ગૂગલમાં નોકરી નહીં:CEO સુંદર પિચાઈને પણ મંદી દેખાઈ, આ વર્ષે કંપની ભરતી પ્રક્રિયા ધીમી કરશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી વર્ષે વિશ્વમાં મંદી આવશે કે નહીં તેનો ડર દરેક મોટી ટેક કંપનીઓમાં દેખાવા લાગ્યો છે. મેટા બાદ હવે ગૂગલે પણ ભરતી ઘટાડવાનો નિર્ણય લીધો છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના CEO સુંદર પિચાઈએ કર્મચારીઓને પત્ર લખીને આ અંગે જાણકારી આપી છે. પિચાઈએ કહ્યું છે, કે કંપની ભરતી પ્રક્રિયાની ગતિને ઘટાડશે. પ્રાથમિક અને જરુરી સેવાઓ માટે જ ભરતી ચાલુ રહેશે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે, કે વર્ષ 2022 અને 2023માં કંપનીનું ફોકસ માત્ર એન્જિનિયરિંગ, ટેક્નોલોજી એનાલિસિસ અને કર્મચારીઓની સ્પેશિયલ પોસ્ટ્સ પર ભરતી કરવા પર રહેશે.

વર્ષ 2022નાં પહેલા ક્વાર્ટરમાં કંપનીએ કર્મચારીઓની ભરતીનો ક્વોટા પૂરો કરી લીધો છે. પિચાઈએ લખ્યું, કે અન્ય કંપનીઓની જેમ અમે પણ આર્થિક મંદીના પ્રભાવથી પ્રભાવિત થશું. બીજા ક્વાર્ટરમાં જ અમે ગૂગલમાં 10,000 કર્મચારીઓને સામેલ કર્યા છે. અમે ભરતીનાં આ વર્ષના લક્ષ્યને લગભગ પૂર્ણ કરી લીધું છે. જેથી, બાકીનાં દિવસોની ભરતી પ્રક્રિયા ધીમી પડી રહી છે. પિચાઈનાં ઈ-મેલથી સ્પષ્ટ છે કે ગૂગલમાં પણ હવે આર્થિક મંદી જોવા મળી રહી છે.

ગૂગલ પણ આર્થિક અસ્થિરતાથી બચી શકશે નહિ
સુંદર પિચાઈએ ઈ-મેલમાં લખ્યું, ‘અન્ય કંપનીઓની જેમ અમે પણ આર્થિક પ્રતિકૂળતાઓથી બચી શકશું નહિ. આપણે અનિશ્ચિત વર્લ્ડ ઈકોનોમિક સ્કેનેરીઓ (વૈશ્વિક આર્થિક પરિદૃશ્ય)ની અવગણના ન કરી શકીએ. આપણે હંમેશાં આવા પડકારોને અવરોધો તરીકે નહીં પરંતુ તકો તરીકે જોયા છે. અમે વર્તમાન સંજોગોને પણ તકોમાં ફેરવીશું.’

આ વિસ્તારોમાં ભરતી કરવામાં આવશે
પિચાઈએ કહ્યું કે, વર્ષ 2022 અને 2023માં કંપનીનું ફોકસ એન્જિનિયરિંગ, ટેક્નિકલ અને અન્ય જરૂરી સેવાઓમાં કર્મચારીઓની ભરતી કરવા પર રહેશે. પિચાઈએ એક ઈ-મેલમાં લખ્યું છે, કે બીજા ક્વાર્ટરમાં જ અમે ગૂગલમાં 10 હજાર કર્મચારીઓનો ઉમેરો કર્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં પણ અમારો ઇરાદો કર્મચારીઓની ભરતી કરવાનો છે અને તેનો અંદાજ અમારાં કોલેજ ભરતી કેલેન્ડર પરથી લગાડી શકાય છે. પિચાઈએ કહ્યું, કે અમે આ વર્ષે ભરતીનો ટાર્ગેટ લગભગ પૂરો કરી લીધો છે, તેથી અમે આ વર્ષના બાકીના સમય માટે ભરતી પ્રક્રિયા ધીમી કરી રહ્યા છીએ.

સુંદર પિચાઈનાં આ ઈ-મેલથી સ્પષ્ટ છે, કે ગૂગલમાં પણ હવે આવનારાં દિવસોમાં આર્થિક મંદી જોવા મળી રહી છે. તેથી, હવે કંપનીએ માત્ર તે જ વિભાગો માટે કર્મચારીઓને નોકરી પર રાખવાનો નિર્ણય કર્યો છે, જેમાં પૂરાં સ્ટાફ વગર કામ થઈ શકતું નથી.