કેડ મેટ્ઝ અને કેથ કોલિન્સ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની ઓપનએઆઈ (OpenAI)એ ChatGPTનું નવુ એડવાન્સ્ડ વર્ઝન GPT-4 લોન્ચ કર્યું છે. તે અનેક વિષયોમાં નિષ્ણાત છે. હવે તે તમને આરોગ્ય સંબંધિત સલાહો પણ આપશે, જેને જોઈને ડૉક્ટરો પણ હેરાન થઈ ગયા છે. તો ચાલો આ એડવાન્સ્ડ વર્ઝન GPT-4નાં ફાયદા અને ખામીઓ વિશે જાણીએ.
GPT-4નાં ફાયદા
પહેલાથી વધુ સચોટ : ભાષાઓ અને વ્યાકરણ સહિત અનેક વિષયોના કિસ્સામાં પહેલાથી વધુ સમૃદ્ધ, વ્યવસ્થિત અને સચોટ બની ગયુ છે.
તથ્યોની વધુ નજીક : તે હવે પહેલા કરતા વધુ સચોટ માહિતી આપવા લાગ્યુ છે. પહેલાની સાપેક્ષે તે પ્રશ્નોનાં સીધા અને સચોટ જવાબ પૂરા પાડે છે.
ફોટોઝ જોઈને આપી દે છે પ્રશ્નોના જવાબ : તે ફોટો જોઈને તેનું પ્રભાવશાળી વર્ણન કરવામાં પણ સક્ષમ બની ચૂક્યુ છે. ફ્રિજમાં રાખેલી વસ્તુઓની ફોટોઝ જોઈને તમને સલાહ આપી શકે છે કે, તમે આ વાનગીઓનો ઉપયોગ કરીને આ શું બનાવી શકો છો?
કુશળતા વધી : કોઈપણ દર્દી સાથે જોડાયેલી ગંભીર બીમારી અને બીમારી સાથે જોડાયેલા મુશ્કેલ શબ્દોને ChatGPT ખૂબ જ સરળતાથી સમજાવી શકે છે. આ ઉપરાંત ઈલાજની યોગ્ય રીત અને દવાઓની સલાહ પણ આપી શકે છે.
આર્ટિકલ એડિટ : તે લેખને વાંચી અને સંપાદિત કરી શકે છે. કેપ્શન, વર્ણનો અને સંક્ષેપો પણ લખી શકે છે. તે 25,000 શબ્દો સુધી પ્રક્રિયા કરવામાં સક્ષમ છે.
સેન્સ ઓફ હ્યુમર : તે ન ફક્ત પહેલાથી વધુ સારા અને નવા જોક્સ સંભળાવી શકે છે પરંતુ, તે જ વિષય પર નવા જોક્સ પણ બનાવી શકે છે. તેનું સેન્સ ઓફ હ્યુમર પણ સુધરી રહ્યુ છે.
કોયડાઓ ઉકેલવામાં નિષ્ણાત : તેની રિઝનિંગની ક્ષમતા પણ ખૂબ જ સારી થઈ ગઈ છે. તે અનેક જટિલ કોયડાઓ અને પ્રશ્નોને ઉકેલવામાં સક્ષમ છે.
પરીક્ષાઓને પાસ કરવામાં સક્ષમ : તે અનેક સ્ટાન્ડર્ડ પરીક્ષાઓને સારા માર્ક્સ અને પર્સેન્ટાઈલથી પાસ કરવામાં સક્ષમ બન્યુ છે. તેણે અનેક અમેરિકી શાળાઓ અને યૂનિવર્સિટી સ્તરની પરીક્ષાઓમાં આ કમાલ કરીને દેખાડ્યો છે.
હજુ પણ અમુક ખામીઓ છે
યૂઝર મુજબ GPT-4માં હજુ પણ અમુક ખામીઓ છે. તે હજુ પણ અમુક એવી જ ભૂલો કરે છે, જે ચેટબોટ ચેટજીપીટીના જૂના વર્ઝનમાં પણ થતી હતી. ભવિષ્યની અપેક્ષાઓ મુજબ હજુ પણ તે પરિપક્વ બન્યુ નથી. શું સાચુ અને શું ખોટુ? તેની ઓળખ ન કરી શકવાના કારણે તે ઘણીવાર સચોટ માહિતી પૂરી પાડી શકતુ નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.