• Gujarati News
  • Utility
  • Gadgets
  • Charging The Phone With Any Charger, Using The Fashionable Cover; The Problem Of Overheating Starts With These Mistakes

ટેક ગુરુ સાથે Tech Talk:કોઈ બીજા ચાર્જરથી ફોન ચાર્જ કરવો, ફેશનેબલ કવર યુઝર કરવું, આ બધી ભૂલથી શરૂ થાય છે ઓવરહીટિંગનો પ્રોબ્લેમ

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેવી ટાસ્ક કરતી વખતે ફોન કવરની બહાર કાઢી દેવો જોઈએ

આપણે રોજ સ્માર્ટફોનનો સતત ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે ફોન પણ થાકી જાય છે ? તે ઓવરહીટ થાય છે? આ જ કારણોસર ફોનની બેટરી ફાટી જાય છે અને જો બેટરી ના ફાટે તો ઓવરહીટિંગની બીમારી ફોનનું આયુષ્ય ઓછું કરી દે છે. ફોનની આ બીમારી કેવી રીતે રોકશો તે જાણવું ઘણું જરૂરી છે.

આટલી વાતોનું ધ્યાન રાખો

  • પહેલી ભૂલ એ છે કે તમે ફોન ઓવરચાર્જ કરી દો છો. રાત્રે ફોન ચાર્જમાં મૂકીને ના ઊંઘવું જોઈએ. બેટરી અને ફોનના લાંબા આયુષ્ય માટે ઓવરહીટ ના થવા દો. આ માટે ઘણો સિમ્પલ નિયમ છે. યાદ રાખી લો, 20%થી ઓછી બેટરી થાય એટલે જ ફોન ચાર્જિંગમાં મૂકવો અને 95%ની આસપાસ થાય એટલે ચાર્જિંગ બંધ કરી દેવું જોઈએ.
  • ફોન માટે મોંઘુ ચાર્જર જ એટલે કે ઓરિજિનલ ચાર્જર જ યુઝ કરો. સસ્તું ચાર્જર તમારા ફોન માટે ધીમું ઝેરની જેમ હોય છે. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી તે ફોનની ઉંમર 30-40% ઘટાડી દે છે.
  • જો ફોનના બેકગ્રાઉન્ડમાં ઘણી બધી એપ્લિકેશન ઓપન છે તો ફોન ગરમ થાય છે અને સ્લો કામ કરે છે. આથી ટાઇમસર બેકગ્રાઉન્ડ એપ્સ બંધ અવશ્ય કરો. આ સાથે જ ડિસ્પ્લે પર એડોપ્ટિવ બ્રાઇટનેસ ઓન રાખો. કારણકે દરેક સમયે ફુલ બ્રાઇટનેસ રાખવાથી ફોન જલ્દી ગરમ થાય છે.
  • હાલ ફેશન અને ટ્રેન્ડના ટાઈમમાં આપણે સૌથી ફેશનેબલ મોબાઈલ કવરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેનાથી ફોનને થતા નુકસાન વિશે વિચારતા નથી. ઘણા મોબાઈલ કવર ફોનની ગરમીને બહાર આવવા દેતા નથી. મોટાભાગના પ્લાસ્ટિક કવર્સમાં આવું જ થાય છે. આથી હેવી ટાસ્ક કરતી વખતે ફોન કવરની બહાર કાઢી દેવો જોઈએ. ખાસ કરીને ગેમ રમતી વખતે.
અન્ય સમાચારો પણ છે...