CES 2022 શૉના ગેજેટ:ગાર્મિનની સ્માર્ટવોચ તો આસુસનો 17.3 ઈંચનો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ થયો, શૉમાં અત્યાર સુધી લોન્ચ થયેલી પ્રોડક્ટ્સની ખાસિયતો જાણો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસરનાં નવાં લેપટોપમાં ગૂગલ પ્લે સ્ટોરની એન્ડ્રોઈડ એપ્સનો એક્સેસ મળશે

અમેરિકાના લાસ વેગસમાં સૌથી મોટો ઈલેક્ટ્રોનિક્સ શૉ CES 2022 પૂર્ણાહુતિના આરે છે. શૉમાં અત્યાર સુધી વિવિધ ગેજેટ્સ લોન્ચ થઈ ચૂક્યાં છે. આ ગેજટ્સ આગામી સમયમાં યુઝર્સ માટે અવેલેબલ થશે અને તેમનો એક્સપિરિઅન્સ બદલાઈ જશે. ઈવેન્ટમાં અત્યાર સુધી એસર, સેમસંગ, સોની અને BMW જેવી બ્રાન્ડ્સે પ્રોડક્ટ રજૂ કરી છે. આ પ્રોડક્ટ્સની ખાસિયતો જાણીએ....

1. એસર ક્રોમબુક સ્પિન 513, ક્રોમબુક 315, ક્રોમબુક 314

એસર કંપનીએ શૉમાં 3 નવાં ક્રોમબુક લોન્ચ કર્યાં છે. તેમાં ક્રોમબુક સ્પિન 513, ક્રોમબુક 315, ક્રોમબુક 314 સામેલ છે. સ્પિન 513 મોડેલમાં 13.5 ઈંચની અને ક્રોમબુક 315માં 15.6 ઈંચની જ્યારે ક્રોમબુક 314માં 14 ઈંચની FHD સ્ક્રીન મળે છે. ક્રમશ: તેની પ્રારંભિક કિંમત 44600 રૂપિયા, 22300 રૂપિયા અને 22,310 રૂપિયા છે. તમામ નવા ક્રોમ લેપટોપમાં ગૂગલ પ્લે સ્ટોરની એન્ડ્રોઈડ એપ્સનો એક્સેસ મળશે.

2.TCLનાં 6 નવાં ટેબ્લેટ લોન્ચ

TCLએ શૉમાં ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે. તેમાં 6 નવાં ટેબ્લેટ, એક વિન્ડો લેપટોપ અને VR ગ્લાસ સામેલ છે. TCLના નવાં ટેબ્લેટમાં તમામ લર્નર એજ્યુકેશન એક્સપિરિઅન્સ મળશે. સેકન્ડ જેન VR ગ્લાસિસમાં 1080p OLED ડિસ્પ્લે અને ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ સ્પેટિયલ ઓડિયો મળશે. લેપટોપમાં વિન્ડોઝ 11 અને 4G LTE કનેક્ટિવિટી મળશે.

3. ગાર્મિન સ્માર્ટવોચ

CESમાં ગાર્મિને 2 સ્માર્ટવોચ લોન્ચ કરી. તેમાં વેનૂ 2 પ્લસ અને ધ વિવોમૂવ સ્પોર્ટ સામેલ છે. આ સ્માર્ટવોચ ફોન કોલ્સ અને વોઈસ અસિસ્ટન્ટ કન્ટ્રોલ ફીચરથી સજ્જ છે. વેનૂ 2 પ્લસની કિંમત 33,500 રૂપિયા છે. તે ગ્રે, બ્લેક અને આઈવરી કેસ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.

4. સોનીનું જમ્બો ટીવી

સોનીએ આ શૉમાં પ્રથમ ક્વાન્ટમ ડોટ OLED TV (QD-OLED) સાથે મિની LED ટીવી રજૂ કર્યું છે. નવી બ્રાવિયા રેન્જના ટીવીમાં કોગ્નિટિવ પ્રોસેસર XR મળે છે. કંપનીનો દાવે છે કે તેનાથી સારો કોન્ટ્રાસ્ટ અને વિવિડ કલર મળે છે. મિની LED મોડલ્સમાં શાનદાર કોન્ટ્રાસ્ટ અને ડીપર બ્લેક્સ મળે છે. જોકે હાલ તેની કિંમત પર સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. આ ટીવી સિરીઝમાં A95K, A90K, A80K મોડેલ સામેલ છે. તેમાં 48 ઈંચથી લઈને 77 ઈંચ સુધીના ટીવી અવેલેબલ છે.

5. નોકિયાના 5 સ્માર્ટફોન લોન્ચ

નોકિયાએ CES 2022માં નોકિયા C100, નોકિયા C200, નોકિયા G100, નોકિયા G400 અને નોકિયા 2760 ફ્લિપ નામના 5 સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે. આ તમામ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 12 OS મળે છે, જ્યારે ફીચર ફોનમાં KaiOS મળે છે. નોકિયા C સિરીઝના સ્માર્ટફોનમાં મીડિયાટેક ચિપસેટ અને G સિરીઝમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર મળે છે. આ સ્માર્ટફોનની કિંમત 7400 રૂપિયાથી લઈને 17,800 રૂપિયા સુધીની છે.

6. JBLના પોર્ટેબલ બ્લુટૂથ સ્પીકર
કંપનીએ શૉમાં પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર અને વાયરલેસ ગેમિંગ હેડસેટ સિરીઝ લોન્ચ કરી છે. JBL પલ્સ 5 અને JBL બૂમબોક્સ 3માં બ્લુટૂથ v5.3 કનેક્ટિવિટી મળે છે. તેની મદદથી એક સમયે 2 સ્માર્ટફોન કે ટેબ્લેટ પેર કરી શકાય છે. નવા JBL પલ્સમાં LED લાઈટ શૉ સાથે 360 ડિગ્રી ઈમર્સિવ સાઉન્ડ મળે છે. તેમાં 24 કલાકનો પ્લેટાઈમ મળે છે.

પાર્ટીબોક્સ સ્પીકર 100 વૉટનો સાઉન્ડ આઉટપુટ આપે છે. તેને IPX4 રેટિંગ મળ્યું છે.

7. આસુસના ફોલ્ડેબલ ફોન

આસુસ ઝેનબુક 17 ફોલ્ડ અને ઝેનબુક 14X OLED સ્પેસ એડિશન રજૂ કરી છે, 17 ફોલ્ડમાં 17.3 ઈંચની OLED સ્ક્રીન મળે છે. ફોલ્ડ થવા પર તે 12.4 ઈંચમાં કન્વર્ટ થઈ જાય છે. આ ફોલ્ડેબલ ફોનના હિન્જની ક્વૉલિટી 3 લાખ સાઈકલ્સમાં ટેસ્ટ થઈ છે. આ ડિવાઈસ 12th જનરેશન ઈન્ટેલ કોર i7 U સિરીઝ પ્રોસેસરથી સજ્જ છે. આ સિવાય કંપનીએ ઝેનબુક 14X OLED સ્પેસ એડિશનને સ્પેસમાં મોકલવામાં આવેલા પ્રથમ આસુસ લેપટોપની 25મી એનિવર્સરી પર લોન્ચ કરવામાં આવી છે. તેમાં 3.5 ઈંચની સેકન્ડરી ડિસ્પ્લે મળે છે.

અન્ય સમાચારો પણ છે...