તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • CES 2021 Day 1 Virtual Event [Updates]; Consumer Electronics Show Latest Product Gadgets Coverage And Announcements

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CES 2021:આજથી શરૂ થશે દુનિયાનો સૌથી મોટો ઈલેક્ટ્રોનિક્સ શૉ, LG ફોલ્ડેબલ ટીવી લોન્ચ કરશે

10 દિવસ પહેલા
 • 52 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર આ ઈવેન્ટ વર્ચ્યુઅલી યોજાશે
 • ઈવેન્ટમાં 9 ભારતીય કંપનીઓએ પણ ભાગ લીધો છે

દુનિયાના સૌથી મોટો ઈલેક્ટ્રોનિક્સ શૉ CES (કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શૉ) 2021ના આજથી શ્રીગણેશ થશે. આ શૉમાં અનેક દિગગ્જ કંપનીઓ સામેલ થઈ રહી છે. જોકે 52 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર આ ઈવેન્ટ વર્ચ્યુઅલ થવા જઈ રહી છે. આ ઈવેન્ટ 14 જાન્યુઆરી સુધી ચાલશે. આજે LG અને સેમસંગ સહિતની કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ લોન્ચ કરશે.

આ શૉ ભારતીય કંપનીઓ માટે યાદગાર રહેશે. આ વર્ષે તેમાં એપ્ટિનર એક્ટ્રોનિક્સ લિમિટેડ, એથર એનર્જી, મોનાર્ક ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડ, નિયોસોફ્ટ ટેક્નોલોજીસ, પ્રગતિ ફાઉન્ડેશન, ટાટા એલેક્સી, વીહિયર હિયરિંગ સોલ્યુશન્સ, ઝીરો 1 ટેક્ટ્રોનિક્સ LLP અને અલ્ટ્રાહ્યુમન પ્રાઈવેટ લિમિટેડ ભારતીય કંપનીઓ સામેલ થશે.

આજે આ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરશે
LG ઈવેન્ટ: 11 જાન્યુઆરી સાંજે 6:30 વાગ્યે

કંપની ઈવેન્ટ પહેલાં જ પોતાનું ફોલ્ડેબલ ટીવી લોન્ચ કરી ચૂકી છે. તેમાં સિનેમેટિક સાઉન્ડ OLED ડિસ્પ્લે મળે છે. તેની સ્ક્રીન સાઈઝ 48 ઈંચ છે. તેની ડિસ્પ્લે કાગળ જેવી પાતળી છે, જેને ફોલ્ડ કરી શકાય છે. આ ડિસ્પ્લેને જરૂરિયાત પ્રમાણે ફોલ્ડ કરી શકાય છે. ખાસ વાત એ છે કે તેમાં કોઈ સ્પીકર્સ નથી ડિસ્પ્લે જ સાઉન્ડ ક્રિએટ કરે છે.

સેમસંગ ઈવેન્ટ: 11 જાન્યુઆરીએ સાંજે 7:30 વાગ્યે
સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ઈવેન્ટમાં પોતાની ગેલેક્સી S21 સિરીઝ લોન્ચ કરી શકે છે. આ સિરીઝના ફીચર્સ અને સ્પેસિફિકેશન લીક થઈ ચૂક્યા છે. કંપનીનું કહેવું છે કે ગેલેક્સી S20ની સરખામણીએ આ સિરીઝમાં 35% વધુ સારું બેટરી પર્ફોર્મન્સ મળશે. નવાં ફ્લેગશિપ મોડેલના સ્નેપડ્રેગન અને એક્સીનોસ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે. સિરીઝમાં ગેલેક્સી S21, ગેલેક્સી S21+ અને ગેલેક્સી S21 અલ્ટ્રા મોડેલ લોન્ચ થઈ શકે છે. કંપની નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન, પોર્ટલ ઓક્સીજન એર પોકેટ, ફૂડ એન્ડ વાઈન પેરિંગ સર્વિસ, ઓટોમેટિક ટીવી પિક્ચર જેવી પ્રોડક્ટ પણ રજૂ કરશે.

CES 2021થી શું આશા છે?

 • ટેક એક્સપર્ટ અભિષેક તૈલંગે જણાવ્યું કે, આ વર્ષે CES ઈવેન્ટ ખાસ હશે. 2021માં 5G ટેક્નોલોજી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેવામાં ઘણી કંપનીઓ 5G કમ્પેટિબલ ડિવાઈસ લોન્ચ કરી શકે છે. ભારતમાં જુલાઈથી દેશમાં સિલેક્ટેડ મેટ્રો શહેરમાં 5G સર્વિસ લોન્ચ કરવામાં આવશે. તેવામાં ટેક કંપનીઓ માટે ભારત મોટું માર્કેટ રહેશે.
 • તૈલંગના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ દરમિયાન ઈ-સ્પોર્ટ્સનો ક્રેઝ પણ વધ્યો છે. અર્થાત ગેમિંગ કંપનીઓ સાથે ટેક કંપનીઓ પણ ઈ સ્પોર્ટ્સથી જોડાયેલા હાર્ડવેર અને સોફ્ટવેર લોન્ચ કરી શકે છે. વાયરલેસ ચાર્જર, વાયરલેસ ઈયરફોન સાથે વાયરલેસ પાવરબેંક પણ જોવા મળી શકે છે.
 • ઈવેન્ટમાં ફોલ્ડેબલ સ્માર્ટફોનનો પણ દબદબો રહેશે. આ વર્ષે મોટા ભાગની ટેક કંપની ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. તો આ ફોનમાં પાવરફુલ કેમેરા લેન્સ સાથે મલ્ટિ લેન્સ પણ જોવા મળી શકે છે. આ વર્ષે ટેક કંપનીઓનું ફોકસ કેમેરાની વીડિયોગ્રાફી પર રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser