ કરવા માટે ઘણા ફંડમાં રોકાણ કર્યું છે. તેથી તે આપણા કરતા આગળ છે. આપણે ચીનની બરોબરી કરનાર ટેક્નોલોજીનું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, પરંતુ ચીન અને ભારતમાં સૌથી મોટું અંતર સાયબર ક્ષેત્રે છે.

બહારના જોખમથી કૂટનીતિથી છૂટકારો મેળવી શકાય છે
જનરલ રાવતે કહ્યું કે, ભારતના બહારના જોખમોથી કૂટનીતિ અને પર્યાપ્ત રક્ષા ક્ષમતાથી છૂટકારો મેળવી શકાય છે. મજબૂત રાજકીય સંસ્થા, આર્થિક વૃદ્ધિ, સામાજીક સંપ, પ્રભાવી કાયદા તંત્ર, સુશાસન આંતરિક સ્થિરતાની પ્રથમ આવશ્યકતા છે. અમારા નેતૃત્વે દેશની સુરક્ષા, મુલ્યો અને ગરિમા પર અકારણ હુમલા સામે રક્ષણ કરવા મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતો રાખવામાં રાજનીતિક ઈચ્છાશક્તિ અને દૃઢ નિશ્ચયનું પ્રદર્શન કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો