કામની વાત:1 ઓક્ટોબરથી પંજાબ નેશનલ બેંકની જૂની ચેકબુક બંધ થઈ જશે, ટ્રાન્ઝેક્શન પ્રોબ્લેમથી બચવા નવી ચેકબુક માટે અપ્લાય કરો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • e-OBC અને e-UBIની જૂની ચેકબુક બંધ થશે

પંજાબ નેશનલ બેંક (PNB)એ તેમના ગ્રાહકોને કહ્યું, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC) અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (UBI)ની હાલની ચેકબુક 1 ઓક્ટોબરથી બંધ થઈ જશે. આથી જો તમારી પાસે આ બેંકની જૂની ચેકબુક હોય તો નવી ચેકબુક માટે અપ્લાય કરો. જેથી આગળ જતા ટ્રાન્ઝેક્શનમાં તકલીફ ના પડે. તમે બેંકમાં જઈને સરળતાથી નવી ચેકબુક લઇ શકો છો.

PNBએ સોશિયલ મીડિયામાં જણાવ્યું, 1 ઓક્ટોબર, 2021થી e-OBC અને e-UBIની જૂની ચેકબુક બંધ થઈ જશે. કૃપા કરીને OBC અને UBIની જૂની ચેકબુકને PNBની નવી ચેક બુક સાથે રિપ્લેસ કરી લો. આ ચેકબુક PNBના અપડેટેડ IFSC કોડ અને MIRC સાથે આવશે.

OBC અને UBIનું PNBમાં મર્જર થયું
1 એપ્રિલ 2020ના રોજ OBC અને UBIને PNB સાથે મર્જ કરવામાં આવી હતી. આ બંને બેંકના કસ્ટમરથી લઈને બ્રાન્ચ સુધીનું બધું જ PNBનું છે.

ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો
ગ્રાહક ઈચ્છે કે ચેક ટ્રાન્ઝેક્શનમાં કોઈ તકલીફ ના થાય તો તેના માટે નવી ચેકબુક લેવી જરૂરી છે. વધારે જાણકારી માટે ટોલ ફ્રી નંબર 18001802222 પર ફોન કરી શકે છે.

IFSC એટલે શું?
ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ IFSC 11 અંકનો એક કોડ હોય છે. આ કોડની શરૂઆતના ચાર અક્ષરમાં બેંકનું નામ હોય છે. IFSCનો ઉપયોગ ઓનલાઇન પેમેન્ટ દરમિયાન કરવામાં આવે છે. બેંકની કોઈ પણ બ્રાન્ચને આ કોડથી ટ્રેક કરી શકાય છે. બેંકની દરેક બ્રાન્ચનો અલગ IFSC કોડ હોય છે.

MICR કોડ એટલે શું? મેગ્નેટિક ઈંક કેરેક્ટર રેકોગ્નિશન (MICR) કોડ ટોટલ 9 આંકડાનો એક કોડ હોય છે. આ કોડ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમનો ઉપયોગ કરતી બેંક શાખાઓની ઓળખ કરે છે. આ કોડમાં બેંક કોડ, અકાઉન્ટ ડિટેલ્સ, રકમ અને ચેક નંબર જેવી માહિતી હોય છે. આ કોડ એક ચેક લીફના નીચેના ભાગમાં હોય છે.