વ્હોટ્સએપ ચેટ ટ્રાન્સફર ફીચર:હવે મિનિટોમાં આઈફોનમાંથી એન્ડ્રોઈડમાં ચેટ ટ્રાન્સફર કરી શકાશે, જાણો ચેટ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપે આખરે iOSમાંથી એન્ડ્રોઈડમાં ચેટ હિસ્ટ્રીને ટ્રાન્સફર કરતું ફીચર રોલ આઉટ કરી દીધું છે. વ્હોટ્સએપ આ ફીચર પર કેટલાય સમયથી કામ કરી રહ્યું હતું. તે ઉપરાંત આ ફીચર ઘણા બીટા ટેસ્ટ દરમિયાન પણ સામે આવ્યું હતું.

એન્ડ્રોઈડ પર ચેટ હિસ્ટ્રીને માઈગ્રેટ કરી શકાશે
આ પહેલા કોઈપણ આઈફોનમાંથી એન્ડ્રોઈમાં ચેટ હિસ્ટ્રીને ટ્રાન્સફર કરી શકાતી નહોતી. પરંતુ હવે iOS યુઝર્સ પોતાના iOS ડિવાઈસમાંથી એન્ડ્રોઈડ પર ચેટ હિસ્ટ્રીને માઈગ્રેટ કરી શકે છે. આ ફીચરની જાહેરાત કરતા વ્હોટ્સએપે બ્લોગમાં કહ્યું કે ચેટ ટ્રાન્સફર ફીચર યુઝર્સમાં સૌથી વધુ માગ હતી.

તેના દ્વારા ફોન બદલવા પર ચેટ હિસ્ટ્રીને એક ઓપરેટિંગ સિસ્ટમથી બીજામાં ટ્રાન્સફર કરવી શક્ય બનશે. જે સુરક્ષિત હશે. આ પ્રોસેસ મેસેજને વ્હોટ્સએપ પર મોકલ્યા વગર થાય છે અને તેમાં વોઈસ મેસેજ, ફોટો ફાઈલ અને વીડિયો જેવી ફાઈલ સામેલ હોય છે.

વ્હોટ્સએપ ચેટ ટ્રાન્સફર ફીચર અત્યારે માત્ર સેમસંગ ડિવાઈસ પર કામ કરશે
આ ફીચર અત્યારે માત્ર એન્ડ્રોઈડ 10 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતા કોઇપણ સેમસંગ ડિવાઇસ પર કામ કરશે. પરંતુ આવનાર તમામ એન્ડ્રોઈડ ડિવાઈસમાં અત્યારે આ ફીચર કામ કરવાનું શરૂ કરશે, જો કે તેના માટે થોડી રાહ જોવી પડશે.

જ્યારે પણ વ્હોટ્સએપને જૂનામાંથી નવા ડિવાઈસમાં સેટ કરશો તો યુઝર્સને પોતાની ચેટને એક ડિવાઈસમાંથી બીજા ડિવાઈસમાં સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવાનો ઓપ્શન મળી જશે. આઈફોનમાંથી એન્ડ્રોઈડ ફોનમાં વ્હોટ્સએપ ચેટ હિસ્ટ્રીને માઈગ્રેટ કેવી રીતે કરવી. જો તમે પણ તમારા આઈફોનમાંથી એન્ડ્રોઈ ફોનમાં વ્હોટ્સએપની ચેટ હિસ્ટ્રીને માઈગ્રેટ કરવા માગો છો તોની પ્રોસેસ જાણી લો...

1- સૌથી પહેલા તમારે તમારો નવો સેમસંગનો મોબાઈલ ઓન કરવો પડશે અને જ્યારે તમને કહેવામાં આવે તો કેબલ દ્વારા તમારા આઈફોનથી કનેક્ટ કરો. 2- ડેટા ટ્રાન્સફર કરવા માટે સેમસંગ SmartSwitch પર જણાવામાં આવેલા સ્ટેપનો ફોલો કરો.

3- હવે તમારા આઈફોનના કેમેરાનો ઉપયોગ કરીને નવા ડિવાઈસ પર ડિસ્પ્લે થઈ રહેલા QR Codeને સ્કેન કરવો પડશે. 4- ત્યારબાદ તમારે તમારા આઈફોન પર Start બટન પર ટેપ કરવું અને પ્રક્રિયા પૂરી થવાની રાહ જોવી. 5- હવે તમે તમારા સેમસંગ ડિવાઈસને સેટઅપ કરવાનું ચાલુ રાખી શકો છો. 6- સેટઅપ કર્યા બાદ વ્હોટ્સએપને ઓપન કરો અને તમારા જૂના ડિવાઈસમાં ઉપયોગ કરવામાં આવેલા તે ફોન નંબર નાખીને લોગઈન કરો. 7- ત્યારબાદ પૂછવામાં આવે તેના પછી તમારે Importના બટન પર ક્લિક કરવું પડશે. 8- ચેટને જોવા માટે તમારા નવા ડિવાઈસને Activate કરી દો. આ પ્રકારનું કામ થોડી મિનિટોમાં સરળતાથી થઈ જશે. પરંતુ આઈફોન યુઝર્સને અન્ય એન્ડ્રોઈડ ફોન માટે રાહ જોવી પડશે.