તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Chat Wallpaper Will Change From Automatic Light To Dark Mode, Indians Will Soon Get This Interesting Feature

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ વ્હોટ્સએપ ફીચર:લાઈટથી ડાર્ક મોડમાં આવતા જ ચેટ વોલપેપર ઓટોમેટિક બદલાઈ જશે, ભારતીયોને ટૂંક સમયમાં આ ઈન્ટરેસ્ટિંગ ફીચર મળશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપનીએ વોલપેપર લાયબ્રેરીમાં વિશ્વભરની પ્રકૃતિ અને વાસ્તુકલાના નવા ફોટા ઉમેર્યા છે
 • આ અઠવાડિયાની શરૂઆતથી વોલપેપર અને સ્ટિકર માટે અપડેટ રિલીઝ થવાનું શરૂ થશે

વ્હોટ્સએપે ભારત સહિત વિશ્વભરના યુઝર્સ માટે વોલપેપર અને સ્ટિકર સંબંધિત નવા ફીચર્સ રજૂ કર્યા છે. કંપનીએ જાહેરાત કરી છે કે, આ સપ્તાહની શરૂઆતની સાથે વ્હોટ્સએપ સ્ટિકર માટે એક સર્ચ ફીચર અને નવા એનિમેટેડ સ્ટિકર પેક સહિત કેટલાક નવા અપડેટ્સને રોલઆઉટ કરવાનું શરૂ કરવામાં આવશે.

મેસેજિંગ પ્લેટફોર્મ વોલપેપર સાથે સંબંધિત ચાર મુખ્ય અપડેટ રિલીઝ કરવામાં આવ્યા છે, જેમાં કસ્ટમ ચેટ વોલપેપર, એડિશનલ ડૂડલ વોલપેપર, એક અપડેટેડ સ્ટોક વોલપેપર ગેલેરી અને લાઈટ ડાર્ક મોડ સેટિંગ માટે અલગ વોલપેપર સેટ કરવાની સુવિધા સામેલ છે.

રાતે 12 વાગ્યે બર્થ ડે વિશ કરવી છે? તો વ્હોટ્સએપમાં શિડ્યુલ મેસેજ કરવાની આ ટિપ્સ જાણી લો

પસંદગીના કોન્ટેક્સ માટે કસ્ટમ વોલપેપર
જેવી રીતે નામથી ખબર પડી જાય છે, તેવી રીતે કસ્ટમ ચેટ વોલપેપર યુઝર્સને સૌથી મહત્ત્વપૂર્ણ ચેટ અથવા પસંદગીના કોન્ટેક્ટ્સ માટે કસ્ટમ વોલપેપરનો ઉપયોગ કરીને ચેટને વ્યક્તિગત અને અલગ ઓળખ બનાવવાની સુવિધા આપશે. મેસેજિંગ પ્લેટફોર્મ વોલપેપર લાયબ્રેરીમાં વિશ્વભરના પ્રકૃતિ અને આર્કિટેક્ચરના નવા ફોટા ઉમેરવામાં આવ્યા છે.

વ્હોટ્સએપથી ગણતરીની સેકન્ડમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે ફોલો કરો આ ઈઝી સ્ટેપ્સ

સેટિંગ ચેન્જ કરતા જ વોલપેપર બદલાશે
વ્હોટ્સએપ યુઝર્સને ડાર્ક અને લાઈટ મોડમાં એક અલગ વોલપેપર સેટ કરવાની એક સરળ રીત પણ ઉપલબ્ધ કરાવી રહી છે. આ ફીચરની ખાસ વાત એ છે કે, ફોન સેટિંગ ડાર્કથી લાઈટ અથવા લાઈટથી ડાર્ક મોડમાં સ્વિચ કરે છે, તો ચેટ વોલપેપર ઓટોમેટિક બદલાઈ જશે.

ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં મળશે મલ્ટિ ડિવાઈસ સપોર્ટ અને એડવાન્સ વોલપેપર સહિત આ 5 ફીચર્સ, જાણો લિસ્ટ

વ્હોટ્સએપ સ્ટિકરનો નવો અનુભવ મળશે

 • વોલપેપરમાં સુધારાઓ ઉમેરવા ઉપરાંત, વ્હોટ્સએપે સ્ટિકર સર્ચ એક્સપિરિયન્સમાં પણ સુધારો કર્યો છે. તેનાથી યુઝર્સને ટેક્સ્ટ અથવા ઈમોજીની સાથે સ્ટિકરને સરળતાથી સર્ચ અને કોમન સ્ટિકર કેટેગરી દ્વારા બ્રાઉઝ કરવાનું સરળ બનાવી દીધું છે.
 • કંપનીએ એક સત્તાવાર પ્રેસ નોટમાં કહ્યું, "જેમ કે અમે તેને શરૂ કરવા માગીએ છીએ, અમે સ્ટિકર એપ બનાવતા લોકોને ઈમોજી અને ટેક્સ્ટની સાથે તેમના સ્ટિકરને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરી છીએ, તેથી તેમના સ્ટિકર વ્હોટ્સએપ યુઝર્સ માટે ઉપલબ્ધ છે."
 • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું 'Together at Home' સ્ટિકર પેક, જે આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, હવે એનિમેટેડ સ્ટિકરના સ્વરૂપમાં ઉપલબ્ધ છે.
 • કંપનીએ દાવો કર્યો છે કે, 'Together at Home' વ્હોટ્સએપ સૌથી લોકપ્રિય સ્ટિકર પેકમાંથી એક રહ્યું છે અને હવે તે તેના એનિમેટેડ સ્વરૂપમાં વધારે એક્સપ્રેસિવ અને ઉપયોગી થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો